મારી પેનિસ નાની થઈ ગઈ છે, ઉત્થાન થયા પછી પણ નાની જ દેખાય છે શું કરવું?

09 March, 2020 05:38 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

મારી પેનિસ નાની થઈ ગઈ છે, ઉત્થાન થયા પછી પણ નાની જ દેખાય છે શું કરવું?

પ્રતિકાત્મક તસવીર

સવાલ: કૉલેજમાં ભણતો હતો ત્યારથી મને સ્મોકિંગની આદત હતી. ચાર વર્ષ પહેલાં સિગારેટ છોડી તો પડીકીની આદત વળગી. અત્યારે મારી ઉંમર ૩૫ વર્ષ છે. લગ્નને સાત વર્ષ થયાં છે અને મને સેક્સલાઇફમાં પ્રૉબ્લેમ શરૂ થઈ ગયા છે. મારી પેનિસ નાની થઈ ગઈ છે, ઉત્થાન થયા પછી પણ નાની જ દેખાય છે. ક્યારેક તો પૂરતી ઉત્તેજના પણ નથી આવતી. ફૅમિલી ડૉક્ટરના કહેવાથી બે મહિનાથી ગુટકા પણ બંધ કર્યું છે. જોકે સમસ્યા સૂલઝી નહીં, વધુ ઊલઝી છે. હું ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. આ ઉંમરે સંન્યાસ આવી જશે તો એની ચિંતાથી કમકમી ઊઠું છું. લાઇફમાં કોઈ રસ રહ્યો નથી. વાઇફ ગણકારતી નથી. શું કરવું?

જવાબ: સૌથી પહેલાં તો તમારા મનમાંથી તમે નપુંસક થઈ ગયા છો એ ભ્રમણા કાઢી નાખો. તમે મનથી શું વિચારો છો અને માનો છો એ સેક્સલાઇફમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સિગારેટ અને ગુટકા ખાવાનું બંધ કરીને તમે બહુ સારું પગલું ભર્યું છે. ફરી એ તરફ ડગ ન માંડતા. ઘણી વાર વ્યસન છોડતી વખતે દેખાતાં વિડ્રોઅલ સિમ્પ્ટમ્સને કારણે પણ આવી તકલીફ જોવા મળે છે. તમારી તકલીફનું સાચું નિદાન થવું જરૂરી છે. એ માટે જાણવું જરૂરી છે કે તમે હસ્તમૈથુન કરો છો ત્યારે શું થાય છે. મનમાં જે નપુંસકતાનો ડર ઘૂસી ગયો છે એ દૂર કરવા માટે એક-બે વાર વાયેગ્રાનો પ્રયોગ કરી જુઓ. ૫૦ મિલીગ્રામ દેશી વાયેગ્રા લઈને કલાક પછી હસ્તમૈથુન અથવા સમાગમ કરી જુઓ. એનાથી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થશે. અત્યારે સૌથી અગત્યનું છે કે તમારો કૉન્ફિડન્સ પાછો આવે. એક વાર તમે સફળ સંભોગ કરી શકશો તો મનની અડધી ચિંતા અને સ્ટ્રેસ ઘટી જશે. સેક્સલાઇફનો સૌથી મોટો દુશ્મન સ્ટ્રેસ છે.સાથે જ રોજ દિવસમાં બે વાર એક ગ્લાસ ગાયના દૂધની અંદર એક ચમચી ગાયનું ઘી મેળવીને પીવાનું રાખો. સાથે અડદની દાળને બાફી એને ગાયના ઘીમાં લસણ, હિંગનો વઘાર કરીને અઠવાડિયામાં બેથી ત્રણ વાર ખાવાનું રાખો.

dr ravi kothari sex and relationships columnists