વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)

22 November, 2021 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ક્યા બોલા?!’ સબ-ઇન્સ્પેક્ટર લોકેએ શૂઝની લેસ સહેજ ઢીલી કરી, ‘કુછ ભી તો નહીં બોલી તુ...’

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)

‘બોલોના સા’બ, અબ ક્યા હૈ? અબ તો જાને દો...’
‘નહીં, પહલે તુ સબ સચ-સચ બતા...’
‘બોલા તો સહી...’
‘ક્યા બોલા?!’ સબ-ઇન્સ્પેક્ટર લોકેએ શૂઝની લેસ સહેજ ઢીલી કરી, ‘કુછ ભી તો નહીં બોલી તુ...’
‘અરે બાબા, બોલા રે તેરે કો... મૈં ધંધા કરતી હૂં. ઉસ સે આગે ક્યા બોલને કા. ધંધે મેં ક્યા બેચતી હૂં વો અબ દિખાઉં ક્યા?!’
મંજરીએ બારીની બહાર જોયું. આકાશ કોરુંધાકોર હતું. એક પણ તારો દેખાતો નહોતો. અમાસ હતી એટલે કે પછી કમોસમી વરસાદી વાદળોએ આકાશને આંધળું કરી દીધું હતું એ મંજરીને સમજાયું નહોતું. જોકે અત્યારે તેને એ બધું સમજવામાં પણ રસ નહોતો. તેને તો પોલીસ-સ્ટેશનમાંથી નીકળવામાં રસ હતો. 
‘સા’બ, અપુન કો જાને કા હૈ.’
‘નહીં, ઐસે થોડીના જાને કો મિલેગા.’ 
લોકે મંજરી બેઠી હતી એ બેંચની બરાબર સામે આવીને ઊભો રહ્યો. 
‘તો અબ ઔર ક્યા ચાહિયે?’
મંજરીએ નજર ઊંચી કરીને લોકે સામે જોયું.
પાક્કા કાળા રંગની ચામડીનો ચહેરો અને પૂરો ૬ ફૂટ ઊંચો દેહ. મંજરીએ સહેજ દાંત ભીંસ્યા.
‘કહો તો અબ માપ-સાઇઝ ભી બતા દૂં...’
‘ઉસ મેં બતાને કા ક્યા...’ લોકેએ આંખોનું લોકેશન બદલીને મંજરીની છાતી પર ગોઠવ્યું, ‘સબ દિખતા હી તો હૈ.’
‘તો જલ્દી સે દેખ...’ મંજરી બેંચ પરથી ઊભી થવા ગઈ, પણ લોકેની નજદીકીના કારણે તે ઊભી ન થઈ શકી. 
‘દેખ યાર. તુઝે યે ચાહિયે, તો લે.’ મંજરીએ પર્સ લંબાવ્યું પણ લોકેએ ના પાડી એટલે મંજરીએ લો-કટ ટીશર્ટ પર ઢાંકી રાખેલો દુપટ્ટો હટાવ્યો, ‘તો યે લે, પર બાત ખતમ કર... ધંધે કે ટાઇમ પે ખામખાં વક્ત બરબાદ મત કર.’
‘લૂંગા, સબ લૂંગા.’ લોકેએ મોનિકાના ગાલ પર હાથ ફેરવ્યો, ‘ઇતની જલ્દી ક્યા હૈ, પહલે તુઝસે બાતેં તો કર લું...’
‘અરે બાબા, તેરે દિમાગ મેં ભેજા હૈ કિ ગોબર ભરા હૈ.’ મંજરીએ કપાળ પર હાથ ઠોક્યો, ‘કબ સે બોલ રહી હૂં મેં ધંધેવાલી હૂં. ફિર ભી ખાલી-પીલી દિમાગ ચાટ રહા હૈ.’
‘ક્યા ચાટું તેરા, તુ હી બતા...’
‘તેરી માં કી...’
સટાક... 
વાક્ય પૂરું થાય એ પહેલાં મંજરીના ગાલ પર લોકેએ થપ્પડ ઠોકી દીધી. 
‘સાલી, સમઝતી ક્યા હૈ અપને આપ કો.’
‘ધંધેવાલી.’ 
મંજરીને જવાબ આપવામાં તકલીફ પડતી હતી. લોકેની થપ્પડથી તેના જમણા હોઠના ખૂણામાં લોહીનો ટશિયો ફૂટ્યો હતો.
‘સા’બ...’ લોકેની પીઠ પાછળથી કૉન્સ્ટેબલ ભંડારકરનો અવાજ આવ્યો, ‘સા’બ આ ગયે...’
ભંડારકર પરથી નજર હટાવીને લોકેએ ફરી મંજરી સામે જોયું.
‘તેરા ચાચા આ ગયા...’ લોકેએ મંજરીના ગોઠણ પર શૂઝ માર્યું, ‘ઉસે મિલકર. ફિર દેખ તુ...’
‘દિખાના હૈ તો અભી દિખા દેના...’ મંજરીએ સ્માઇલ કર્યું, ‘ટીંડે સે ક્યા ડરના રે...’
મંજરીના જવાબથી લોકેની કમાન છટકી પણ પોલીસ-સ્ટેશનમાં આવી ગયેલા સિનિયર ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં રાખીને તે ત્યાંથી નીકળી ગયો.
lll
‘બોલી કુછ?’
‘નહીં, મગર બોલેગી.’ સબ-ઇન્સ્પેક્ટર લોકે અદબ સાથે ઇન્સ્પેક્ટર હરિસિંહ જનકાંત સામે ઊભો હતો, ‘સુબહ હોતે-હોતે સબ બતા દેગી...’
‘કહાં હૈ?’
‘યહીં હૈ, બાજુ મેં.’ લોકેએ ધીમેકથી કહી દીધું, ‘મગર ઠીક હૈ સા’બ... સુબહ તક સબ ઊગલવા લેંગે.’
‘હંઅઅઅ... ઠીક હૈ, જાઓ...’
સબ-ઇન્સ્પેક્ટર લોકેએ કડક સલામ આપીને પીઠ ફેરવી એટલે હરિસિંહે ટેબલ પર નજર કરી. આખું ટેબલ ભરાયેલું હતું. ઑપરેશન આઇસ પૂરું કર્યા પછી હવે તેમને આરામની જરૂર હતી, પણ હજી બધું પેપરવર્ક બાકી હતું એટલે આરામ વિશે વિચારી શકાય એમ નહોતું. હરિસિંહનો ખાસ એવો કૉન્સ્ટેબલ ઉદય પવાર રજા પર હતો અને બીજાઓ સાથે હરિસિંહે ખાસ ટ્યુનિંગ બનાવ્યું નહોતું એટલે બધું કામ તેમણે જાતે જ કરવાનું હતું.
‘અરે સુનો...’
‘યસ, સર.’ 
લોકે ઝાટકા સાથે અવળો ફર્યો.
‘ઉસ લડકી કો અંદર ભેજો.’ 
હરિસિંહે બે હાથ પહોળા કરીને આળસ મરડીને શરીરમાંથી સુસ્તી ઉડાડી.
lll
નાલાસોપારામાં મોટા પાયે સેક્સ સ્કૅન્ડલ ચાલતું હોવાની ઇન્ફર્મેશન ઘણા સમયથી હરિસિંહને મળતી હતી, પણ સ્કૅન્ડલ સુધી પહોંચવાની કોઈ દિશા સ્પષ્ટ નહોતી થતી, જેને કારણે વાત પાછળ ઠેલાયા કરતી હતી. ગયા અઠવાડિયે ઇન્ફર્મરે હરિસિંહને બાતમી આપી કે રવિવારે રાતે નાલાસોપારાની મેઇન માર્કેટમાં આવેલા ઓરેવા કૉમ્પ્લેક્સમાં છોકરીઓ આવવાની છે અને આ વખતે આ સોદાબાજીમાં છોકરીઓની આડમાં હથિયારોની ડિલિવરી થવાની છે. 
શુક્રવારે મળેલી બાતમીના આધારે નાલાસોપારાના ઓરેવા કૉમ્પ્લેક્સનું લોકેશન હરિસિંહે બરાબર ચકાસી લીધું.
ઓરેવા કૉમ્પ્લેક્સનું મેઇન એન્ટ્રન્સ નાલાસોપારાથી સેન્ટ્રલ તરફ જવાના રસ્તે આવતું હતું. મુખ્ય માર્ગ પર ખૂલતો આ દરવાજો આજુબાજુના પાંચેપાંચ રસ્તા પરથી જોઈ શકાતો હતો. આ ગેટ પર ૨૪ કલાક સિક્યૉરિટી હતી અને એ જવાબદારી મુંબઈની જાણીતી સિક્યૉરિટી એજન્સી ફાઇન ગાર્ડ્સને સોંપવામાં આવી હતી. 
ફાઇન ગાર્ડ્સ એજન્સીનું નામ સાંભળ્યા પછી હરિસિંહને નવાઈ લાગી હતી. જે પ્રકારની શાખ હતી અને જે પ્રકારની ગુડવિલ હતી એ જોતાં ફાઇન ગાર્ડ્સ કોઈ કાળે પોતાના હસ્તકના બિલ્ડિંગમાં ખોટું કામ થવા ન દે અને  છતાં ઑપરેશન માટે હરામખોરોએ ઓરેવા કૉમ્પ્લેક્સ પસંદ કર્યું હતું. એક ક્ષણ માટે તો હરિસિંહને પણ મળેલી ઇન્ફર્મેશન માટે શંકા જાગી હતી, પણ પછી બાતમીદાર પર શ્રદ્ધા રાખીને તેમણે  ‘ઑપરેશન આઇસ’ની તૈયારી શરૂ કરી દીધી હતી.
ઓરેવા કૉમ્પ્લેક્સનો બીજો દરવાજો પાછળની બાજુએ ખૂલતો હતો.
સરકારી નિયમોને ધ્યાનમાં રાખીને જ બિલ્ડિંગનો એ ડોર બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય મહિનાથી આ દરવાજો ખૂલ્યો નહોતો. ગેટ પર મારવામાં આવેલા લૉક પર લાગેલો કાટ પણ આ વાતની ગવાહી આપતો હતો. ઇન્ફર્મરે આપેલી ઇન્ફર્મેશન મુજબ રવિવારે રાતે ઓરેવા કામ્પ્લેક્સના સેકન્ડ ફ્લોર પર બધા મળવાના હતા અને છોકરીઓની આડમાં હથિયારોની ડિલિવરી સોંપવાના હતા.
‘આ ઑપરેશનનું નામ છે ઑપરશેન આઇસ.’ 
મીટિંગ પૂરી કરીને ઇન્સ્પેક્ટર હરિસિંહ જનકાંતે ઑપરેશનનું નામ જાહેર કર્યું હતું.
‘નામ જરા વિચિત્ર છે...’ કૉન્સ્ટેબલ ભંડારકર હરિસિંહની જીપમાં હતો, ‘આવું નામ કેમ...’
‘શરીરની ગરમી વેચવાનો ધંધો ઠંડા કલેજે થતો હોય છેને.’ 
હરિસિંહની નજર સામે દેખાતા શાંત રસ્તા પર હતી. જીપ ઓરેવાથી બે કિલોમીટર દૂર મૂકી દેવાની હતી અને ત્યાંથી પોલીસ-પલટને પાંચ ટીમમાં ફેરવાઈ જઈ ઓરેવા કૉમ્પ્લેક્સ પહોંચવાનું હતું.
ઓરેવા કૉમ્પ્લેક્સથી અડધો કિલોમીટર દૂર ફૂલબજાર હતી. એ ફૂલબજારમાં આજે પોલીસ-સ્ટાફ ફૂલના વેપારી બનીને પોતાની પોઝિશન લેવા ના હતા.
‘સા’બ, ઇન્ફર્મેશન ગલત નિકલી તો?’ 
બીજી જીપમાં સબ-ઇન્સ્પેક્ટર અતુલ લોકેને તેની ટીમમાંથી કોઈકે પૂછ્યું કે તરત લોકેએ પોતાના મનની વાત કહી દીધી.
‘તો મૌજમસ્તી કા સામાન લે કર વાપસ આયેંગે.’ 
લોકેએ પાછળ જોવાની તસ્દી પણ લીધી નહોતી. તેને ખબર હતી કે પોતાના જવાબથી જીપમાં રહેલો દરેક કૉન્સ્ટેબલ ખુશ થઈ જવાનો. મફતમાં મળતું શરીરસુખ કોને ન ગમે.
lll
‘બોલો, સા’બ...’
મંજરીનો અવાજ સાંભળીને હરિસિંહે આંખો ખોલી. 
‘બૈઠો...’ હરિસિંહે હાથથી ઇશારો કર્યો.
‘બૈઠને કા ટાઇમ નહીં હૈ સા’બ...’ મંજરી ઊભી જ રહી, ‘ધંધે કા ટાઇમ હૈ. જો પૂછના હૈ જલ્દી પૂછો.’ 
‘ક્યા નામ હૈ તુમ્હારા?’
‘મૈંને ક્યા બોલા થા?’
હરિસિંહે ફાઇલ પરથી નજર 
ઊંચી કરી.
‘જો પૂછા જાએ, જીતના પૂછા જાએ ઉસકા ઢંગ સે જવાબ દો...’ હરિસિંહે મંજરીનું સ્ટેટમેન્ટ હાથમાં લીધું, ‘ક્યા નામ હૈ?’ 
‘રોશની...’
‘પહલે તો મંજરી લિખવાયા થા...’
‘તો મંજરી રખ લો.’
‘અસલી નામ ક્યા હૈ?’
‘રંડીયોં કે નામ નહીં હોતે, સા’બ.’ 
‘દેખો સિસ્ટર...’
‘એ સા’બ. યે સિસ્ટર-બિસ્ટર છોડો.’ મંજરી એકાએક ગુસ્સે થઈ ગઈ, ‘તેરા ઔર મેરા બાપ એક થા ક્યા? અપની મા એક થી? નહીં ના... રિશ્તા બનાના હૈ તો કિસી ઔર સે બનાઓ, હમે ધંધે કે લિયે જાને દો.’
‘સા’બ, યે ઐસે નહીં માનેગી.’ મંજરીનો ઊંચો અવાજ સાંભળીને કૉન્સ્ટેબલ હરપડે હરિસિંહની ચેમ્બરમાં આવી ગયો હતો, ‘દો-ચાર લગાઓગે તબ જાકે લાઇન પે આયેગી યે...’
‘મૈંને કહાં મના કિયા?’ છાતી ઢાંકી રાખેલો દુપટ્ટો મંજરીએ ફેંકી દીધો, ‘દો-ચાર લગાઓ ઔર બાત ખતમ કરો.’
‘તુમ બહાર જાઓ.’ હરિસિંહ ઊભા થયા અને દુપટ્ટા તરફ ઇશારો કર્યો, ‘ઔર તુમ યે ઉઠાઓ...’ 
‘યાર, ચલો યે અચ્છા હૈ...’
‘ક્યા અચ્છા હૈ?’ હરિસિંહ મંજરીના શબ્દોથી મૂંઝાયા. 
‘યે આપ કા યાર, સિસ્ટર સે તો બહોત અચ્છા હૈ.’
‘... ...’ 
હરિસિંહને ઉદય યાદ આવી ગયો.
જો અત્યારે ઉદય હોત તો તેણે મંજરીને મળવા પણ ન બોલાવી હોત. ખરેખર. 
‘તુમ વહાં પે ક્યા કર રહી થી?’ 
હરિસિંહે નામની પારાયણ છોડી દીધી. મંજરી હોય કે રોશની, મહારાષ્ટ્ર પોલીસને એનાથી કોઈ ફરક પડતો નહોતો.
‘રાખી બાંધને નહીં ગઈ થી.’ મંજરીએ આડાઈ ચાલુ રાખી, ‘ધંધા કરને ગઈ થી...’
‘જો, એક વાત સમજ, ત્યાં જેકંઈ બન્યું છે એ ખરેખર ગંભીર છે.’ હરિસિંહે રૂમાલથી ચહેરો સાફ કર્યો, ‘સાચું બોલીશ તો બચી જશે, નહીં તો તને કોઈ બચાવી નહીં શકે એ નક્કી છે.’
‘મૈંને આપ કો કહાં બચાને કે લિયે બોલા?’ 
મંજરીના મોઢામાંથી સહેજ થૂંક ઊડતું હતું અને જીભ પણ સહેજ લથડતી હતી. તલબની અસર હતી આ. ચાર કલાકથી નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં તે હતી. આજે કોકીન તેને મળ્યું નહોતું એટલે હવે એની અસર દેખાવા માંડી હતી.
‘જો કરના હૈ વો કરો ઔર મુઝે યહાં સે જલ્દી જાને દો.’
‘ઐસે તો તુઝે જાને નહીં દેંગે...’ હરિસિંહે સ્પષ્ટતા કરી, ‘તુ જહા પે ધંધા કરને ગઈ થી વહાં હમારે મુખ્યમંત્રી કી હત્યા કરને કી સાજિસ બન રહી થી.’
‘તો ઉસસે મુઝે ક્યા લેના-દેના સા’બ?’ મંજરીની વાત ખોટી પણ નહોતી, ‘મુઝે કિસીને યે તો નહીં કહા થા કિ આજ હમ ફલાં-ફલાં કો મારને કા પ્લાન બનાનેવાલે હૈં, તો તુમ વહાં પે હાજિર મત રહના.’
‘આ બળદને કેવી રીતે સમજાવવી કે આ નાનીસૂની વાત નથી.’
હરિસિંહને કોઈ ગતાગમ નહોતી પડતી. 
‘સાબ...’ કૉન્સ્ટેબલ ભંડારકરે ચેમ્બરના દરવાજે ઊભા રહીને જમણો પગ ઠોક્યો.
‘હા, બોલો...’
‘મુશ્તાક રાસ્તે મેં હી...’
‘ક્યાઆઆઆ...’ 
મંજરીની ચીસ નીકળી ગઈ. હરિસિંહ મંજરીને જોઈ રહ્યા.
મંજરીના પ્રત્યાઘાતથી હરિસિંહ જનકાંતના હૈયે ધરપત થઈ કે ઑપરેશન આઇસ પર પૂર્ણવિરામ નથી મુકાયું.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah