પિરિયડ્સ અનિયમિત છે, બ્રેસ્ટ્સ પર થોડાક વાળ ઊગ્યા છે, શું કરવું?

26 January, 2021 07:49 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પિરિયડ્સ અનિયમિત છે, બ્રેસ્ટ્સ પર થોડાક વાળ ઊગ્યા છે, શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું હજી જસ્ટ નાઇન્ટીન યરની છું. મને પિરિયડ્સ અનિયમિત છે અને એની ખૂબ ચિંતા રહે છે. મને અટ્રૅક્શન હોવા છતાં હું કોઈનીયે સાથે આગળ નથી વધી એનું કારણ છે કે મને બ્રેસ્ટ્સ પર થોડાક વાળ ઊગ્યા છે. શરૂઆતમાં રેઝરથી કાઢવાની કોશિશ કરી તો એનાથી ગ્રોથ વધ્યો છે. છાતી પર જ્યાં છોકરાઓને વાળ ઊગે છે ત્યાં નથી, પણ નીપલની આસપાસ પાંચ-સાત વાળ ઊગ્યા છે અને શેવ કરવાથી આસપાસમાં પણ વધારે વાળ ઊગે છે. શું કરવું? મારા બ્રેસ્ટની સાઇઝ પણ નાની છે. મને પિરિયડ્સ પણ અનિયમિત આવે છે. શું મારામાં પુરુષ હૉર્મોન્સ વધી ગયા છે કે પછી કંઈક ગરબડ છે? પ્યુબર્ટી એજ પછી સ્ત્રીઓમાં જે પરિવર્તનો થાય એ બધાં જ મારામાં થયાં છે, પણ બ્રેસ્ટ્સ પરના વાળથી ખૂબ જ શરમ આવે છે. આ જ કારણોસર હું મારા બૉયફ્રેન્ડ સાથે વધુ ઇન્ટિમસી કરવાનું ટાળું છું. મને સમજાતું નથી કે મને આ રીતે જોઈને તે કેવી રીતે રીઍક્ટ કરશે. શું આ નૉર્મલ છે? કાયમી ધોરણે ત્યાંના વાળ દૂર કરવા હોય તો શું થઈ શકે?

જવાબ: સ્ત્રીઓમાં બ્રેસ્ટ્સ પર વાળ ઊગવા એ હૉર્મોનલ અસંતુલન દર્શાવે છે. જ્યારે પુરુષ હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે ત્યારે આવાં લક્ષણો દેખાય છે. જોકે તમે કહો છો કે તમને માસિક પણ અનિયમિત આવે છે એ બતાવે છે કે તમને જરૂર હૉર્મોન્સમાં કંઈક તકલીફ છે. શરીર પર જ્યાં સ્ત્રીઓને ન હોય એવી જગ્યાઓ પર વાળ ઊગવાનું શરૂ થાય એ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ હોવાની શક્યતા દર્શાવે છે.

અલબત્ત, એમાં શરમાવા જેવું નથી. તમે ગાયનેકોલૉજિસ્ટને મળો. તેઓ તમારાં લક્ષણો તપાસીને કેટલાક હૉર્મોન્સની બ્લડટેસ્ટ કરાવવાનું કહેશે. એ રિપોર્ટમાં જે નિદાન થાય એ મુજબ આગળ વધો.

રેઝરથી વાળ શેવ કરવાથી એ જગ્યાએ વધુ ઘેરા અને જાડા વાળનો ગ્રોથ થાય છે. તમે એને ટેમ્પરરી ધોરણે દૂર કરવા મથો છો એને બદલે એનું પર્મનન્ટ સૉલ્યુશન શોધવું જોઈએ. લેસરથી દૂર કરાવેલા વાળ હોય તોય હોર્મોનલ અસંતુલન હોવાથી ફરી વાળ ઊગે જ છે. માટે વધુ મોડું કર્યા વિના પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. માસિકમાં અનિયમિતતા છે એ દૂર કરાવો.

columnists sex and relationships dr ravi kothari