કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 2)

19 February, 2019 12:31 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 2)

રિશ્તે-નાતે

બીજી સવારે તાનિયાના ફોને અતીતને ખીલવી દીધો. બ્રેકફાસ્ટ ટેબલની સામી ખુરસીએ ગોઠવાયેલી રોમા પતિની ખુશી નિહાળી રહી.

પોતાની ગેરહાજરીમાં ત્રણેક દિવસ વઘઈ રહી ગયેલી તાનિયાના વિડિયોઝ અતીતે અગાઉ બતાવેલા, પરંતુ એ રોમાના રસનો વિષય નહોતો.

‘અમારી વચ્ચે કોઈ મેળ જ નથી!’

લગ્ન અગાઉ અતીતના પ્રસ્તાવની ચર્ચા કરતાં પોતે મમ્મી-પપ્પા, દીદી-જીજુને કહેલું એમાં નિખાલસતા ભેગી અકળામણ પણ હતી... રોમા વાગોળી રહી.

રોમાથી છ વરસ મોટી રેણુનાં લગ્ન અમદાવાદની સરકારી બૅન્કમાં કામ કરતા અનુરાગ સાથે થયાં. પછી દીદીના સાસરે જવાનું બનતું ત્યારે શહેરની ચકાચોંધ જોઈને વતન જૂનાગઢ વામનરૂપ લાગતું. ક્યાં અમદાવાદની લાઇફસ્ટાઇલફ અને ક્યાં જૂનાગઢની દેશીપણું!

એટલે પણ રોમા અવારનવાર દીદીના સાસરે જતી. અનુરાગ જીજુનો એસ. જી. રોડ પર ત્રણ બેડરૂમનો આલીશાન ફ્લૅટ હતો. દીદીનાં સાસુ-સસરા શહેરથી પચાસેક કિલોમીટરના અંતરે વતનના ગામડે રહેતાં. ત્યાં ખેતી પણ ખરી. અમદાવાદના ઘરે વર-બૈરી બે જ!

‘એટલે જ તો કહું છું કે તું આવે તો અમને વસ્તી જેવું લાગે છે!’ અનુરાગ જીજુ કહેતા, ‘મારે કોઈ ભાઈબહેન છે નહીં, પણ બહેનને ત્યાં જવા-આવવાનો સંકોચ ન હોય એટલું તો જાણું છું.’

જીજુનું નિમંત્રણ હોય પછી ‘વારે-વારે દીદીને ત્યાં ન જવાય’ની માવતરની શિખામણ બેઅર્થ ઠરતી. ત્યારે હજી બારમામાં ભણતી રોમાની ખુશીનું વિચારીને મોટી બહેન જુદો રસ્તો વિચારતી : તું તારે તેને બેધડક મોકલ મમ્મી. એ બહાને સારો છોકરો શોધીને હું અમદાવાદમાં જ તેને ઠેકાણે પાડી દઈશ!

લગ્નની વાતે રોમા શરમાવાના સ્થાને મહોરી ઊઠતી. તે કૉલેજમાં આવી. અંગે યૌવન પુરબહાર જામતું હતું. જીજુ ક્યારેક કહી બેસતા : તું તારી દીદીથી ક્યાંય વધુ રૂપાળી થવાની!

ના, રેણુદીદી કમ ખૂબસૂરત નહોતી. પોતે તેનાથીયે સુંદર દેખાશે એવી જીજુની આગાહી ગુરૂર પ્રેરતી. જીજુ પોતે ક્યાં કમ ઍટ્રૅક્ટિવ છે! દીદી કેવી નસીબદાર. તેનો સુખી સંસાર જોઈને રોમાને થતું કે ઘર-વર હોય તો આવાં!

અત્યારે આ વિચારે હળવો નિસાસો નાખીને રોમાએ કડી સાંધી:

રોમા કૉલેજના બીજા વર્ષમાં હતી ત્યારે રેણુને ગર્ભ રહ્યો. એ ગાળામાં રોમા મહત્તમ અમદાવાદ રોકાતી. સીમંત પછી સુવાવડ માટે રેણુ જૂનાગઢના પિયર આવી એટલે હવે જીજુ લગભગ દર વીક-એન્ડ સાસરીમાં આવતા થયા. રેણુ મા સાથે નીચેની રૂમમાં સૂતી. દાદર ચડવાની તકલીફને કારણે પિતાજી ગ્રાઉન્ડ ફ્લોરના ગેસ્ટરૂમમાં શિફ્ટ થયેલા એટલે અનુરાગનો ઉતારો ઉપલા માળે રોમાના રૂમની બાજુના માસ્ટર બેડરૂમમાં રહેતો. તેમની આગતા-સ્વાગતામાં રોમા જરાય ચૂકતી નહીં. જીજુ પણ તેની સરભરાથી ખુશ થઈને દર વખતે પાંચસો-હજારની રકમ ધરતા જાય : તમે ગમતી ચીજ લઈ લેજે!

‘જમાઈરાજ આમ તો રોમાને ફટવી મૂકશે.’ ભાવનામા રેણુ સમક્ષ ચિંતા જતાવતાં. દીદી હસી નાખતી, ‘મા? રોમા અમારામાં ઘરમાં કેવી હળી ગઈ છે. માન્યું આપણી પાસેય કંઈ ઓછું નથી; પણ અનુરાગ ખુશીથી, હકથી આપે છે એમાં ફટવી જવાની આશંકા રાખવાની ન હોય.’

મા-દીદીની વાતચીત સાંભળ્યા-જાણ્યા પછી રોમાને જીજુ સમક્ષ ફરમાઇશ મૂકવાનો છોછ ન રહ્યો : જીજુ, બીજી વાર આવો ત્યારે અમદાવાદથી ગાઉન લેતા આવજોને... મારી કૉલેજની સિનિયરના વેડિંગમાં મારે પહેરવો છે!

વેડિંગ.

રોમાને પોતાનો લગ્નગાળો સાંભરી ગયો : દીદીની ડિલિવરીના અંતિમ મહિને બનેલી ઘટનાએ લગ્ન માટેનો નજરિયો બદલી નાખેલો, પણ એ વિશે દીદી કે માબાપને ખૂલીને કહેવાય એમ ક્યાં હતું?

કૉલેજ પતતાં માએ મુરતિયા ખોળવા માંડ્યા ને ગીરનો જવાંમદર્‍ જુવાન અતીત એક નજરમાં ઘરમાં સૌને ગમી ગયો હતો...

એક-બે મુલાકાતો થઈ એમાં અત્યંત કામણગારો જુવાન ઊર્મિશીલ જણાયો. લતાનાં ગીતોનો દીવાનો. મૂલ્યોમાં માનનારો જંગલના રક્ષણ ખાતર માફિયા સાથે ભીડી જાય એવો ફરજચુસ્ત. આંખ મીંચીને જેના પ્રેમમાં ખાબકાય એવા ગુણવંતા જુવાન માટેય રોમાએ પાણીમાંથી પોરા કાઢવાની ઢબે વાંધો ખોળી કાઢેલો : તમે જાણો છો કે મને અમદાવાદ-મુંબઈ જેવાં શહેરોનું આકર્ષણ છે. અતીતનું પોસ્ટિંગ જંગલમાં થાય, એવા અંતરિયાળ તો કેમ રહેવાય!

‘આવું તને અત્યારે લાગે રોમા...’ રેણુએ સમજાવેલું, ‘પતિને ચાહતી થયા પછી તેના સંસર્ગ સિવાય તને ક્યાંય સુખ નહીં વર્તાય. જોજેને, જંગલ પણ તને અદકેરું વહાલું લાગવાનું!’

એ તો પછીથી જીજુએ તેમની ગણતરીથી સમજાવ્યું ત્યારે પોતે લગ્ન માટે હકાર ભણ્યો હતો...

અને છતાં, આજે લગ્નનાં બે વરસેય હું જંગલમાં સેટ નહીં થઈ શકી હોઉં તો એનો અર્થ એ જને કે હું અતીતને હજી ચાહતી નથી?

રોમા હળવું કંપી ઊઠી.

બાકી અતીતે મને રીઝવવામાં ક્યારેય કચાશ નથી છોડી. તે તો એમ જ જાણે છે કે હું મારી મરજીથી તેમને પરણી છું, તેમને જ ચાહું છું; કેવળ જંગલની લાઇફ ધાર્યા જેટલી ઇન્ટરેસ્ટિંગ ન લાગી એટલું જ. દરેક છૂટ મને ઉપલબ્ધ છે. મારાં માબાપ તો રહ્યાં નથી, પણ વારે-વારે દીદીને ત્યાં જાઉં એનો વિરોધ પણ નહીં! મારી ખુશીમાં પોતાનું સુખ જોનારા પતિને ચાહતાં મને કયું તત્વ રોકે છે?

પરપુરુષ પ્રત્યેનો પ્રેમ!

અંતરના ઊંડાણમાંથી ફૂટેલા જવાબે રોમા સહેમી ગઈ.

- અને તે પુરુષ પાછો મારી સગી બહેનનો ધણી - અનુરાગ!

વરસોનો ગુપ્ત ભેદ બહાર ન પડે એ માટે જાતને વધુ સંકોરીને રોમાએ સ્મરણનું અનુસંધાન કર્યું : પહેલી સુવાવડ પિયરમાં હોય એ નાતે સીમંત પછી અમે દીદીને જૂનાગઢ લઈ આવેલા. લગભગ દર વીક-એન્ડ દીદીને મળવા આવતા જીજુ પાસે મેં ગાઉન મગાવ્યું હતું...

ગાઉનની એ ગિફ્ટ સાથે જીજુની એષણા ખૂલી ગઈ હતી!

‘આ તારી ગિફ્ટ!’

વ૨સાદના દિવસો હતા. દીદીને આઠમો મહિનો પૂરો થવા પર હતો. સામાન્ય રીતે દીદીની હાજરીમાં મને ભેટ આપતા જીજુએ ચોમાસાની એ મેઘલી રાત્રે, ઉપલા માળની તેમની રૂમમાં ગાઉનનું પાઉચ થમાવ્યું હતું... રોમા સમક્ષ દૃશ્યો ઊપસતાં ગયાં.

રાબેતા મુજબ સૂતા પહેલાં જીજુને કંઈ જોઈતું-મૂકતું હોય તો પૂછવા ગયેલી રોમાને અનુરાગે હાથ પકડીને પલંગ પર બેસાડી. બૅગમાંથી ગાઉનનું પાઉચ કાઢીને તેના ખોળામાં મૂક્યું - આ તારી ગિફ્ટ!

‘વાઉ! તમને યાદ હતું?’ રોમાની ખુશી ઊછળી. મરૂન રંગનું સોનેરી બુટ્ટા મઢ્યું ગાઉન બહેતરીન હતું.

‘ચલ, મને પહેરી બતાવ!’

‘અત્યારે?’

‘અત્યારે જ...’ તેના પડખે ગોઠવાઈ અનુરાગે અચાનક તેને ભીંસી. ગરદન પર તીવþ ચુંબન કરીને ઉમેર્યું, ‘અને અહીં જ... મારી નજર સામે!’

અનુરાગની ચેક્ટા રોમા માટે સાવ અણધારી હતી. જીજુ ક્યારેક સ્પર્શી લેતા, તારીફ કરતા એના સંદર્ભ હવે સમજાયા. જીજુને મારું આકર્ષણ છે! રોમા અબૂધ નહોતી, નાદાન નહોતી. યૌવન સહજ અરમાનો તેનેય ચટકા ભરતાં. ત્યાં તો અનુરાગનો હાથ તેના બદન પર ફરવા માંડ્યો. રોમાની કોરી કાયામાં આગ ભડકી. આનાકાની-વિરોધ એમાં સ્વાહા થતાં ગયાં. નીચે સૌ જંપી ગયા હતા. બહાર વરસતો મેઘમલ્હાર ભીંજાઈ જવાની આલબેલ પોકારતો લાગ્યો. જીજુ જેવો પુરુષ તો તે પોતે ક્યાં નહોતી ઝંખતી! પણ દીદી...

‘આજે આપણી વચ્ચે બીજું કોઈ નહીં... તું હકથી મારી સમક્ષ માગણી મૂકે છેને? આજે હું મારો હક અજમાવું છું...’ તેને પલંગ પર તાણી વસ્ત્રોનાં બંધન ખોલતા અનુરાગે ગિલ્ટ ઊપસવા ન દીધી, ‘પાછલા કેટલાય મહિનાઓથી તરસ્યો છું. મારી પ્યાસ તારા સિવાય બીજું તો કોણ બુઝાવે?’

રોમા જવાબ દેવાની સ્થિતિમાં નહોતી. તેનાં દૂધિયાં અંગો સાવ ઉઘાડાં હતાં. આની લજ્જા હતી એમ અનુરાગની કીકીમાં ઊભરાતો એનો નશો ગુરૂરપ્રેરક લાગ્યો. સ્પર્શસુખની લાય તનમનમાં એવી ઊઠી કે એક તબક્કે રોમાને અનુરાગનાં વસ્ત્રો કઠવા લાગ્યાં. એની અધીરાઈએ અનુરાગ ઝડપથી નિર્વસ્ત્ર થતાં તેના ઉઘાડે રોમાની આંખો પહોળી થઈ ગયેલી. એમાં દીદીના સુખની ઈર્ષા પણ હતી!

‘હવે એ સુખ એટલું જ તારું પણ...’ તેના પર છવાઈ જતા અનુરાગના પૌરુષની પછી તો જાણે લત લાગી હતી.

દીદીએ પૂરા મહિને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. ત્રીજા મહિને તેને સાસરે વળાવી એ દરેક વીક-એન્ડ સાળી-જીજુએ ઉપલા માળે પૂરી રંગીનતાથી માણ્યું. મારે મારી દીદીનો સંસાર નથી ભાંગવો, પછી જીજુનો લાભ મળતો રહે એમાં ખોટું શું છે? આ ગણતરી ગળે ઊતરી ગયેલી.

નાનકડા અયનની સંભાળના બહાને વેકેશન યા લૉન્ગ વીક-એન્ડમાં રોમા અમદાવાદ જ હોય. ઘરે મેળ ન પડે તો સાળી-જીજુની જોડી દિવસના ટાઇમે બે-ત્રણ કલાક હોટેલમાં ગાળવાનો મેળ ગોઠવી દે...

અયન ચાર વર્ષનો થયો. મારાં લગ્નને બે વરસ થયાં છતાં અમારી એ પ્રૅક્ટિસ આજેય ચાલુ છે! મારાં માવતરને મર્યા ત્યાં સુધી આની ગંધ નહોતી, દીદીને તો સપનેય કલ્પના નહીં હોય...

અને અતીત.

‘લુક રોમા, તારે પરણવાનું તો છે જ. તો અતીત શું ખોટો છે? ઊલટું જંગલમાં નથી ગમતુંના બહાના હેઠળ તને દીદીના ઘરે આવવાની સહૂલિયત મળશે.’

જીજુની ગણતરી ગળે ઊતર્યા બાદ રોમાએ હામી ભણી હતી. રંગેચંગે લગ્ન થયાં. બેશક અતીત અનુરાગથી ક્યાંય વધુ દેખાવડો, મરદાનગીભર્યો હતો. કામક્રીડામાં અનુભવે ઘડાતો પણ ગયો. તોય પોતાને તો ઝંખના અનુરાગની જ રહેતી. એવું કેમ હશે?

‘કારણ કે આપણને એકમેકની આદત થઈ ચૂકી છે રોમા. આપણે આપણો સંસાર નિભાવીશું એટલી જ લગનથી એકબીજાને વફાદાર રહીશું. આ જ આપણો પ્રેમ, આ જ આપણા સંબંધની ડેસ્ટિની.’

અનુરાગની સમજૂતી ગંઠાઈ ગયેલી.

શરૂ-શરૂમાં તો બહુ વાંધો ન આવ્યો. અતીત તેને હથેળીમાં રાખતો. દરેક બાબતની છૂટ અને એટલો જ વિfવાસ. ટૂંકા ગાળામાં રોમાએ માબાપ ગુમાવ્યા ત્યારે કામ મૂકીનેય પત્નીના પડખે રહેલો. દીદી-જીજુને અદકેરું માન આપે. અયન તો અતીતમાસાનો હેવાયો. તેનાં માવતર પણ એટલાં જ પ્રેમાળ. દીકરા-વહુની ખુશીથી વિશે તેમની કોઈ અપેક્ષા પણ નહીં!

બદલામાં હું અતીતને શું આપું છું? દગો?

સવાલ ચુભતો, જવાબ ડંખતો.

‘મારાથી દંભ નહીં થાય, મારાથી અતીતને વધુ છેતરી ન શકાય.’

પાછલી બે-ચાર મુલાકાતોથી રોમા જીદપૂવર્કી અનુરાગને એકાંત મેળાપમાં કહેતી રહી છે.

‘તો મને છોડી દે...’ અનુરાગે ગંભીરપણે કહેલું, ‘મને માઠું નહીં લાગે.’

‘હાય-હાય... કેવા પથ્થરદિલ છો. હું તમને નહીં છોડી શકું એમ અતીતને છેતરવાનું મુશ્ેકલ થતું જાય છે. તેનો પ્યાર મારી છેતરપિંડીને કારણે બોજરૂ૫ થતો જાય છે.’

‘હં, તું શું માને છે? તારી દીદી મને પ્રેમ નથી કરતી? મને એ બોજારૂપ નહીં લાગતો હોય?’ અનુરાગે સમજાવેલું, ‘ખુદને થોડો સમય આપ. તુંય મારી જેમ દહોરી જિંદગી જીવતાં શીખી જઈશ.’

ગલત. ઊલટું અતીતની કીકીમાંથી વરસતો સ્નેહ મારી નજર ઝુકાવી દે છે. અરે, અતીત તેની ફેવરિટ તાનિયાના અસાઇનમેન્ટ વિશેય મુક્તતાથી મારી સાથે ચર્ચા કરે છે... અમદાવાદથી આવ્યા બાદ મારામાં દેખાતો નિખાર જીજુની સોબતને કારણે છે એવું હું કહી નથી શકતી. મને ચેન નથી. અકળામણમાં, ગૂંગળામણમાં હું કંઈ બોલી પડું, મારો-જીજુના ભેદનો ઇશારો આપી દઉં એની ભીતિ સૌથી વિશેષપણે પજવે છે.

‘તો પછી આનો એક જ ઉકેલ છે... છૂટાછેડા!’

આ વખતની મુલાકાતમાં આ જ ચર્ચા હાવી રહેલી. ડિવૉર્સના સુઝાવે થથરી જવાયેલું.

‘તારા પેરન્ટ્્સ નથી, પણ તારી રેણુદીદીને તો તારે કન્વિન્સ કરવી રહી. તે તો ચાલ ફૉરેસ્ટની નોકરી, અંતરિયાળ રહેવાનાં જેવાં બહાનાં માનીયે લે; પણ અતીત? તે તને ચાહે છે. તારે ખાતર ગમતી નોકરી પણ છોડવા તૈયાર થઈ જાય તો ડિવૉર્સનું કયું કારણ રહે?’

યા, મને સુખી કરવા અતીત જરૂર નોકરીને લાત મારે! પછીયે હું ડિવૉર્સને વળગી રહું તો ઊંડો તર્યા વિના ન રહે અને એમાં મારું-જીજુનું રિલેશન ઝડપાયું તો દીદીનો સંસાર પણ સળગે! એવું તો થવા કેમ દેવાય?

‘તો પછી એક જ ઉપાય રહે છે... અતીતની આ દુનિયામાંથી એક્ઝિટ!’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 1)

એનો આંચકો અત્યારે પણ અનુભવતી રોમાના હાથમાંથી ચાનો પ્યાલો વચકી પડ્યો ને તાનિયા સાથેની વાત પતાવતો અતીત અચરજથી પત્નીને નિહાળી રહ્યો.

(ક્રમશ:)

columnists