અમારી જનરેશન એમ જ કોઈ બદલાવ એક્સેપ્ટ નથી કરતી

09 April, 2021 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની યંગ જનરેશનમાં ઍન્ગ્ઝાયટી બહુ જોવા મળે છે. કેમ કે અમારી થિન્કિંગ પ્રોસેસ જુદી છે. જેકંઈ ઘટે છે એને અમે એમ જ સ્વીકારી નથી લેતા

શિવાની પટેલ

એવું કહેવાય છે કે આજની જનરેશનને કોઈ ચિંતા નથી, બધું જ તૈયાર ભાણે મળે છે તોય કેમ ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ તેમનો પીછો છોડતાં નથી? યસ, તો મારે એ કહેવું છે કે ઍન્ગ્ઝાયટી દરેક વ્યક્તિને ફીલ થતી હોય છે. ઓછી કે વધતી એ અલગ મૅટર છે. ઓલ્ડર જનરેશન પોતાના ઍન્ગ્ઝાયટી રિસ્પૉન્સને કન્ટ્રોલમાં રાખી શકે છે અને તેમના જીવનમાં જેકંઈ થાય છે એને એમ જ કોઈ સવાલ કર્યા વિના એક્સેપ્ટ કરવાની માનસિકતા ધરાવે છે. જ્યારે અમારી જનરેશનને બધું જ જાણી લેવું છે. અચાનક જીવનમાં આવેલા બદલાવ કે સિચુએશનમાં આવેલા સડન ચેન્જને એમ જ એક્સેપ્ટ નથી કરી લેતી. અમારી જનરેશન ખૂબ વિચારે છે. આવું કેમ થયું, આવું હંમેશાં થાય? આવું ન થાય એ માટે શું થઈ શકે? ઍન્ડ સો ઑન...

સી, અમે યંગસ્ટર્સ બહુ સોશ્યલ હોઈએ છીએ. અમારા માટે ફૅમિલી ઉપરાંત ફ્રેન્ડ્સ અને સોશ્યલ લાઇફ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. રોજ અમે નવા-નવા લોકોને મળીએ. નવા અનુભવો અને નવી રિયલિટીને ફેસ કરીએ. યંગસ્ટર તરીકે અમને બધું _રૂટીનલી ચાલતું હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ કંઈક નવું થાય, અચાનક બદલાવ આવે તો એને અમે બહુ સરળતાથી, કોઈ જ સવાલ કર્યા વિના સ્વીકારી ન લઈએ.

આમ જોઈએ તો વ્યક્તિ કોઈ પણ ઉંમરની હોય, લાઇફ સિચુએશનમાં કંઈક અનપેક્ષિત ઘટે તો બૉડી ઑટોમૅટિકલી રીઍક્ટ તો કરે જ. યસ, આજની યંગ જનરેશનમાં ઍન્ગ્ઝાયટી બહુ જોવા મળે છે. એનું કારણ એ છે કે અમારી થિન્કિંગ પ્રોસેસ જુદી છે. અમે ખૂબ વિચારીએ છીએ. જેકંઈ ઘટે એને એમ જ સ્વીકારી ન લઈએ.

અમારી જનરેશન થોડી રિબેલિંગ પણ ખરી. અમને પહેલેથી જ બધું જાણી લેવું હોય છે. મારી જ વાત કરું તો હું કદી મૂવી જોવા જાઉં ત્યારે મને પહેલેથી એની સ્ટોરી શું છે એની ખબર હોવી જોઈએ. હું કદી એમ જ મૂવી જોવા થિયેટરમાં ન પહોંચી જાઉં. ભલે એ બ્રૅન્ડ ન્યુ મૂવી હોય. પહેલાં ગૂગલ કરીને એની સ્ટોરીમાં શું છે એ જાણી જ લઉં. મને મૂવી જોતી વખતે પણ સરપ્રાઇઝ નથી ગમતી. હવે પછી શું થશે એવું વિચાર્યા કરવાને બદલે હું પહેલેથી જ વાંચી લેવાનું પસંદ કરું. યંગ જનરેશનને ભણતી વખતે પણ અને નવી જૉબ જૉઇન કરતી વખતે પણ કંઈક નવું ફેસ કરવાની ઍન્ગ્ઝાયટી અનુભવાતી હોય છે.

બિન્દાસ બોલ

શિવાની પટેલ, ૨૫ વર્ષ, ગ્રાન્ટ રોડ -ટીચર, થેરપિસ્ટ

columnists