બાર કલાક અને સાત દિવસનું કામ!

20 November, 2022 01:31 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

તમને સમય ઓછો મળે એવું બની શકે, ફૅસિલિટી કે બજેટ ઓછું મળે એવું પણ બની શકે; પણ આ બધી વાતોને ક્યાંય તમારા કામ સાથે જોડવાની ન હોય. ઓછાં કે ટાંચાં સાધનો વચ્ચે પણ તમારે તો તમારું બેસ્ટ જ ડિલિવર કરવાનું છે અને એના માટે તમારે બેસ્ટ પર્ફોર્મન્સ જ લેવાનો છે

‘પ્રેમ રંગ મણિયારો’ સૉન્ગ ઐશ્વર્યા મજુમદાર અને દેવર્શી સાથે કર્યું

‘પ્રેમ રંગ મણિયારો’ સૉન્ગ ઐશ્વર્યા મજુમદાર અને દેવર્શી સાથે કર્યું. એ સૉન્ગ યુટ્યુબ પર અવેલેબલ છે. તમે એનો લુક જુઓ, એની કોરિયોગ્રાફીથી માંડીને ઇન્ટીરિયર અને એકેએક ફ્રેમમાં આવતી પ્રૉપર્ટી જુઓ તો તમને સમજાશે કે કેટલું મોટું સેટ-અપ હતું. જોકે એ પછી તમને જાણીને નવાઈ લાગશે કે એ સૉન્ગ અમે એક રાતમાં શૂટ કર્યું છે!

શીખતા રહેવાની જે વાત લાસ્ટ સન્ડેએ કરી એ વાંચીને કેટલાક ફ્રેશર કોરિયોગ્રાફરે મેસેજ કરીને પૂછ્યું કે શીખવાની આ પ્રોસેસ કેવી રીતે કરવી જોઈએ?

શીખવાનું જરા પણ અઘરું નથી અને તમે શીખવા ગયા વિના પણ સતત શીખી શકતા હો છો. ડાન્સ અને મ્યુઝિક આ બે કલાનાં એવાં ક્ષેત્રો છે જે પૃથ્વીના જન્મ સાથે જ જન્મ્યાં છે. હવામાં ડાન્સ પણ છે અને મ્યુઝિક પણ છે. પાણીની બૂંદમાં પણ ડાન્સ અને મ્યુઝિક છે તો ઝાડનાં લહેરાતાં પાનમાં પણ આ બન્ને કલાનો સમન્વય છે. શીખવા માટે વ્યક્તિની આવશ્કયતા છે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે શીખવા માટે હૃદય, મન અને આંખો ખુલ્લાં રહે. તમારે જે શીખવું હશે એ તમને સૃષ્ટિમાંથી મળશે અને એવું મળશે કે તમે એની અવગણના પણ નહીં કરી શકો. કહ્યું એમ પર્વત પરથી પડતા પથ્થરમાં પણ નૃત્ય છે અને પાંખ ફફડાવીને આકાશમાં જવાની તૈયારી કરતા પક્ષી પાસે પણ નૃત્ય છે. વહેતી નદીમાં પણ નૃત્ય છે અને ગંગાના બહાવમાં વહેતા જતા દીવામાં પણ નૃત્ય છે. નૃત્ય એકેએક ક્ષણમાં અને એકેએક પળમાં છે. બસ, એને ઓળખવાની, એને મેળવવાની અને એને જીવનમાં ઉતારવાની જરૂર છે. જો એ થઈ ગયું તો સમજો કે તમારી દરેક કોરિયોગ્રાફીમાં નાવીન્ય સતત દેખાશે અને એ દેખાવી જ જોઈએ.

બીજી વાત. એનર્જી અને ગ્રેસ બન્ને અકબંધ રહે એ પ્રકારની કોરિયોગ્રાફી હોવી જોઈએ. પ્રારંભથી લઈને અંત સુધી આ બન્ને ક્ષમતાઓ પૂરેપૂરી જળવાશે તો કોરિયોગ્રાફીમાં એક ઠહેરાવ આવશે જે જોનારાની આંખોને સંતોષ આપશે. ગયા રવિવારે કહી હતી એ જ વાત અમે રિપીટ કરીશું કે ક્યારેય ભૂલવું નહીં કે તમે ટૅલન્ટેડ છો, પણ તમારે જેમની પાસે કામ લેવાનું છે તેઓ ડાન્સની બાબતમાં સહેજ ઓછા ઊતરતા છે તો તમારી ટૅલન્ટને તમારે જુદી રીતે બહાર લાવવાની છે. ક્રિકેટનો જ નહીં, દરેક ગેમનો નિયમ છે કે પ્લેયર જે કામમાં બેસ્ટ હોય એ જ કામ તેને સોંપવું અને જો તમારા બેસ્ટ પ્લેયર જ નબળા હોય તો તેમના પ્લસ પૉઇન્ટનો મૅક્સિમમ યુઝ કરવો. 

આવું અમે અનેક વખત કર્યું છે અને એ કર્યા પછી લોકોએ કહ્યું પણ છે કે આ ઍક્ટર તો આટલો સારો ડાન્સર નથી તો પછી તમે તેની પાસેથી આટલો સારો પર્ફોર્મન્સ કેવી રીતે લીધો?
ટાઇમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓછા સમયમાં તમારે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો બની શકે છે. ફિલ્મોમાં તો મોટા ભાગે એવું જ બનતું હોય છે. હિન્દી ફિલ્મ હોય તો એના માટે પૂરતી તૈયારી કરવા ઉપરાંત રિહર્સલ્સ અને શૂટિંગ માટે પૂરતો સમય મળે છે, કારણ કે બજેટ મોટું હોય, પણ ગુજરાતી ફિલ્મો માટે એ શક્ય જ નથી. નાના બજેટ વચ્ચે ઘણી વાર રિહર્સલ્સ માટે પણ પૂરતો સમય ન મળે અને શૂટિંગ માટે તો ગણીને અમુક કલાકો મળે. એમાં કોઈનો વાંક પણ નથી. જેમ ઑડિયન્સ વધશે એમ બજેટ વધશે અને બજેટ વધશે તો આ બધામાં પણ છૂટછાટો મળશે.

જોકે મહત્ત્વની વાત  એ કે ઓછા સમયમાં પણ તમારે બેસ્ટ કામ આપવાનું છે. સ્ક્રીન કે સ્ટેજ પર ક્યારેય એવું લખાઈને નથી આવતું કે આ સૉન્ગ તો અમે આઠ કલાકમાં કર્યું છે એટલે નબળું કોરિયોગ્રાફ થયું છે. જોનારાને કે પછી ઑડિયન્સને એ બધા સાથે નિસબત નથી. તમે જો બેસ્ટ આપશો તો જ તેઓ એ સ્વીકારશે અને તમને વધાવશે.

હમણાં થોડાં વીક પહેલાં જ મેં ‘હું જ તારી હીર’ના એક સૉન્ગની વાત કરી હતી, જે એક જ રાતમાં અમે શૂટ કર્યું હતું. આવું તો અનેક વખત ગુજરાતી સૉન્ગ કે ફિલ્મમાં બન્યું છે. અમને અત્યારે ‘પ્રેમ રંગ મણિયારો’ સૉન્ગ યાદ આવે છે, જે ઐશ્વર્યા મજુમદાર અને દેવર્શી સાથે કર્યું હતું. એ સૉન્ગ યુટ્યુબ પર અવેલેબલ છે. તમે એનો લુક જુઓ, એની કોરિયોગ્રાફીથી માંડીને ઇન્ટીરિયર અને એકેએક ફ્રેમમાં આવતી પ્રૉપર્ટી જુઓ તો તમને સમજાશે કે કેટલું મોટું સેટ-અપ હતું, પણ એ પછીયે તમને જાણીને નવાઈ લાગશે કે એ સૉન્ગ અમે એક રાતમાં શૂટ કર્યું છે!

હા, એક રાતમાં અમે સાત દિવસનું જેટલું કામ હોય એ પૂરું કર્યું હતું. અફકોર્સ, એ ત્યારે જ શક્ય બને જ્યારે બધું પ્રી-પ્લાન્ડ અને ઑર્ગેનાઇઝ્ડ હોય. જોકે જરૂરી નથી કે દરેક વખતે તમને એવું જ મળે. બને કે નબળી તૈયારીઓ પણ તમને મળે, પણ એ નબળી તૈયારીઓ વચ્ચે આપણે આપણું બેસ્ટ 
રિઝલ્ટ કેવી રીતે લેવું એ જોવાનું કામ કોરિયોગ્રાફરનું છે.

columnists