મારી વાઇફ અમારા સમાગમના બીજા દિવસે ઝઘડો કરે છે શું કરું?

10 March, 2021 12:59 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી વાઇફ અમારા સમાગમના બીજા દિવસે ઝઘડો કરે છે શું કરું?

ફાઇલ ફોટો

સવાલ : મારાં લગ્નને સાડા છ વર્ષ થયાં છે. અત્યાર સુધી અમારું લગ્નજીવન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ હમણાંથી મારી વાઇફ જ્યારે પણ અમે સમાગમ કરીએ એના બીજા દિવસે ઝઘડો કરે છે. તેની ફરિયાદ હોય છે કે હું એ પછી તરત જ સૂઈ જાઉં છું. મને પણ સમજાય છે કે શરૂઆતનાં વર્ષોમાં તો અમે સેક્સ પછીયે ઘણી વાર સુધી એકમેકને વળગીને વાતો કરતાં હતાં. હું તેને એ પછી ટિકલ કરીને પજવતો પણ ખરો. છેલ્લા વરસથી હું પ્રયત્ન કરું છું કે સમાગમ પછી જાગું અને પહેલાંની જેમ થોડીક પળો અમે માણીએ, પણ મારાથી એમ થતું નથી. એટલે હંમેશાં બીજા દિવસે પેલી રિસાયેલી હોય. એટલી રિસાયેલી હોય કે એને કારણે અઠવાડિયા સુધી પાછી સેક્સ માટે તૈયાર પણ ન થાય. મારી આદત સુધારવા શું કરું?
જવાબ : ઘણાં યુગલો તમારા જેવી તકલીફમાંથી પસાર થાય છે. તમારી પત્ની ખૂબ જ સમજણવાળી કહેવાય કે તેણે મનમાં ને મનમાં ખોટા વિચારો કરવાને બદલે તમને વાત કરી. દરેક પતિ-પત્ની વચ્ચે અંગત જીવનને લઈને મુકતમને વાત થવી જરૂરી છે. જો એમ ન થાય તો રિસામણાં લાંબા ચાલે અને નાની સમસ્યા મોટું સ્વરૂપ પકડી લે.
મોટા ભાગે પુરુષો થાકને કારણે ઊંઘમાં સરી પડે છે ને સ્ત્રીઓ તેમની આ સામાન્ય લાગતા ઍક્ટથી ખૂબ હર્ટ ફીલ કરે છે. મારી પાસે આવતા કેસમાં સ્ત્રીઓની સૌથી મોટી ફરિયાદ આ જ કારણથી શરૂ થઈ હોય છે અને પછી એમાંથી વાત ગંભીર સ્વરૂપ પકડે છે. શરૂઆતમાં તમે આફ્ટરપ્લેમાં સમય ફાળવતા હતા, પણ હવે તમે એમ કરવાનું બંધ કર્યું છે એનાથી તમારી પત્નીને લાગે છે કે તમને માત્ર સેક્સમાં જ રસ છે, પત્નીમાં નહીં.
આખા દિવસના કામ અને સમાગમ પછી થાક, આનંદ અને તૃપ્તિને કારણે તમને ઊંઘ આવી જાય એ સ્વાભાવિક છે. તમે એક બાબતનું ધ્યાન રાખી શકો કે ખૂબ થાક્યા હો એ દિવસે સમાગમ ન કરવો. જો એ શક્ય ન હોય તો તમે વહેલી સવારે ઊંઘ પૂરી થયા પછી સમાગમ કરી શકો છો.
એવું કહેવાય છે કે વહેલી સવારે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધારે હોય છે. રાતની ઊંઘ પૂરી થતાં થાક ઊતરી ગયો હોય ત્યારે વહેલી સવારે મળસ્કે સમાગમ કરવાથી તમને તરત ઊંઘ પણ નહીં આવે. સેક્સ પછી તમે થોડીક આળસ મરડવા માટે પણ પથારીમાં સાથે પડ્યા રહી શકશો. સવારની શરૂઆત પણ રોમૅન્ટિક રહેશે એટલે પત્નીને રિસાવાને કારણ નહીં મળે.

dr ravi kothari sex and relationships columnists