મારી પત્નીને સેક્સમાંથી રસ ઘટી રહ્યો છે શું થઇ શકે

15 September, 2020 05:12 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી પત્નીને સેક્સમાંથી રસ ઘટી રહ્યો છે શું થઇ શકે

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું નિવૃત્ત ઑફિસર છું. પત્નીની ઉંમર ૫૬ વર્ષ છે. પહેલાં તો સેક્સમાં અમને સારોએવો રસ પડતો હતો, અને તેનો સાથ પણ સારો હતો. જોકે હમણાંથી મને બહુ ઓછી ઇચ્છા થાય છે. જ્યારે પણ મને ઇચ્છા થાય અને હું તેને ઇન્ટિમસી વિશે પૂછું કે નજીક જાઉં તો તે પડખું ફેરવીને સૂઈ જાય. જોકે એ પછી હું તેને ગમતી જગ્યાઓએ ધીમે-ધીમે હાથ ફેરવું એટલે તે તૈયાર થઈ જાય. મને તે હસ્તમૈથુન પણ કરી આપે. મને પંદર-વીસ દિવસે ઇચ્છા થાય ત્યારે હું આવું કરતો ને મારી ગાડી ચાલતી. પણ હમણાંથી મને ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. પત્ની ઓરલ સેક્સ કરી આપે તો સારું કડકપણું આવે છે. પણ તેને એ માટે તૈયાર કરવામાં બહુ વાર લાગે છે. તેને ખૂબ મનાવવી પડતી હોવાથી ક્યારે અધવચ્ચે જ મારો પણ મૂડ મરી જાય છે. કાં મારો કાં મારી પત્નીનો ઇલાજ કરવો પડશે એવું લાગે છે.
જવાબઃ યુવાનીમાં કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે-ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. પહેલાં વિચારમાત્રથી ઉત્તેજના આવી જતી હોય, પણ હૉર્મોન્સમાં આવતી ઓટને કારણે એવું ન થાય એ સ્વાભાવિક છે. આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એના માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો તો અડધી સમસ્યા મટી જશે.
હવે સફળ સમાગમ માટે માત્ર કલ્પના જ નહીં, હળવો-ગમતો સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોનો ઉપયોગ કરો. તમે જ કહો છો કે તેને તમે પૅમ્પર કરો છો તો તે ઉત્તેજિત થઈ જાય છે. તમારા પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે. તેને ગમતી ચીજ કરવાથી ઉત્તેજનામાં સારોએવો વધારો થશે. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી. સંભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રક્રિયા છે. સંભોગ એ બન્ને પક્ષે થતો સમભોગ છે. તમારી વાઇફને ઉત્તેજિત કરી શકશોતો તે પણ તમને ગમતી ક્રિયાઓથી આપમેળે સંતોષ આપશે. સમજણ અને સહકાર સિવાય બીજા કોઈ ઇલાજની જરૂર નથી.

dr ravi kothari columnists