શનિવાર night (ધારાવાહિક નવલકથા | પ્રકરણ ૨૦)

31 July, 2021 07:58 AM IST  |  Mumbai | Soham

રાજના આખા શરીરમાં કરન્ટ પસાર થઈ ગયો અને પસાર થયેલા એ કરન્ટ વચ્ચે જ નવી પૅટર્નના ડ્રેસની પાછળના ભાગમાં આવેલી ચેઇનની નીડલ રાજના હાથમાં આવી ગઈ.

શનિવાર night (ધારાવાહિક નવલકથા | પ્રકરણ ૨૦)

એક્સપાયર થયેલી મેડિસિનથી માંડીને અનયુઝ્ડ સૅનિટરી પૅડ્સ અને બીજી અનેક એવી ચીજવસ્તુઓ બેડરૂમના ખૂણામાં પડી હતી જેનો કોઈ ઉપયોગ નહોતો. કિયારાએ એની તરફ એક નજર કરીને વધુ એક વાર રાજને બૂમ પાડી.
‘રાજ... કમ ફાસ્ટ...’
કિયારાએ કાઢેલી નકામી ચીજવસ્તુઓ કિયારાએ બૅગમાં ભરવાનું શરૂ કર્યું. છેલ્લા દોઢ કલાકથી કિયારા આ વસ્તુઓ ભેગી કરવાનું કામ કરતી હતી. સેસિલ વિલાની એકેક રૂમમાં જઈને દરેક કપબર્ડ અને દરેક ડ્રૉઅર ચેક કરીને તેણે આ બધું ભેગું કર્યું હતું. ચીજવસ્તુઓ જોતાં તેને પોતાને નવાઈ પણ લાગી હતી કે આ બધું આમ જ કેમ પડ્યું રહ્યું હોઈ શકે પણ એ વિચારનો જવાબ મેળવવાની તસ્દી લીધા વિના તેણે પહેલાં ડ્રૉઅરની સફાઈ કરી અને છેલ્લે પોતાના બેડરૂમનો વારો લીધો.
કિયારાએ રૂમના દરવાજા તરફ જોયું અને જરા વધારે મોટા અવાજથી રાડ પાડી.
‘રાજ...’
રાજને બોલાવવાની સાથોસાથ કિયારાનો બબડાટ પણ ચાલુ હતો.
‘આખી રાત વાસ આવતી હતી, હવે ખબર પડી એ બદબૂ આ બધાની હતી...’ કચરો ઉપાડતાં-ઉપાડતાં કિયારાના હાથમાં યુઝ થયેલું એક સૅનિટરી પૅડ આવ્યું અને કિયારાનો ચહેરો સહેજ ઝંખવાયો. જોકે એ ઝાંખપ વખતે પણ કિયારાએ નોટિસ તો કર્યું જ કે પૅડનો વપરાશ બેત્રણ દિવસ પહેલાં જ થયો હોય એવું લાગતું હતું.
બેત્રણ દિવસ પહેલાં મતલબ કે પોતે આવી એની પહેલાં. આવું કઈ રીતે શક્ય બને? સેસિલ વિલા તો બે વર્ષથી બિલકુલ બંધ છે તો પછી આ...
કિયારા પાછળ ફરીને ફરી બૂમ પાડવા ગઈ.
 ‘રા...’
અને તેનું મોઢું ખુલ્લું રહી ગયું.
રાજ પાછળ જ ઊભો એકધારો તેને જોઈ રહ્યો હતો. રાજ માટે કિયારાનો આ લુક સાવ નવો હતો. અગાઉ તેણે કિયારાને ક્યારેય આ લુકમાં જોઈ નહોતી. વાઇટ શોલ્ડરલેસ ગાઉનમાં કિયારા સાવ જુદી લાગતી હતી. 
ખુલ્લા વાળ સાથેની તેની હેરસ્ટાઇલ પણ જુદી હતી. કિયારાએ કરેલો માઇલ્ડ મેકઅપ તેની સેક્સ અપીલમાં વધારો કરતો હતો.
‘આ બધું જોને...’
કિયારા અવળી ફરી અને એ જ મિનિટે રાજે કિયારાને પાછળથી પકડી લીધી.
કિયારામાંથી આવતી સુગંધ પણ કંઈક જુદી હતી આજે. એ પર્ફ્યુમની સુગંધ નહોતી, કિયારામાંથી આવતી ખુશ્બૂ હતી. ખુશ્બૂ રાજને મદહોશ કરવાનું કામ કરવા માંડી હતી. કિયારા પણ એ વહેણમાં ખેંચાતી હતી પણ એમ છતાં તેણે જાત પર કાબૂ કરવાની કોશિશ કરી.
‘રાજ, નહીં... આ બધું બહાર...’
રાજ કિયારાના ચહેરાથી હવે 
માત્ર છ ઇંચના અંતર પર હતો. કિયારાની આંખોમાં રહેલું તોફાન તે વાંચી શકતો હતો. 
‘સ્ટૉપ રાજ...’
‘હમં... આઇ કાન્ટ...’ 
રાજે કિયારાને કમરેથી સહેજ વધારે ખેંચી, કિયારાનો ચહેરો તેની અત્યંત નજીક આવી ગયો. બન્નેના હોઠ વચ્ચે હવે માત્ર બે ઇંચનું અંતર હતું.
‘રાજ, કોઈ...’
‘નહીં આવે...’
‘પણ ડોર...’
રાજે તસતસતી કિસ કિયારાના હોઠ પર મૂકી દીધી અને કિયારાના બાકીના શબ્દો સીધા રાજના મોઢામાં દાખલ થયા. લિપ-લૉક દરમ્યાન રાજના હાથ કિયારાની પીઠ પર ફરતા હતા. ટેરવાંને પણ જાણે બુદ્ધિ ફૂટી હોય એમ એ સમજી ગયાં કે કિયારાએ અંદર કોઈ ઉપવસ્ત્ર પહેર્યાં નથી. 
રાજના આખા શરીરમાં કરન્ટ પસાર થઈ ગયો અને પસાર થયેલા એ કરન્ટ વચ્ચે જ નવી પૅટર્નના ડ્રેસની પાછળના ભાગમાં આવેલી ચેઇનની નીડલ રાજના હાથમાં આવી ગઈ.
સરરર....
રાજે ચેઇન ખોલી અને શોલ્ડરલેસ વાઇટ ડ્રેસ એની જાતે જ સરકી ગયો.
કિયારા સંપૂર્ણ બર્થ-સૂટમાં આવી ગઈ. તેના માટે આ અનુભવ સાવ નવો હતો. વાઇફ તરીકે તેણે આજ સુધી જે રતિક્રીડા કરી હતી એ ટિપિકલ હસબન્ડ-વાઇફ વચ્ચે હોય એ પ્રકારની હતી પણ આજે પહેલી વાર રાજ જાણે કે બૉયફ્રેન્ડ બનીને તેને ટ્રીટ કરતો હતો. આવેગના એ વહેણમાં ખેંચાઈ જવા કિયારાએ આંખો બંધ કરીને જાતને સરન્ડર કરી દીધી પણ જો એ સમયે કિયારાએ મિરરમાં જોયું હોત તો ચોક્કસ તેનું હૃદય ધબકારા ચૂકી ગયું હોત.
કિયારાના વક્ષઃસ્થળના ઉભાર પર રાજ ઝૂક્યો હતો પણ મિરરમાં એ જ દૃશ્ય જૂદું દેખાતું હતું. મિરર દેખાડતો હતો કે રાજ સાથે કિયારા નહીં પણ શહેનાઝ છે અને રાજ અને શહેનાઝ વનનેસની ભાવ સાથે એકબીજામાં ખોવાઈ ચૂક્યાં છે.
lll
‘હવે આંધળોપાટો...’
સના બોલી પણ સિદ્ધાર્થ માટે 
આ નામ સાવ અજાણ્યું હતું. બ્રેકફાસ્ટ પૂરો કરીને થોડી વાર ગાર્ડનમાં પકડાપકડી કર્યા પછી હવે બધાં થાકીને બેસી ગયાં એટલે સનાએ જ નવી ગેમનું સજેશન આપ્યું.
‘એમાં શું કરવાનું હોય...’
સિદ્ધાર્થે પૂછ્યું એટલે સારાએ તેને સરળ ભાષામાં સમજાવ્યું,
‘આંધળોપાટો એટલે માર્કો પોલો...’ 
‘ઓહ, એમ... આંખે પટ્ટી બાંધીને...’
‘રાઇટ.’ સારાએ સના સામે જોયું, ‘પહેલાં કોનો ટર્ન દાવ દેવાનો?’
‘હું.’ સિદ્ધાર્થે હાથ ઊંચો કર્યો, 
‘હું ફર્સ્ટ.’
સિદ્ધાર્થ અવળો પણ ફરી ગયો આંખે પટ્ટી બંધાવવા માટે. સારા કે સનાને જરા પણ મન નહોતું કે સિદ્ધાર્થ દાવ આપે પણ સિડની જીદ તેમને ખબર હતી એટલે કોઈ જાતની દલીલ વિના બન્ને માની ગયાં અને સિદ્ધાર્થની આંખે પટ્ટી બાંધી બન્ને સંતાઈ ગયાં.
‘આવું?’
સલામત જગ્યાએ સંતાઈ ગયા પછી સારા અને સનાએ રાડ પાડી.
‘યેસ, પ્રોસીડ...’
ક્યાંય ભટકાઈ ન જવાય એવા ભાવથી સિદ્ધાર્થ બન્ને હાથ આગળ કરીને સારા-સનાને શોધતો આગળ વધ્યો. એક જ દિશામાં આગળ વધતા સિદ્ધાર્થને અચાનક જ જાણે કે બધું દેખાવું શરૂ થયું હોય એમ તેણે બન્ને હાથ પાછળ લઈ લીધા અને ચાર સ્ટેપ ચડીને જે લાઇબ્રેરીમાં જઈ શકાતું હતું એ લાઇબ્રેરીમાં દાખલ થયો.
લાઇબ્રેરીમાં કોઈ બારી નહોતી એટલે મોટા ભાગે અંદર અંધારું જ રહેતું. 
અત્યારે પણ લાઇબ્રેરીમાં અંધકાર હતો અને એ અંધકારમાં વધારો કરવાનું કામ સિદ્ધાર્થની આંખ પર રહેલી પટ્ટી કરતી હતી. જોકે સિદ્ધાર્થને એ અંધકારની કોઈ તકલીફ નહોતી પડતી. એ એવી જ રીતે આગળ વધતો હતો જાણે કે તેને કોઈ અદૃશ્ય તાકાત અંદરની તરફ ખેંચતી હોય.
lll
ધાડ...
રૂમમાં એકઠો થયેલો કચરો પ્લાસ્ટિક બૅગમાં ભરીને રાજે સેસિલ વિલાના પાછળના ભાગમાં રહેલી મોટી ડસ્ટબિનમાં ફેંક્યો.
મધુ પાછળના ભાગમાં ઊભો હતો. રાજ જેવો પાછો ફર્યો અને ઘરમાં દાખલ થયો કે તરત જ જ મધુ આગળ વધ્યો અને ડસ્ટબિન પાસે પહોંચ્યો. 
પાછળ ફરીને તેણે રાજ ક્યાં છે એ જોઈ લીધું અને પછી ઝપટ મારીને તેણે તરત જ એ પ્લાસ્ટિક બૅગને ફેંદવાની શરૂ કરી. અંદર રહેલું અને શહેનાઝે યુઝ કરેલું એક સૅનિટરી પૅડ તેણે ઊંચકી લીધું તો પરઝાન જેનાથી રમતો એ ફાટી ગયેલો સૉફ્ટ ટૉયનો જોકર પણ મધુએ લઈ લીધો અને ફરી એક વાર પાછળ જોઈને ક્ષણના છઠ્ઠા ભાગમાં 
તે ઝાડીઓમાં ગુમ થઈ ગયો. 
lll
કિયારાએ મિરર સામે છેલ્લી વાર જોયું. રાજે વીંખી નાખેલો મેકઅપ તેણે ફરીથી ટચઅપ કરી લીધો હતો અને તે ફરી રેડી થઈ ગઈ હતી.
‘હમં...’
મિરરમાં પોતાને જ જોઈને ખુશ થયેલી કિયારાએ નીચે આવવા માટે રૂમની બહાર નીકળવા માટે પગ ઉપાડ્યા અને એ જ સમયે જોરથી 
ધડાકો સંભળાયો. 
કિયારા ધ્રૂજી ગઈ.
જે સમયે ધડાકો સંભળાયો એ સમયે રાજ ફરીથી ઉપર આવવા માટે પગથિયાં ચડતો હતો. ધડાકો સાંભળીને રાજના પગ અટકી ગયા. તે વિચારે કે કાંઈ કરે એ પહેલાં જ ધડાકાની પાછળ જ ચીસ આવી.
ચીસ સાંભળીને રાજના પગ પણ અટકી ગયા અને તે તરત જ અવળો ફર્યો અને ફરી ભાગતો નીચેની સાઇડ પર આવવા માટે દોડ્યો. રાજના મનમાં બચ્ચાંઓ આવી ગયાં હતાં તો રૂમમાં રહેલી કિયારાના મનમાં પણ ધડાકા પછીની એ ચીસને કારણે સારા-સના અને સિદ્ધાર્થ જ આવ્યાં હતાં. તે પણ ભાગતી રૂમની બહાર નીકળી.
lll
રાજ અને કિયારા બન્ને અવાજ આવ્યો હતો એ દિશામાં ભાગ્યાં અને લાઇબ્રેરીમાં દાખલ થયાં. અંદર કોઈ દેખાયું નહીં એટલે રાજે કિયારા સામે જોયું. કિયારાએ તરત જ બૂમ પાડી.
‘સિડ... સારા...’
‘વી આર હિયર...’ રાજે અવાજની દિશામાં જોયું, લાઇબ્રેરી રૂમમાં આવેલી સીડી પર સારા ઊભી હતી અને સના તથા સિદ્ધાર્થ પણ ત્યાં જ હતાં.
રાજે હવે નીચેના ભાગમાં જોયું. લાઇબ્રેરીની બરાબર વચ્ચેના ભાગમાં એક મોટો કબાટ ઊંધો પડ્યો હતો. અવાજ એ કબાટનો આવ્યો હતો. કબાટને જડવામાં આવેલા કાચ ફૂટ્યા હોવાથી કબાટની ફરતે કરચ પથરાઈ ગઈ હતી. રાજે સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થના શરીરમાં આછી સરખી ધ્રુજારી હતી. રાજે મનોમન અનુમાન બાંધી લીધું કે આ કારનામા સિદ્ધાર્થના છે અને એટલે જ તે ડરી રહ્યો છે.
કિયારાએ સિદ્ધાર્થ સામે ગુસ્સા સાથે જોયું પણ સિદ્ધાર્થના ચહેરા પર સ્માઇલ આવી ગયું, જેણે કિયારાના તંગ ચહેરા પર હળવાશ લાવવાનું કામ કર્યું.
‘થયું શું?’ 
રાજ ધીમે-ધીમે પગથિયાં ચડતો ઉપર આવ્યો એટલે સારા સામે આવી.
‘સિડ એની પાછળ સંતાવા ગયો એમાં કપબર્ડ પડ્યો...’
‘હમં...’ રાજ કપબર્ડ પાસે 
આવ્યો, ‘જાઓ, તમે લોકો હાથ ધોઈ આવો... ગો.’
બચ્ચાંઓ જેવાં ગયાં કે રાજે ફરી એક વાર આજુબાજુમાં નજર કરી. ઑક્શન સમયે લાઇબ્રેરી દેખાડવામાં આવી હતી પણ અહીં આવ્યા પછી તે એક પણ વખત આ એરિયામાં આવ્યો નહોતો. 
રાજ ફરી વાર સીડી તરફ આગળ વધ્યો અને ધીમે-ધીમે તે પગથિયાં ચડવા માંડ્યો. તેની જે ચાલ હતી એ ચાલ જોઈને કિયારા પણ તેને રોકી શકી નહીં.
દસેક પગથિયાં ચડ્યા પછી નરી આંખે પણ જોઈ ન શકાય એવું અંધારું થઈ જતાં રાજે મોબાઇલ ટૉર્ચ શરૂ કરી અને ટૉર્ચના સહારે તે ઉપર ચડ્યો. 
ઉપર જઈને રાજે ટૉર્ચની લાઇટ એ વિસ્તાર પર ફેંકી. ખાસ્સી મોટી, લગભગ બે હજાર સ્ક્વેર ફીટની જગ્યા હોય એવડો મોટો હૉલ હતો એ. રાજની આંખો હૉલને જોઈને મોટી થઈ ગઈ. આ જગ્યાનો કોઈ ઉલ્લેખ ઑક્શનમાં નહોતો કરવામાં આવ્યો. ટૉર્ચની લાઇટના આધારે રાજ ચાલતો એક બારી પાસે આવ્યો અને તેણે બારી ખોલી.
ખટાક...
બારી ખૂલતાં આછો સરખો પ્રકાશ અંદર આવ્યો અને જાણે કે એ પ્રકાશથી આંખો અંજાઈ હોય એમ હૉલમાં રહેલાં ત્રણચાર ચામાચીડિયાંએ ઊડાઊડ ચાલુ કરી દીધી. પોતાને એ ચામાચીડિયાંથી બચાવતાં રાજ સહેજ આગળ વધ્યો પણ આવી રહેલી બદબૂ માથું ફાડી નાખે એવી તીવ્ર થઈ ગઈ અને રાજે અટકીને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને નાક દબાવી દીધું. જોકે એ પછી પણ બદબૂની અસર તો એટલી જ તીવ્ર હતી.

વધુ આવતા શનિવારે

columnists Soham