રાજગરો, કુટીનો દારો અને મોરૈયો છે શ્રાવણનું સુપરફૂડ

31 July, 2020 10:53 PM IST  |  Mumbai | Varsha Chitalia

રાજગરો, કુટીનો દારો અને મોરૈયો છે શ્રાવણનું સુપરફૂડ

રાજગરો લોહીમાં શુગરનું લેવલ વધવા દેતો નથી તેથી ડાયાબિટીઝના દરદીઓ માટે શ્રેષ્ઠ ધાન્ય છે.

એકટાણા કે ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે મુખ્યત્વે આ ત્રણ ધાન્ય ખવાય છે. આ ફરાળી ચીજોના ફાયદા જાણશો તો સમજાઈ જશે કે શ્રાવણ અને ચાતુર્માસમાં આરોગ્યની કાળજી રાખવા શા માટે આ ધાન્યો ખાવાની સલાહ આપવામાં આવી છે.

શ્રાવણ મહિનો અને ચાતુર્માસ શરૂ થઈ ગયા છે. અનેક લોકો અત્યારે ઉપવાસ કરતા હશે. આપણે ત્યાં શ્રાવણ માસમાં ઉપવાસ કરવાનાં મુખ્ય બે જ કારણો હોય છે, ધાર્મિક શ્રદ્ધા અને વજન ઘટાડવું. એમાંય આખું વર્ષ જન્ક ફૂડ ને આચરકૂચર ખાવાની ટેવ ધરાવતા લોકો વજન ઘટાડવાના આશયથી ઉપવાસ કરતા હોય ત્યારે ફરાળી વાનગીઓનું વ્યવસ્થિત લિસ્ટ બનાવવું અગત્યનું છે જેથી શરીરને જરૂરી ઊર્જા મળી રહે. ઉપવાસમાં ખાઈ શકાય એવી સામગ્રીનું લિસ્ટ બહુ લાંબું થતું જાય તો એના ફાયદા ઘટી જાય. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો શ્રાવણ મહિનો શરીરને રીચાર્જ અને રિજુવિનેટ કરવા માટે છે. ફરાળમાં ઉપયોગમાં લેવાતા રાજગરો, સામો (મોરૈયો) અને કુટીનો દારો ખાવાનાં વૈજ્ઞાનિક કારણો છે. શ્રાવણ માસમાં આરોગવામાં આવતાં આ ત્રણેય અનાજના અઢળક ફાયદા વિશે જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા શું કહે છે એ સમજી લો.
હવામાન પરિવર્તન
વરસાદમાં મલેરિયા, ડેન્ગી, ન્યુમોનિયા, ટાઇફૉઇડ, ડાયેરિયા જેવી બીમારીઓ માથું ઊંચકે છે. દૂષિત પાણીના લીધે વારંવાર માંદા પડી જવાય છે. અસ્થમા અને ફેફસાં સંબંધિત રોગના દરદીઓએ આ સીઝનમાં આરોગ્યની ખાસ કાળજી રાખવી પડે છે. તેમને કફ-શરદી અને થ્રોટ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. બહારના હવામાનના કારણે પાચનક્રિયા મંદ પડી જવાથી ઍસિડિટી, ગૅસ, કબજિયાતની તકલીફ ઊભી થાય ત્યારે ઘઉં, ચોખા, જુવાર, અડદની દાળ જેવાં પચવામાં ભારે અનાજનો ઉપયોગ સાવ ઓછો કરી નાખવો જોઈએ. મૉન્સૂન અને શ્રાવણ માસ સાથે આવે છે એની પાછળ કોઈ સંકેત છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે રાજગરો, મોરૈયો અને કુટીનો દારો માત્ર ફરાળી સામગ્રી છે, જેમનો ઉપવાસ હોય એ લોકો ખાય. ફરાળના દૃષ્ટિકોણથી નહીં પરંતુ વરસાદની ઋતુમાં ઓવરઑલ હેલ્થ કૅર માટે ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ત્રણેય અનાજ સહેલાઈથી પચી જાય છે. ઉપવાસનો અર્થ થાય છે શરીરને ડિટૉક્સિફાઇ કરવું. પોષક તત્ત્વોથી ભરપૂર ફરાળમાં વપરાતાં અનાજ શરીરમાંથી ઝેરીલાં તત્ત્વો બહાર ફેંકવામાં ઉપયોગી છે. એનાથી શરીરને એનર્જી મળે છે. હાઈ પ્રોટીન ધરાવતા રાજગરો, કુટીનો દારો અને મોરૈયાની તમારા શરીર પર સકારાત્મક અસર પડે છે. ઍસિડિટી અને ગૅસની સમસ્યાથી છુટકારો થતાં શરીર હળવુંફૂલ થઈ જાય છે. શરીરનાં અંગોને આરામ આપવા તેમ જ મેટાબોલિઝમને રીસેટ કરવા ચોમાસામાં ફરાળી વ્યંજનો ખાવાની સલાહ છે.
હેલ્થ બેનિફિટ્સ
રાજગરો, કુટીનો દારો અને મૌરૈયો ત્રણેય સિરિયલ્સ હોવાથી ગુણધર્મો લગભગ સરખા જ છે. એમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર, કૅલરી, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ છે. સો ગ્રામ અનાજમાં અંદાજે ૨૫૦થી ૩૦૦ કૅલરી પ્રાપ્ત થાય છે. પ્રોટીનની માત્રા ૨.૫થી ૨.૭ની વચ્ચે હોય છે. ફરાળમાં વપરાતાં ત્રણેય ધાન્ય ખાવાના ઘણાબધા હેલ્થ બેનિફિટ્સ છે. જોકે કુટીનો દારો સર્વશ્રેષ્ઠ છે. આયર્નનો મુખ્ય સ્રોત ધરાવતા કુટીના દારાને તમે શ્રાવણનું સુપર ફૂડ કહી શકો. આ ધાન્ય ધમનીમાં થતા ચરબીના થરને અટકાવવામાં મદદ કરે છે. નિયિમિતપણે એનો ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. કુટીનો દારો ખાવાથી હૃદય મજૂબત બને છે.
રાજગરો નામ પ્રમાણે ગુણો ધરાવે છે. રાજ એટલે રાજા અને ગરો એટલે ગ્રેઇન. બધા લોટમાં એનું સ્થાન રાજા જેવું છે. પચવામાં હળવો હોવાથી દરેક ઉંમરની વ્યક્તિ અને કોઈ પણ રોગના દરદી ખાઈ શકે છે. રાજગરો લોહીમાં શુગરનું લેવલ વધવા દેતો નથી તેથી ડાયાબિટીઝના દરદીઓ માટે શ્રેષ્ઠ ધાન્ય છે. એમાં આયર્નની માત્રા ઘણી વધારે હોવાથી સ્ટૅમિના વધે છે. ચોમાસાની મોસમ અને વર્તમાન વાતાવરણમાં રોગ સામે લડવા રાજગરો ખાસ ખાવો જોઈએ. ઍન્ટિઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતા રાજગરામાંથી પ્રોટીન, વિટામિન, ફૉસ્ફરસ, પોટૅશિયમ વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ફરાળમાં સૌથી વધુ ખવાતો મોરૈયો એક પ્રકારના ચોખા છે. વિદેશમાં એને બિલ્યન ડૉલર ગ્રાસ કહે છે. ઘાસને ખોદતાં જે દાણા નીકળે છે એને આપણે ખાઈએ છીએ. સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બન્ને પ્રકારના ફાઇબરનો મુખ્ય સ્રોત ધરાવતો મોરૈયો શરીરમાં રક્ત પરિભ્રમણમાં સહાયકની ભૂમિકા ભજવે છે. ઉપરોક્ત ત્રણેય ધાન્ય ગ્લુટન-ફ્રી હોવાથી ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદીઓ પણ ખાઈ શકે છે.
કઈ રીતે ખાશો?
શૉર્ટ ટર્મ ફાસ્ટિંગમાં આરોગવામાં આવતી ફરાળી વાનગીઓ તમારા શરીરમાં ફૅટી ટિશ્યુને તોડવામાં સહાય કરે છે તેમ જ મેટાબોલિઝમ સુધારે છે એવાં કેટલાંક રિસર્ચ સામે આવ્યાં છે. અઠવાડિયે બે વાર રાજગરાના લોટમાં ઘી-દેશી ગોળ નાખીને બનાવેલો શીરો ખાવાથી શરીર સુડોળ બને છે એવો ઉલ્લેખ છે. જોકે ઉપવાસ માટેનો શીરો બનાવવામાં ગોળનો ઉપયોગ થતો નથી. એવી જ રીતે મોરૈયો અને કુટીના દારામાંથી જુદાં-જુદાં સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવામાં આવે છે. ખાવાના શોખીનો માટે ફરાળી ઢોસા, પાણીપૂરી, ફ્રૅન્કી, પૅનકેક જેવી અઢળક વાનગીઓનો રસથાળ હોય ત્યારે ઉપવાસ કરવાનું મન થઈ આવે. ઉપવાસમાં અનેક લોકો જલસો કરતા હોય એ રીતે તળેલી વાનગીઓ ઝાપટતા જોવા મળે છે. સરવાળે વજન ઘટવાની જગ્યાએ વધી જાય છે અને પેટ પણ બગડે છે.
ઉપવાસ શરીરના સ્નાયુઓ અને પાચનતંત્રને આરામ આપવા માટે કરવામાં આવે છે, એની પાસેથી વધુ કામ લેવા માટે નહીં. ઉપવાસ કરવાના આરોગ્યવિષયક ફાયદા થાય તો જ કરવા જોઈએ. ધાન્યમાંથી બનતી ફરાળી વાનગીઓ અને અને આરોગવાની સાચી પદ્ધતિ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ફરાળી વાનગીઓને જીભના ચટાકા માટે નહીં પણ આરોગ્ય માટે ખાવી જોઈએ. પોષક તત્ત્વોથી ભરપૂર રાજગરાના લોટમાંથી થેપલાં કે પરાઠાં બનાવીને ખાઈ શકાય છે. રાજગરાના લોટમાંથી તળેલી પૂરી ખાશો તો હેવી થઈ જશે. એમાંથી થેપલાં કે પરાઠાં બનાવીને ખાવાં જોઈએ. ખમણેલી દૂધી સાથે લોટ બાંધવાથી પાણી ઍડ કરવાની જરૂર પડતી નથી. દૂધી અને રાજગરાના કૉમ્બિનેશનથી ટેક્સ્ચર સરસ આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. થેપલાં સાથે દહીં, કાકડીનું રાઈતું કે શ્રીખંડ ખાઈ શકાય. રાજગરાના લોટમાં દહીં ઉમેરી કઢી બનાવી શકાય. આ કઢીને મોરૈયા સાથે ખાવામાં આવે છે.’

કુટીનો દારો આખો જ ખાવો જોઈએ. ખાવાના શોખીનો એને બારીક લોટ જેવો દળી નાખે છે. પછી એમાંથી ખીરું તૈયાર કરી ઢોસા કે પૂડલા બનાવીને ખાય છે, જે ખોટી રીત છે. આમ કરવાથી એના ટેક્સ્ચર અને ટેસ્ટમાં ફરક પડી જાય છે. કુટીના દારામાંથી બનાવેલાં ઢોકળાં કમ્પ્લીટ મીલ છે. ઢોકળાં ઉતારતી વખતે એમાં મીઠું ઉપરાંત આદું-મરચાં વાટીને નાખવાથી મજેદાર લાગે છે. કુટીના દારામાં નાના-નાના સ્ટોન હોવાથી વાપરતાં પહેલાં સરખી રીતે સાફ કરી લેવો. ઢોકળાં અથવા ખીચડી બનાવતાં પહેલાં એને દહીંમાં પલાળી રાખવો. ઉપવાસમાં સામો અથવા મોરૈયો સ્વાદિષ્ટ લાગે છે. મોરૈયામાં પણ કાંકરા આવતા હોવાથી સાફ કરી લેવો. આ ધાન્ય રાઇસનું બેસ્ટ રિપ્લેસમેન્ટ છે. જેમને રોજ જમવામાં ભાત ખાવાની ટેવ હોય એ લોકો મોરૈયામાંથી બનાવેલો રાઇસ અથવા કુટીના દારામાંથી બનાવેલી ખીચડી અને દહીં ખાય તો સંતોષ થાય છે. ફરાળી વાનગી સાથે દહીં ખાવાનું માહાત્મ્ય છે એનાં પણ વૈજ્ઞાનિક કારણો છે. ઉપવાસ અને વરસાદમાં પ્રો-બાયોટિક ફૂડ પર ફોકસ રાખવું જોઈએ. દહીં શ્રેષ્ઠ વિકલ્પ છે. ડાયેરિયા થાય તો આપણે દૂધ નથી પીતા, પણ દહીં ખાઈએ છીએ. દહીંમાંથી એમિનો ઍસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. એટલે જ મોટા ભાગની ફરાળી વાનગીઓમાં દહીં વાપરવા પર ભાર મૂકવામાં આવે છે. દહીંને રૂમ ટેમ્પરેચર પર લાવી અથવા ગરમ કરીને ખાવાથી ફાયદો થાય છે. દહીં ઉપરાંત તમામ વાનગીને રાંધતી વખતે આદું-મરચાં અને લીંબુનો ઉપયોગ કરી શકાય. આદું-મરચાં વાનગીનો સ્વાદ વધારે છે તેમ જ આરોગ્ય માટે પણ ગુણકારી છે.
કુટીનો દારો, રાજગરો અને મોરૈયો એવાં ધાન્યો છે જેને શ્રાવણ માસ પૂરતું જ નહીં, બારેમાસ ખાવાં જોઈએ. ગ્લુટન-ફ્રી ડાયટ ફૉલો કરવાવાળા માટે બેસ્ટ ઑપ્શન છે. ખાસ કરીને ચોમાસાના ચાર મહિના (ચાતુર્માસમાં) એનો વપરાશ વધારી દેવાથી શરીરનો કાયાકલ્પ થઈ જાય છે. ઉપવાસમાં ખવાતી સામગ્રીઓની સાચી પસંદગી અને એને વાપરવાની રીતને સમજી રસોઈનું આયોજન કરવામાં આવે તો ફરાળી વાનગીઓ ખાવાના ફાયદા જ ફાયદા છે.

રાગજગરા પુરી

મૌરૈયો

columnists Varsha Chitaliya