મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે મારી પેનિસની સાઇઝ ડૉક્ટર પાસે ચેક કરાવું?

24 September, 2020 03:57 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે મારી પેનિસની સાઇઝ ડૉક્ટર પાસે ચેક કરાવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું કુંવારો છું અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યો છું. અમે બન્ને મુક્ત વિચારનાં છીએ અને છતાં અમે લગ્ન પહેલાં આગળ નહીં વધવાનું નક્કી કરેલું. અત્યાર સુધી અમારી વચ્ચે કિસિંગ સુધીની જ મર્યાદા તૂટેલી, પરંતુ પંદરેક દિવસ પહેલાં આવેશમાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ સુધી પહોંચી ગયાં. સમસ્યા એ થઈ કે ગર્લફ્રેન્ડને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખ્યું. મારી ઇન્દ્રિય એક્સાઇટેડ અવસ્થામાં લગભગ સાતથી આઠ ઇંચ લાંબી છે. એને કારણે મારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન અને પછી બન્ને વખત ખૂબ દુખાવો થયો. અમે કૉન્ડોમ વાપર્યું એ પછી તકલીફ ઘટી ગઈ હતી, પણ તેનો પહેલી વારનો અનુભવ એટલો આકરો રહ્યો કે તે મને લઈને ડૉક્ટર પાસે જવા માગે છે. ઇન્ટરનેટ પરના વિડિયોમાં ચેક કર્યું તો મારી સાઇઝ એકદમ નૉર્મલ છે. તેને આવી ક્લિપ બતાવું કઈ રીતે? આવા કારણસર ડૉક્ટર પાસે જવાનું પણ ઑડ લાગે છે.
જવાબ- જસ્ટ રિલૅક્સ. સાચે જ તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે, પરંતુ એકલા નહીં, તમારી ગર્લફ્રેન્ડને લઈને. તમારામાં કંઈક ખામી છે એટલા માટે નહીં, પરંતુ સેક્સ વિશેનું જ્ઞાન અધકચરું છે એને પાકું કરવા માટે જવાની જરૂર છે. અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે ભ્રામક તકલીફો થાય છે અને સંબંધોમાં વણજોઈતી મુશ્કેલીઓ પેદા થાય છે.
પુરુષના અવયવો બાબતનું તમારી ગર્લફ્રેન્ડનું અજ્ઞાન તમારા સંબંધમાં અડચણ પેદા કરી રહ્નાં છે. આ સંજોગોમાં કોઈ ઇલાજની જરૂર નથી, માત્ર સાચી સમજણ મળે એ પૂરતું છે. એક વાત સમજવાની જરૂર છે કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને એટલે જ ડિલિવરી વખતે આખું બાળક એમાંથી બહાર નીકળી આવી શકે છે. હવે કહો કે બાળકના માથાના ઘેરાવાની સામે તમારી ઇન્દ્રિયની જાડાઈ વધારે છે?
તમને જે તકલીફ થાય છે એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હોવાની શક્યતા વધારે છે. જ્યાં સુધી ફીમેલ પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી એ ભાગમાં લુબ્રિકેશન નથી થતું. ફોરપ્લેમાં વધુ સમય ગાળો અને પછી બરાબર ચીકણાશ પેદા થઈ છે કે નહીં એ ચેક કરી લો. જરૂર પડ્યે જેલી કે કોપરેલ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને દુખાવો ઓછો થશે.

dr ravi kothari columnists