ઇન્દ્રિયમાં કડકપણું નથી આવતું, કોઈ કારણ વિના આવું થાય એ શક્ય છે?

01 September, 2020 10:56 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ઇન્દ્રિયમાં કડકપણું નથી આવતું, કોઈ કારણ વિના આવું થાય એ શક્ય છે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૮ વર્ષ છે. છેલ્લા એકાદ વર્ષથી સમાગમ દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવવામાં કન્સિસ્ટન્સી નથી રહી. વીકમાં એકાદ વાર પ્રયત્ન કરું તો વાંધો ન આવે, પણ મને ક્યારેક એથી વધુ હસ્તમૈથુન કરવાનું મન થાય તો શરીર સાથ ન આપે. ઇન ફૅક્ટ, એવું જોયું છે કે વીક-એન્ડમાં કે મિની વેકેશનમાં ક્યાંક ગયા હોઈએ ત્યારે ઘણી વાર ઉપરાઉપરી બે-ત્રણ દિવસ ઇન્ટિમસી માટેની મોકળાશ મળે, પણ એ વખતે દરરોજ વાઇફને સંતોષ આપવાનું શક્ય નથી બનતું. હવે તો મેં હસ્તમૈથુન કરવાની આદત ઘટાડી દીધી હોવા છતાં સંતોષ આપવામાં નિયમિતતા નથી રહેતી. ડૉક્ટર પાસે મારા રિપોર્ટ કઢાવ્યા હતા, પણ એ બધા જ નૉર્મલ આવ્યા છે. કોઈ કારણ વિના આવું થાય એ શક્ય છે?
જવાબ : મૉડર્ન સાયન્સે કરેલા એક અભ્યાસ મુજબ ૪૫થી ૫૦ વર્ષની વય પાર કર્યા પછી લગભગ પાંચ ટકા પુરુષોને ક્વચિત ઇન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને ઉત્થાનની ફ્રીક્વન્સીમાં ફરક પડે છે. અત્યારે અઠવાડિયામાં એકાદ વખત તમે સમાગમ કરો ત્યારે વાંધો નથી આવતો, પણ દર બે દિવસે ઇન્ટિમસી માણવામાં તમને તકલીફ પડી રહી છે એ ઉંમરસહજ લક્ષણ હોઈ શકે છે.
તમે જે ડૉક્ટરો પાસે રિપોર્ટ કઢાવ્યા હતા એ શું હતા? એમાં કોઈ સેક્સોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ હતું ખરું? જો હોય તો તેમણે કઈ-કઈ ટેસ્ટ કરી હતી એ જાણવું જરૂરી છે. ખાસ કરીને તમારા કેસમાં હૉર્મોનની ટેસ્ટ જેમ કે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોલેક્ટિન ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. સાથે-સાથે ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ વધ્યું તો નથી એનું પરીક્ષણ કરવું જરૂરી છે. તમે સ્મોકિંગ કરો છો, દારૂ પીઓ છો કે પછી બ્લડ-પ્રેશર અથવા બીજી બીમારી માટે નિયમિત દવા લો છો કે નહીં એ જાણવું પણ જરૂરી છે. તમે એ જણાવ્યું નથી તો એ જણાવશો.
જ્યારે પણ તમે સમાગમ દરમ્યાન પત્નીને સંતોષ આપી નથી શક્યા એમ લાગે ત્યારે આંગળીથી અથવા તો મુખમૈથુનથી સંતોષ આપી દેવો. મનમાં આ વાતનો કૉમ્પ્લેક્સ ઊભો ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે, નહીંતર શારીરિક સમસ્યાને કારણે નહીં; પણ માનસિક કારણોસર ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવા પર માઠી અસર થઈ શકે છે.

dr ravi kothari columnists sex and relationships life and style