હરીફાઈમાંથી બહાર નીકળીને હેલ્ધી બનવાની ચાહ જરૂરી

19 November, 2021 04:53 PM IST  |  Mumbai | Bhavini Lodaya

કોવિડના ટાઇમથી મોટેરાથી લઈને બાળકો પણ આ શબ્દો ખૂબ સહજ રીતે બોલતાં થઈ ગયાં છે. ઘર-ઘરમાં અને સમાજમાં બહુચર્ચિત આ શબ્દોને ટાટા-બાય બાય કરવું ખૂબ જરૂરી છે. 

મિડ-ડે લોગો

ડિપ્રેશન, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાઇટી જેવા શબ્દો ખૂબ જ કૉમન થઈ ગયા છે. એમાં પણ કોવિડના ટાઇમથી મોટેરાથી લઈને બાળકો પણ આ શબ્દો ખૂબ સહજ રીતે બોલતાં થઈ ગયાં છે. ઘર-ઘરમાં અને સમાજમાં બહુચર્ચિત આ શબ્દોને ટાટા-બાય બાય કરવું ખૂબ જરૂરી છે. 
સામાન્ય રીતે લોકો પોતાની ક્ષમતાઓને પારખવામાં નિષ્ફળ જતા હોય છે જેને કારણે સ્ટ્રેસ તેમના જીવનનો ભાગ બની જાય છે. જો આપણે પોતાની ખૂબીઓને પારખવાનું શરૂ કરીને એ મુજબની ઍક્ટિવિટી કરીશું તો તાણ જેવું રહેશે જ નહીં. લોકોના મનમાં અનેક સવાલો છે, પણ પૂછતા ડરે છે. ઘણુંબધું કહેવું છે, પણ ખુલ્લા મને કહેતાં ડરે છે જેનાથી આ ભરાવો તાણ ઊભી કરે છે અને ડિપ્રેશનની એન્ટ્રી થાય છે. હું દરેકને કહીશ કે મન મોકળું કરીને શૅર કરો. બાળકોને પણ એવી આદત નાખો. તેમની સાથે પણ ટાઇમ વિતાવો અને તેમને પણ એક્સપ્રેસિવ બનાવો.
સરકાર અને એજ્યુકેશન સિસ્ટમને અપીલ કરવા માગું છું કે સ્કૂલ-લાઇફથી જ સાઇકોલૉજી જેવો વિષય બાળકોને ફન ઍક્ટિવિટી દ્વારા શીખવવાની શરૂઆત કરો. ઇમોશનલ સ્ટેજને મજબૂત કરો. પહેલાંના જમાનામાં નાનપણથી જ ભાવુકતાના પાઠ સાથે વ્યાવહારિક જ્ઞાન અપાતું હતું જે આજે ખૂબ જરૂરી થઈ ગયું છે. ત્યારના જમાનામાં માટીમાં લખવાની પદ્ધતિ હતી અને હાલમાં ફૉરેન કન્ટ્રીમાં સૅન્ડ બકેટમાં એબીસીડી લખાવીને શીખવવામાં આવે છે. આવી બૅક ટુ બેસિક્સ જેવી સૅન્ડ થેરપી ભારતમાં પણ પાછી ફરવી જોઈએ.
દરેક પેરન્ટ્સને કહીશ કે તમારાં બાળકોને માટીમાં રમવા દો. ગંદાં થાય તો ભલે થાય. ડિસિપ્લિનના દબાવમાં તેમને રોકો નહીં. ઘણાં લોકો રમવામાં પણ ટાઇમ સેટ કરે. એક કલાક માટીમાં રમ્યો એટલે બસ. એમ ન કરો. તેમને ખુલ્લા મને રમવા દો. રેતીમાં રમવાથી તેમના મનનું  સ્વાસ્થ્ય ખૂબ સારું થશે, કારણ કે આપણી આંગળીઓની ટિપ્સ પર બ્રેઇનની નર્વ્સ હોય છે. એમ કરવાથી તમારું બાળક કદી મેન્ટલ ઇલનેસનો શિકાર નહીં બને.
દસ વર્ષનું બાળક કમ્પાઉન્ડમાં રમતી વખતે એમ કહેતું હોય છે કે મને ઓસીડી (ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર) છે એ કેવું? મતલબ આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? સરળ જીવન જીવો. કૉમ્પિટિશન કરો, પણ હેલ્ધી કૉમ્પિટિશન કરો જેનાથી હેલ્ધી સોસાયટી બને. નહીંતર દરેક ઘરમાં ફૅમિલી ડૉક્ટરની સાથે ફૅમિલી કાઉન્સેલર જોવા મળશે અને એવું ભવિષ્ય જોવાનું કોઈનેય નહીં ગમે, રાઇટ?

શબ્દાંકન : ભાવિની લોડાયા

columnists