ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મુકતા પત્નીને પીડા થાય છે

31 December, 2020 07:49 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મુકતા પત્નીને પીડા થાય છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. તેને પટાવતાં મને નવ નેજાં પાણી ઉતર્યાં હતા. એટલું જ નહીં, તે માની પછી બન્નેના ઘરવાળાઓનો વિરોધ વચ્ચે આવ્યો. આખરે બન્ને પરિવારોથી છુટા પડીને અમે લગ્ન કર્યાં એ વાતને સવા વરસ થશે. હવે મારી મૂળ સમસ્યા આવે છે. આટલા વખતમાં હજી સુધી અમે યોનિ સમાગમ કર્યો નથી. મારી વાઇફ ખૂબ શરમ-સંકોચવાળી છે. જોકે ફોરપ્લે દરમ્યાન તે ખીલી ઊઠે છે. જોકે એનાથી આગળ વધીએ એટલે કે યોનિપ્રવેશ કરવાની કોશિશ કરું એટલે તેને દુખાવો થવા લાગે છે. મૅરેજ પછી અમે હનીમૂન માટે ચાર દિવસ બહાર ગયેલાં ત્યાં પણ અમે માત્ર ફોર-પ્લે જ કરેલું. અમે પરસ્પરને મુખમૈથુન કરી આપીએ છીએ, હસ્તમૈથુન કરી આપીએ છીએ, પણ સમાગમ નથી થઈ શકતો. ઇન્દ્રિયપ્રવેશ થાય છે, પણ પત્નીને બહુ દુખે છે એટલે વચ્ચે જ અટકી જઈએ છીએ. છેલ્લા બે મહિનાથી તો અમે સમાગમનો પ્રયત્ન પણ નથી કર્યો; ઓરલ સેક્સથી જ પરસ્પરને સંતોષી લઈએ છીએ. શું મારી સેક્સલાઇફ આવી જ રહેશે? પત્નીને પીડા આપીને સુખ ભોગવવાનું મન નથી થતું, છતાં વચલો કોઈ માર્ગ નીકળતો હોય તો સૂચવશો.

જવાબ: પહેલી વાર જ્યારે ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મૂકવામાં આવે ત્યારે સામાન્ય કરતાં થોડુંક વધુ દુખે એ સહજ છે, પણ થોડાક પ્રયત્નથી એ કામ આસાન થઈ જતું હોય છે. કાં તો તમે થોડાક દુખાવાથી ડરીને પ્રવેશ કરતાં અચકાતા રહ્યા છો કાં પછી ખરેખર તમે સિન્સિયર પ્રયત્ન કર્યા પછી પણ સમાગમ શક્ય બન્યો નથી.

યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોય તોપણ પેનિટ્રેશન દરમ્યાન પીડા થઈ શકે છે. હવે ફોર-પ્લે પછી યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ આવી છે એવું ચેક કર્યા પછી બે ટકા કૉન્સન્ટ્રેશનવાળી ઝાયલોકેન જેલી યોનિમાર્ગની આસપાસ લગાવો. એમ કરવાથી પત્નીને દુખાવાની સંવેદના ઘટી જશે. એ પછી તમે ઇન્દ્રિયપ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગે આ પ્રયોગ કરવાથી યોનિપ્રવેશ સરળ થઈ જશે ને તમે સફળ સમાગમ માણી શકશો. ધારો કે આ પ્રયોગ પણ નિષ્ફળ જાય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. કોઈ શારીરિક તકલીફ છે કે માનસિક એનું યોગ્ય નિદાન કરીને આગળ વધી શકાશે.

columnists sex and relationships dr ravi kothari