વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 4)

25 November, 2021 08:21 AM IST  |  Mumbai | Rashmin Shah

‘એક બાત કહું...’ હરિસિંહ ફરી ચેમ્બરમાં આવ્યા એટલે રોશનીએ ધીમા અવાજે કહ્યું, ‘સા’બ, ગલતી મેરી હૈ...’

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 4)

‘ચાય પીઓગી?’
‘ભાઈ છીનને કી ખુશી મેં મૂંહ મીઠા કરવાના ચાહતે હો?’
હરિસિંહ સમસમી ગયા.
આ હજીયે એમ માને છે કે તેના ભાઈને પોલીસે ઇરાદાપૂવર્ક માર્યો છે. 
‘દેખો...’
‘બહોત સે દેખે હૈં તેરે જૈસે...’ રોશની મૂળ રંગમાં આવી ગઈ, 
‘સાઇઝ ઔર કલર સે જ્યાદા કોઈ ફરક નહીં હોતા.’
સટાક...
રોશનીના રૂપાળા અને નરમ ગાલ પર હરિસિંહના પહાડી હાથની આંગળીઓની છાપ પડી ગઈ. 
‘દરેક તારા જેવા નથી હોતા...’ હરિસિંહે પગથી પોતાની ખુરસીને લાત મારી, ‘સહી કહતે હૈં સબ, તુમ જૈસી રંડી કો કભી અપનાપન નહીં દેના ચાહિયે.’
પહેલી વાર હરિસિંહ સ્ત્રીદાક્ષિણ્ય ચૂક્યા હતા. કોઈ છોકરી પર દેકારો કરતા હરિસિંહને આ પોલીસ-સ્ટેશન પહેલી વાર જોતું હતું. એવું નહોતું કે લોહીનો વેપાર કરતી વ્યક્તિ પહેલી વાર અહીં આવી હતી. ના, જરાય નહીં. દર બીજા દિવસે પોલીસ-સ્ટેશન એવી વ્યક્તિને જોતી હતી, પણ આજની વાત જુદી હતી. 
પોલીસ-સ્ટેશનમાં બેઠેલી આ બાઈ હજી સાતેક કલાક પહેલાં બીભત્સ અવસ્થામાં પકડાઈ હતી. ઓરેવા કૉમ્પ્લેક્સના ચોથા માળની ઑફિસમાં તે એકલી હતી. પૂછપરછ દરમ્યાન તેણે લખાવ્યું હતું કે ‘ઓરેવા પાસેથી હું પસાર થતી હતી ત્યારે મને ગ્રાહક મળી ગયો હતો, જે મને ચોથા માળે લઈ ગયો હતો, પણ સેક્સ દરમ્યાન ફાયરિંગનો અવાજ સાંભળીને તે ભાગી ગયો.’ રોશની ગ્રાહકના ચહેરાનું વર્ણન આપી શકે એમ નહોતી. 
‘કહો તો પૅન્ટ કે અંદર કે ભાગ કા વર્ણન કર દૂં...’
‘મૈં તુઝે બાહર નિકાલના ચાહતા હૂં ઔર તુ અંદર રહના ચાહતી હૈ.’ હરિસિંહે રોશનીની હડપચી પકડી, 
‘પતા હૈ, અગર ઑપરેશન દૌરાન તુ મિલી ઐસા લિખ દિયા તો તેરા ક્યા હાલ હોગા?!’
રોશની ચૂપ રહી એટલે હરિસિંહે કહ્યું, ‘ઝિંદગીભર અંદર રહોગી...’ હરિસિંહની આંખો લાલ હતી, ‘ઔર અંદર સબ કો મુફત મેં મઝા દેતી રહોગી... તને એમ લાગે છે કે મુશ્તાકને મારીને અમને મજા આવી. હા, મજા આવી હોત, જો મુશ્તાક આંતકવાદી હોત તો. જો મુશ્તાક ખોટું કામ કરતો હોત તો. જો એતે લંપટ હોત તો... સાલે, તુમ કામ તો કોઈ સહી કરતે નહીં ઔર હક કી બાત આતી હૈ તો તબ સબ સે પહલે કતાર મેં બૈઠ જાતે હો... તમે જે રીતે બૉમ્બ ફોડો છો એમ અમારે ત્યાં ફટાકડા પણ નથી ફૂટતા.’
હરિસિંહે બારી પાસે આવ્યા.
‘ચાર કલાકથી એક જ વાત મનમાં ચાલે છે, મુશ્તાકનો ચહેરો કઈ રીતે જોઈશ. ગોળી મુશ્તાકના માથામાં વાગી છે અને એ બચ્ચાને કોઈ જોઈ નહોતું શક્યું અને તુ...’ હરિસિંહ રોશની સામે આવ્યા, ‘તમારા પર દયા રાખવાનો કોઈ અર્થ નથી.’
હરિસિંહ ચેમ્બરની બહાર નીકળી ગયા. તેનાં શૂઝનો અવાજ ધીમે-ધીમે સંભળાતો બંધ થયો એટલે રોશનીએ નજર ઊંચી કરી. 
- મુઝે ભી ખુદાને એક બડા ભાઈ દિયા હોતા...
રોશની આંસુ રોકી ન શકી. આ આંસુઓ થકી ઑપરેશન આઇસ પૂરુ થવાનું હતું. 
lll
‘વાહ, તું 
આવી ગઈ...’
ડોંગરી ચાલમાં અહમદમિયાંનું ઘર શોધવામાં રોશનીને ખાસ તકલીફ નહોતી પડી.
‘હમ ચીઝ હી ઐસી હૈ, મિયાં.’
‘અરે, તું તો ફૂલઝડી હૈ.’ 
અહમદે ઓરડીનો દરવાજો બંધ કરીને રોશનીને બથ ભરી. શુકૂન 
આપતા અહમદમિયાંના હાથ આજે રોશનીને દાહનો અનુભવ કરાવતા 
હતા. દાહક બનેલા એ હાથ રોશનીના શરીર પર ફરતો જીન્સનાં બટન પાસે આવીને અટક્યો.
‘ઉસ રાત કુત્તોંને મઝા બિગાડ 
દિયા થા.’ અહમદમિયાંએ જીન્સનું 
બટન ખોલ્યું.
lll
‘એક બાત કહું...’ હરિસિંહ ફરી ચેમ્બરમાં આવ્યા એટલે રોશનીએ ધીમા અવાજે કહ્યું, ‘સા’બ, ગલતી મેરી હૈ...’
‘ઠીક હૈ.’ 
હરિસિંહને હવે રોશનીની વાતમાં રસ નહોતો. જોકે પછીનું વાક્ય હરિસિંહના શરીરનાં રૂંવાડાં ઊભાં 
કરી ગઈ.
‘સાબ, ઉસ વક્ત એક આદમી વહાં સે ભાગ ગયા થા.’ હરિસિંહે રોશની સામે જોયું, ‘નામ અહમદ દલ. પરસોં કી રૅલી મેં વો ધમાકા કરેગા...’
‘પહલે સે ઔર સબ બતા...’ હરિસિંહ રોશની પાસે બેસી 
ગયા, ‘ફટાફટ...’ 
lll
‘અહમદ કાશ્મીરનો છે, પ્લાન ત્યાં જ બન્યો. ત્રણેક વર્ષથી અમારી વચ્ચે સંબંધ હતા. પરમ દિવસે, શનિવારે નેતાજીની જાહેર સભામાં સ્ટેજની નીચે બૉમ્બ મૂકવાનો પ્લાન છે, જો હવે કોઈ ચેન્જ ન થયો હોય તો. અહમદે સાઉન્ડ કૉન્ટ્રૅક્ટરના માણસને ફોડી લીધો છે. સ્ટેજ નીચે તે બૉમ્બ ગોઠવશે. અહમદ પાસે રિમોટ રહેશે.’ 
‘સામાન તો પકડાઈ ગયો છે.’
‘જે પકડાયો એ બીજી વખત આવેલો સામાન હતો. અગાઉ મહિના પહેલાં એક માણસ આટલો જ સામાન મૂકી ગયો હતો, પણ એક વીકથી તેનો કૉન્ટૅક્ટ નહોતો થતો એટલે સાવચેતીરૂપે આ સામાન લાવવામાં આવ્યો.’
‘અત્યારે અહમદ...’
‘મુઝે પતા હૈ વો કહાં હૈ. બસ, એક બિનતી હૈ.’ રોશનીના અવાજમાં સચ્ચાઈ હતી. ‘વો બડા ચાલાક હૈ. આપ જાએંગે તો ફિર સે વો નિકલ જાએગા...’
‘શર્ત ક્યા હૈ?’
‘વહાં મૈં અકેલી જાઉં.’ રોશનીએ હરિસિંહની આંખમાં જોયું, ‘ઔર યે શર્ત નહીં હૈ, રિક્વેસ્ટ હૈ.’
‘ફિર...’
‘મૈં ઉસે બહાર લાઉંગી.’ રોશનીનો અવાજ દૃઢ હતો, ‘અગર ભરોસા હૈ તો.’
‘મેરા કામ હી ભરોસા કરના હૈ.’ હરિસિંહ ઊભા થયા.
- અને પછીની મિનિટે 
નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ધમધમાટ શરૂ થઈ ગયો.
હરિસિંહે રોશની પર વિશ્વાસ 
મૂક્યો તો રોશનીએ તેની એક શરત માન્ય રાખી.
ડોંગરી ચાલના બે બાતમીદાર રોશનીની પાછળ રહેશે. જે સમયે 
એ બન્નેને લાગશે કે રોશની રમત 
કરે છે ત્યારે તે રોશની પર હુમલો 
કરતાં ખચકાશે નહીં. એ બન્ને કોણ
છે એ જાણવાની કોશિશ રોશનીએ 
નહીં કરવાની.
‘સા’બ, એક બાત કહું...’ 
રોશની ડોંગરી ચાલ જવા માટે તૈયાર હતી, ‘આપ સચ્ચી મેં અચ્છે ઇન્સાન હૈ, સા’બ.’
ભારેખમ ટેન્શન વચ્ચે પણ હરિસિંહ ખડખડાટ હસી પડ્યા.
‘અપની ભાભી સે પૂછના, વો કહેગી કિતના બૂરા હૂં મૈં...’
‘વૈસા તો ગાંધી ટકલુ કે સાથ ભી હુઆ થાના.’ રોશની નિર્દોષભાવે બોલી, ‘ઉસકી બીવી ભી કહાં ઉસે અચ્છા માનતી થી...’
હરિસિંહને રોશનીને ટોકવાનું મન થયું, પણ અત્યારે તેઓ ચૂપ રહ્યા.
‘અપના ખયાલ રખના.’ 
રોશની જતી હતી ત્યારે હરિસિંહે તેના મસ્તક પર હાથ મૂક્યો અને રોશનીના શરીરમાં વીજળી પસાર થઈ ગઈ, ‘કાશ, મારે આવો જ એક મોટો ભાઈ હોત...’
મોઢું ફેરવીને રોશની ટૅક્સીમાં રવાના થઈ ગઈ. આંખનાં આંસુ કોઈ જુએ નહીં એવા ભાવથી.
લાગણીના બહાવ વચ્ચે જાતને સંભાળતી રોશનીને ક્યાં ખબર હતી કે ટૅક્સી-ડ્રાઇવરે મેસેજ થકી રોશનીના આગમનના સમાચાર કોઈકને આપી દીધા છે. 
lll
‘ફિર હુઆ ક્યા?’ અહમદ હજી રોશનીના શરીર પર પડ્યો હતા, ‘બહાર કૈસે આયી?’
‘બોલ દિયા, મૈં ધંધેવાલી હૂં. જીસકો પૂછના હૈ પૂછ લે.’
‘ફિર?’
રાતના ઑપરેશનમાં એકમાત્ર અહમદ બચ્યો હતો. ચાચા, અલ્તાફ, સલીમ, ભત્રીજો ઇરશાદ અને અસલમ માર્યા ગયા હતા તો રોશની પકડાઈ ગઈ હતી, પણ રોશનીનો ભાઈ મુશ્તાક પોલીસ-ઑપરેશનમાં માર્યો ગયો હતો.
‘ફિર ક્યા, ઉન્હોંને જાંચ કી ઔર ફિર છોડ દિયા...’
‘અચ્છા હુઆ, મેરી જાન કો 
રીહા કિયા...’ 
અહમદ રોશનીના શરીર પરથી ઊતર્યો એટલે રોશનીનું આખું શરીર ખુલ્લું થઈ ગયું. તેણે ઓછાડ ખેંચી લીધો.
‘મુશ્તાક કે સાથ બૂરા હુઆ...’ 
‘હા... પર મૈંને તો બોલ દિયા, વો મેરા કોઈ નહીં.’
‘અચ્છા કિયા.’ અહમદે તરત જ ખુલાસો કર્યો, ‘જાનેવાલે કે પીછે મરા નહીં જાતા.’
રોશનીએ ભારપૂર્વક આંખો બંધ કરી દીધી.
તેને બંધ આંખો સામે મુશ્તાક દેખાયો, ‘તે ઓરેવા કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં ઊભો છે. તેના એક હાથમાં આઇસક્રીમ છે અને બીજા હાથમાં?’ 
‘મુશ્તાકના બીજા હાથમાં શું છે?’
રોશનીએ આંખો વધુ મજબૂતીથી બંધ કરી.
પાર્કિંગના ગાઢ અંધકાર વચ્ચે મુશ્તાકનો બીજો હાથ સ્પષ્ટ નથી દેખાતો. 
‘શું છે તેના બીજા હાથમાં?’
મુશ્તાકના હોઠ સહેજ ફફડે છે અને તે બીજો હાથ આગળ કરે છે. 
‘અરે, મુશ્તાકના હાથમાં તો બંદૂક છે.’ 
રોશનીની આંખો ખૂલી ગઈ.
અહમદ ફરી એક વાર રોશનીના શરીર સાથે રમવા માંડ્યો હતો. 
રોશનીએ નજર ફેરવી લીધી.
અહમદની પિસ્તોલ ટિપાઈ પર પડી હતી. ટિપાઈ પલંગથી ચારેક ફુટ દૂર હતી.
‘રુકો...’ 
રોશનીએ જમણા હાથની છેલ્લી આંગળી બતાવીને શરીર પરથી 
ચાદર ખસેડી.
‘અભી?’
સ્માઇલ સાથે રોશની ઊભી થઈ. હવે તેણે હાથમાં રહેલી ચાદરનું આવરણ પણ પડતું મૂકી દીધું હતું. અહમદ રોશનીને જોઈ રહ્યો. અગાઉ તેણે અંધકારમાં જ રોશનીને ભોગવી હતી. આજે પહેલી વાર રોશનીના દેહને તે સૂર્યના અજવાળા વચ્ચે જોતો હતો. રોશની વૉશરૂમ તરફ આગળ વધી. વૉશરૂમ અને ટિપાઈ વચ્ચે હવે એક ડગલાનું જ અંતર હતું, ફરક માત્ર એટલો કે વૉશરૂમ જમણી બાજુએ હતું, જ્યારે ટિપાઈ ડાબી બાજુએ.
રોશનીએ જમણી દિશામાં 
પગ ઉપાડ્યા.
બાથરૂમમાં દાખલ થઈને તેણે દરવાજો બંધ કરવા માટે પીઠ ઘુમાવી. પલંગ બાથરૂમના દરવાજાની બરાબર સામે હતો. પલંગ પર બેઠેલા અહમદની નજર રૂમના દરવાજા તરફ હતી. રોશનીએ એ તકનો લાભ લીધો અને તે ઝડપથી વૉશરૂમની બહાર ધસી આવી. 
‘ક્યોં...’ 
અહમદ માટે આ ક્ષણ થોડી વહેલી હતી. તે કંઈ સમજે એ પહેલાં રોશનીએ જમીન પર પડેલી ચાદરનો તેના તરફ ઘા કર્યો હતો. ચાદર સીધી અહમદના ચહેરા પર આવી ગઈ.
રોશનીએ ક્ષણભરમાં ટિપાઈ પર પડેલી પિસ્તોલ ઉપાડી લીધી. 
‘અરે, મેરી જાન, તુમ યે...’
‘વહીં પે રહો.’ અહમદ ઊભો થવા ગયો, પણ રોશનીની રાડે તેને અટકાવી દીધો, ‘મેરે ભાઈ કે બારે મેં...’ 
‘મગર...’
‘ચુપ મર, મગર કી ઔલાદ.’ રોશનીએ પિસ્તોલનું ટ્રિગર દબાવ્યું અને ગોળી અહમદના પેટમાં ઘૂસી ગઈ.
‘યા...’
‘અલ્લાહ કા નામ મત લેના હરામી.’ રોશનીએ ટ્રિગર પર વજન આપ્યું, ‘તુમ જૈસોં કે કારન હી અલ્લાહ બદનામ હો રહે હૈં.’
સનનન... સનનન... સનનન... 
રોશનીની આંખો બંધ હતી.
બે, ત્રણ, ચાર...
રોશનીની આંગળી ટ્રિગર 
દબાવતી રહી.
સનનન...
બારીમાંથી એક ગોળી આવી અને રોશનીની પીઠ વેતરતી નીકળી ગઈ. ગોળીના ધક્કાને લીધે રોશનીએ સંતુલન ગુમાવ્યું અને તે પલંગ પર ફસડાઈ ગઈ. આંખ સામે અંધકાર આવી ગયો, પણ કાનમાં અવાજ દાખલ થતો હતો.
‘કહા થા આતે હી ખતમ કરો ઉસે, પર મઝા લેને બૈઠ ગયે ભાઈજાન...’
આંખ સામેનો અંધકાર અચાનક સૂર્યનાં કિરણોથી ભરાઈ ગયો અને રોશનીના ચહેરા પર સ્માઇલ 
આવવા માંડ્યું. 
lll
એક વેશ્યા કી મૌત.
ન્યુઝ-ચૅનલની સ્ક્રીન પર મોટા અક્ષરે લખાયું હતું અને ઍન્કરનો પાછળ અવાજ આવતો હતો. વેશ્યા કે આતંકવાદી જૂથ કે સાથ સંબંધોં કી આશંકા. 
હરિસિંહે ટીવી બંધ કરી રિમોટનો ઘા કર્યો.

સંપૂર્ણ

columnists Rashmin Shah