કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 5)

28 December, 2018 10:09 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 5)

લઘુકથા - ઘટના

બાકી કલકત્તા મૂવ થયાના આ મહિનોમાસમાં જિંદગીની ગાડી ફરી પાટે ચડી રહી હોય એવું લાગવા માંડ્યું હતું. ફૅમિલી સાથે તો ભળે એમ નહોતું. પોતે કલકત્તામાં જ કોઠી ભાડે રાખી હતી. પ્રાદેશિક સિરિયલોમાં કામ મેળવવાના પ્રયાસો રંગ લાવે એમ દેખાઈ રહ્યું હતું. ત્યાં થોડી વાર પહેલાં મુંબઈથી એકાદ મહિલા પત્રકારે ફોન રણકાવ્યો : મૅમ, નેટ પર ફરતી તમારી સેમી ન્યુડ તસવીરો સાચી છે?

એવું તો ભડકી જવાયું. તેને તો ખખડાવી, પણ પછી સર્ચ કરતાં ચોંકી જવાયું. અર્ધનગ્ન ગણાય એવી એ મારી જ તસવીરો હતી.

નો, આઇ ડોન્ટ ડિઝર્વ ધીસ. મારું ચારિત્ર્ય કોણ વગોવી રહ્યું છે એ સમજવા ઑક્સફર્ડની ડિગ્રીની જરૂર નથી.

અશ્વમેધ! અમારા મેળા૫ દરમ્યાન તે ક્યારેક મોબાઇલમાં તસવીરો પાડી લેતો હશે. તેના સિવાય હું કોઈ સમક્ષ ઉઘાડી થઈ નથી એટલે આ તેનું જ કારસ્તાન હોય! મને બદનામ કરીને તે શું હાંસલ કરવા માગે છે? બૈરીનો વિશ્વાસ? એવું જ હોય તો તેં મને હજી પૂરી જાણી નથી!

છાતીમાં જુસ્સો ભરીને તેણે અશ્વમેધને ફોન જોડ્યો.

€ € €

‘ઓ રે!’ અશ્વમેધ ચીખી ઊઠ્યો, ‘સુસ્મિતા, તેં આ શું કર્યું?’

અશ્વમેધની પૃચ્છામાં અચરજ ૫ણ હતું. હજી ગઈ કાલે કલકત્તાથી ફોન કરનારી તેણે કેટલા પ્રેમથી રિક્વેસ્ટ મૂકી કે કાલે વન-ડે માટે મુંબઈ આવી રહી છું, જૂની સિરિયલનો હિસાબ સેટલ કરવાનો છે તો ક્યાંક મળીએ...

તેને ઇનકાર ન થયો એમ પાટે ચડેલી સંસારગાડી ફરી ઉથલાવવી નહોતી એટલે હોટેલની રૂમને બદલે બપોરના સમયે રેસ્ટોરાંની આ ફૅમિલી-રૂમમાં ભેળાં થયાં. કેટલી ઉષ્માભેર તે મને મળી અને પછી એકાએક લીટરની સ્ટીલની બૉટલ મારા પૅન્ટ પર એવી રીતે ઊથલાવી કે અંદરનો ઍસિડ બરાબર મારા ગુપ્ત ભાગ પર... અશ્વમેધ ચિલ્લાયો, ‘મેં તારું શું બગાડ્યું બેવફા ઔરત...’

અશ્વમેધને અંધારાં આવતાં હતાં, ‘તને આટલો રૂપિયો ધર્યો‍, તારે ખાતર બિચારા અથવર્નો’ જીવ લીધો...’

‘હા, મારા કહેવાથી તેં અથવર્નીઊ સોપારી આપી, પણ પછી તેં જ મારા ફોટો ફરતા કરીને મને ક્યાંયની ન રાખવાના તારા ઇરાદાનો આ જડબાતોડ જવાબ છે! તું આને જ લાયક હતો.’

‘નો...’ અશ્વમેધ બરાડ્યો. ‘મેં આવું કંઈ જ કર્યું નથી.’

તેની ચીસમાં સચ્ચાઈ વર્તાતાં સુસ્મિતા બઘવાઈ : કશું કાચું કપાય છે. સોશ્યલ મીડિયામાં મારા ફોટો અશ્વમેધે નથી સ્પ્રેડ કર્યા તો બીજા કોણે...

‘મેં...’ ફૅમિલી-રૂમનો ઠેલેલો દરવાજો ખોલીને પ્રવેશતી ધર્મિષ્ઠાને જોઈને અશ્વમેધ-સુસ્મિતા હેબતાયાં. પાછળ પોલીસને ભાળીને ફિક્કાં પડ્યાં - ટ્રૅપ!

‘ધ... ધર્મિષ્ઠા તું... તને કેમ...’

‘પત્ની પતિની રગરગથી વાકેફ હોવાની...’ પોતાને અથવર્નોવ પત્ર મળેલો એવું કહેવાનું ટાળીને ધર્મિષ્ઠાએ મૂળ મુદ્દો પકડ્યો, ‘તમે પરસ્ત્રીગમન કર્યું અશ્વમેધ, મેં એ દોષ જતો કર્યો‍; પણ કોઈની હત્યા કરાવનારનું મંગળસૂત્ર હું પહેરીશ એવું તમે ધાર્યું પણ કેમ?’

ધર્મિષ્ઠાએ ગળાનું મંગળસૂત્ર તોડીને ફગાવ્યું.

અશ્વમેધ શું બોલે? પત્ની, પ્રતિષ્ઠા, પુરુષાતન બધું ગુમાવી ચૂક્યો પુરુષ કાયદાને આધીન થયા સિવાય કરી પણ શું શકવાનો? એવી જ હાલત સુસ્મિતાની. અથર્વના ખૂનમાં સંડોવણી ઓછી હોય એમ અશ્વમેધ પર ઍસિડ-અટૅક કરીને ત્યાં હું બેવડી ગુનેગાર ઠરી. અરેરેરે. આના કરતાં તો અથવર્નેવ બદલે ધર્મિષ્ઠા પર જ નિશાન તાક્યું હોત તો... પણ હવે શું!

ધર્મિષ્ઠાના બયાને સમજાયું કે કોઈક રીતે તેને અમારા કૃત્યની જાણ થતાં તેણે અમારી વચ્ચે ફાટ પડાવી ભેદ ઓકાવવાનો ખેલ રચ્યો. પતિના મોબાઇલમાં હજીયે સ્ટોર સુસ્મિતાના ફોટો મીડિયામાં વહેતા કરવા તેના માટે સરળ હતું. સુસ્મિતાને પત્રકાર તરીકે ભડકાવનારી પણ તે જ. એના આધારે જોકે સુસ્મિતા ઍસિડ-અટૅક કરશે એવી ધારણા નહીં હોય. અમારી દરેક મૂવ પર તેની નજર હતી. ત્યાં સુધી કે પોલીસની આગોતરી મદદથી અમે જ્યાં મળવાનાં હતાં એ આ વેન્યુમાં CCTVના રેકૉર્ડિંગની પણ વ્યવસ્થા તે પાર પાડી ચૂકેલી! તેણે ક્યાંથી સત્ય જાણ્યું એ હવે મહત્વનું નથી, હકીકત એ છે કે અમારો ગુનો અમારા જ મોંએ ખુલ્લો થઈ ગયો છે! ઇટ્સ ફિનિશ્ડ!

ગુનેગારોને લઈને પોલીસ નીકળી એટલે નિચોવાઈ ગઈ હોય એમ ધર્મિષ્ઠા ખુરસી પર બેસી પડી.

- પણ ખેલ અહીં પૂરો નથી થતો. અથવર્નોધ બીજો ગુનેગાર હજી આઝાદ છે! લજ્જા.

જોકે તેને સજા દેવામાં હજી વાર છે! ધર્મિષ્ઠાએ ઊંડો શ્વાસ લીધો.

€ € €

‘અથર્વના અંજામ બદલ

અશ્વમેધ-સુસ્મિતાને જનમટીપ! ’

દસ મહિને ર્કોટનો ચુકાદો આવ્યો ને એ સાથે અથવર્નોમ વીમો ક્લિયર થતાં લજ્જા અંદરખાને ઝૂમી ઊઠી.

અથર્વ કિડનૅપ થયા પછી બીજે દહાડે પોતાને ખરેખર તો તેની ડેડ-બૉડી મળ્યાના ખબર આવવા જોઈતા હતા. લાપતા બનવાની ફરિયાદ નોંધાવી પછી પણ એવું ન બનતાં જીવ ચૂંથાતો હતો. કતલ પછી અન્ડરગ્રાઉન્ડ થઈ જનારા આદિલનો પત્તો બીજા છ-આઠ મહિના સુધી લાગે એમ નહોતો... અથવર્નો મૃતદેહ ન મળે તો કાયદો ગુમ થનારાને સાત વર્ષ સુધી મરેલો નહીં માને અને અથર્વ મરે નહીં ત્યાં સુધી તેનો વીમો પાકે નહીં! એવું ન બને એ માટે તો પોતે લાશ મળવાનું ઇન્સિસ્ટ કર્યું હતું.

આવામાં અશ્વમેધ-સુસ્મિતાની ધરપકડના સમાચારે જાણે ગોળનું ગાડું મળ્યું. તેમણે ધૅટ આદિલ નામના કિલરને જ સોપારી આપ્યાનું તેમની કબૂલાત પરથી જાણ્યા બાદ અચંબિત થવાયેલું. અશ્વમેધે લાશ ન મળવાના વધુ પૈસા આપ્યા હશે એટલે અથવર્નેબ મારીને તેણે લાશ ક્યાં સગેવગે કરી એનો કોઈને અતોપતો નથી... ખરો ખૂની આદિલ હજી સુધી નથી ઝડપાયો. તે ઝડપાવો પણ ન જોઈએ! નહીંતર તેણે મારું નામ આપ્યું તો ગજબ થઈ જાય! અથર્વ કેવી રીતે મરાયો, તેની લાશનું શું થયું એ પ્રfનો જ છે. જોકે પ્રવર્તમાન સંજોગોમાં તેનો અંજામ નિશ્ચિત માનીને કોર્ટે‍ સાત વરસના બંધનમાંથી મુક્તિ આપી દીધી. એ જજમેન્ટના આધારે પૉલિસી ક્લિયર થઈ.

એક અધ્યાય પૂરો. હવે પચાસ કરોડના સહારે નવી સફર શરૂ... લજ્જા મીઠા સમણાંમાં ખોવાઈ ત્યારે ખરેખર તો તે લૂંટાઈ રહી હતી!

€ € €

ટ્રાન્ઝૅક્શન કમ્પ્લીટ. લૅપટૉપની સ્ક્રીન પર ઝબકતા સંદેશે રાહત અનુભવતી ધર્મિષ્ઠાએ ડ્રૉઅરનું ખાનું ખોલીને અથવર્નોમ પત્ર કાઢ્યો:

બહેન ધર્મિષ્ઠા,

જીવનની અત્યંત કપરી ક્ષણમાં આ પત્ર લખી રહ્યો છું. અત્યારે હું કૉન્ટ્રૅક્ટ કિલરના કબજામાં છું ને મારંો મૃત્યુ નિશ્ચિત છે. આખરી ખ્વાહિશરૂપે લખેલો આ પત્ર તમને મળશે જ એવી શ્રદ્ધા સાથે લખું છું અને મરતો માણસ જૂઠું ન બોલે એટલા વિશ્વાસે મારા આ બયાનને સાચું માનજો.

જીવનની અંતિમ ક્ષણોમાં, મારો આખરી ખત મારે તમને કેમ લખવો પડે?

એનાં બે કારણ છે. પહેલું કારણ, તમે સ્ત્રીનું એ રૂપ છો જેમાં મને શ્રદ્ધા છે. બીજું એ કે મારા અંજામમાં તમારા જ પતિ નિમિત્ત બન્યા છે. અશ્વમેધે મારી સોપારી આપી છે. મે બી, સુસ્મિતાને કારણે...

ધર્મિષ્ઠા પળ પૂરતાં અટક્યાં. પહેલી વાર આ વાંચ્યું ત્યારે કંપી જવાયેલું. અશ્વમેધનો આવતો વિનિપાત? અથર્વના નામે કોઈ મારી સાથે મજાક તો નથી કરતુંને! પણ ચાર-ચાર દિવસથી ગાયબ આદમીના આખરી શબ્દો પર ભરોસો મૂકવાનું નક્કી કર્યા પછી ઈશ્વર જ જાણે પ્રેરતો રહ્યો... તેમણે આગળ વાંચ્યું...

અને દોષી કેવળ તમારા પતિ નથી. મારી પત્નીએ પણ મારી સોપારી એ જ શખ્સને આપી છે એ જોગાનુજોગ મનાય નહીં એવી હકીકત છે. બે ડીલમાં ફરક એટલો જ છે કે હું લાપતા ન ગણાઉં એ માટે મારી પત્નીને મારી લાશનો ખપ છે, જ્યારે અશ્વમેધની શરત છે કે લાશ મળવી જ ન જોઈએ...

આનો તો કિલર જે ઉકેલ આણે એ. મારી એટલી જ વિનવણી કે તમે મારા અંજામ પાછળની ઘટનાને ઉજાગર કરજો. તમે એક વાર મને ભાઈ કહ્યો હતો. બસ, એ નાતે હું બહેન પાસે જીવનની પહેલી અને છેલ્લી આજીજી કરું છું.

જાણું છું, હત્યાખોર પતિ સાથે સંબંધ રાખવાનું તમને નહીં ફાવે. છતાં તમારે અશ્વમેધને બક્ષવો હોય તો મને એનું માઠું નહીં લાગે. મારે તમારો સંસાર ભાંગવો નથી; પણ હા, મારી પત્નીને જરૂર સબક શીખવજો. એની દિશા પણ ચીંધતો જાઉં છું...

મારી હત્યા પાછળ લજ્જાનો મોટિવ વીમો પકવવાનો હોવાનો. ભલે તે પચાસ કરોડ મેળવતી. તમે એટલું થવા દેજો અને જેવો ક્લેમ પાસ થાય કે તેના અકાઉન્ટમાંથી રાતોરાત રૂપિયા વિવિધ ચૅરિટીફન્ડમાં ઑનલાઇન ટ્રાન્સફર કરી દેજો. નસીબજોગે કિલરે મારું અપહરણ કર્યું ત્યારે હું બૅન્કના કામે જ નીકળ્યો હતો એટલે લજ્જાની અકાઉન્ટ-ડીટેલ્સ હાથવગી છે, સાથે બીડી છે અને આ રહ્યા એના પાસવર્ડ્સ...

રાતોરાત પૈસો ચાંઉ થવાનો આઘાત લજ્જા માટે અસહ્ય બની રહેવાનો. ત્યારે તેને મારા પત્રના અંશ - તમારી ઓળખ છતી ન થાય એમ - મોકલી આપજો. તે કંઈ કરી નહીં શકે. પોતાનો ગુનો પકડાવાની ફડક, રાતોરાત લૂંંટાયાની એની છટપટાહટ મારી રૂહ માટે શાતાપ્રેરક બનશે. આટલું તો કરશોને?

- અભાગી ભાઈ અથર્વ!

ધર્મિષ્ઠાએ પત્રની ગડી બંધ કરીને પાંપણે બાઝેલું અશ્રુ લૂછ્યું. અથવર્નીા ભાળ કાઢવામાં પોલીસ નાકામ બનતી ગઈ એમ તેનો શબ્દેશબ્દ પથ્થરની લકીર બનતો ગયો. નિર્દોષ જુવાનને મૃત્યુ દેનારા પતિનો સ્પર્શ દઝાડતો હતો. પહેલાં એનો પર્દાફાશ કરીને પોતે હવે લજ્જાને પણ અથર્વએ ઇચ્છિત સજા દઈ દીધી... હવે?

ધર્મિષ્ઠાએ છાતીમાં દમ ભર્યો : પિતાના ગુનેગાર હોવાની ઘટના મારા બાળકોના ભાવિને ગ્રહ્યે એ પહેલાં અહીંથી ક્યાંય દૂર જતા રહેવું છે. સ્વાશ્રયના બળે તેમને સ્નેહથી સિંચીને સિદ્ધાંતના પાઠ ભણાવવા છે, સંસ્કારના વાઘા પહેરાવા છે...

એક માતાનો આ સંકલ્પ હતો અને તે કામિયાબ રહેવાની જ એમાં શંકા ખરી?

બીજી સવારે ધર્મિષ્ઠાએ લજ્જાના પોસ્ટ-બૉક્સમાં અથર્વના પત્રની ઝેરોક્સ કૉપીનાં કટિંગ્સ ધરાવતું કવર ડ્રૉપ કર્યું અને જીવનની સૌથી કસોટીભરી ઘટનાથી હંમેશ માટે પૂંઠ ફેરવી લીધી.

€ € €

હાય-હાય! લજ્જાએ પત્ર વાંચી અકાઉન્ટ ચેક કરતાં કાળજે કરવત જેવી ફરી વળી - બૅલૅન્સ શૂન્ય હતું. પ...ચાસ કરોડ રાતોરાત પગ કરી ગયા? અથર્વ-અથર્વ, તમે મરતાં પહેલાં આ શું કરી ગયા! કોણે આ કારીગીરી કરી? તેને તો હું...

લજ્જાએ ધક્કો અનુભવ્યો. પોતે તેને કંઈ કરી શકવાની નહીં! જેણે પણ કર્યું, તેની પાસે અથર્વના આખરી ખતરૂપે મારા ગુનાનું સબૂત હોવાનું... આ કટિંગ્સ મોકલનારનો આશય જ એ છે... ઇટ્સ ઑલ ઓવર. પચાસ કરોડની લાયમાં હું મારું સ્ત્રીધન પણ ગુમાવી બેઠી! અમીરી મારા તકદીરમાં જ નહીં હોય. તો જ ત્રીજી વાર પણ હાથતાળી આપી ગઈને... રૂપિયા માટે મેં ધણીને મરાવ્યો પણ... તે કડવું હસી - અથવર્નું નહીં તારું જ નસીબ વાંકું નીકળ્યું લજ્જા!

તેનું અટ્ટહાસ્ય ઘેરું બનતું ગયું. આડોશીપાડોશી દોડી આવ્યા. ધારી લેવાયું - પતિનું અકાળ મૃત્યુ લજ્જાનું ચિત્તભ્રમ કરી ગયું!

€ € €

મુંબઈની સડકો પર દોડતી લજ્જાને લોકો ગાંડી કહીને પથ્થર મારે છે અને એ દરેક પથ્થર અથવર્નોલ ઘા ભરે છે.

જીવનમાં ક્યારેક ચમત્કાર બનતા હોય છે. બબ્બે જણે મને મારવા ચાહ્યો; અરે, કૉન્ટ્રૅક્ટ કિલરની ગિરફ્તમાં હું અંતઘડી સુધી પહોંચી જઈને પણ જીવતો રહ્યો એનાથી મોટો ચમત્કાર શું હોય?

અથર્વે સાંભર્યું. એ રાત્રે આખરી ઇચ્છારૂપે ધર્મિષ્ઠાને લખેલો પત્ર વાંચીને આદિલ તેની સામે ઘૂંટણિયે બેઠેલા અથવર્નેઅ હસ્યો હતો : આ લેટર પહોંચાડું તો મારે ફસાવાનું થાય! ખેર, તું તારે મરવા તૈયાર થઈ જા...

તેણે કારમાંથી લોખંડનો સળિયો કાઢ્યો. એના ફટકાથી મને બેહોશ કરીને કળણમાં નાખવાનો તેનો ઇરાદો હોવો જોઈએ પણ...

તેણે સળિયો ઉગામતાં જિજીવિષા જાગી હોય એમ હું છેલ્લી ઘડીએ સ્થાનફેર કરું છું. વાર ખાલી થતાં આદિલ લડખડાય છે ને એ એક પળ બાજી પલટી કાઢે છે! પગની આંટી મારીને હું તેને પછાડું છું, જીવ બચાવવાના જોશે તેની છાતી પર ચડી બેસુમાર મુક્કાનો માર મારી જે કળણમાં તે મને ડુબાડવાનો હતો ત્યાં તેની જ આહુતિ દઈ દઉં છું... એ વળાંક આદિલ માટેય એટલો જ અકલ્પનીય રહ્યો હોવો જોઈએ. તેના અંજામનો અફસોસ નથી. નર્દિોષ માણસોને રૂપિયા લઈને મારનારો રાક્ષસ ગણાય, તેના મરવાનો શોક હોય પણ કેમ? ધાર્યું હોત તો સંસારમાં પાછો પ્રવેશી શક્યો હોત. પણ એવી ઇચ્છા જ ન થઈ. ધર્મિષ્ઠાને પત્ર પોસ્ટ કરીને જે બનતું ગયું એ કેવળ દૂર રહી નિહાળ્યા કર્યું..

ધન્ય તે સ્ત્રી. મારી ‘અંતિમ ઇચ્છા’ને માન્ય ગણીને તેણે મારા વેરને મોક્ષ આપ્યો. લજ્જાના પેરન્ટ્સ પણ દીકરીને જાળવી નથી શક્યા એ તેની કરણીનો જ પ્રતાપ. અને હવે?

અથર્વ આંખો મીંચી ગયો. જે કંઈ બનતું ગયું એ પછી ભીતર મોહમાયા- વેર-અપેક્ષા કશું જ રહ્યું નહોતું... અથવા જે કંઈ હતું એનાથી પણ હવે અલિપ્ત થઈને તેણે કદમ ઉપાડ્યાં : નવી દિશા તરફ, નવા વિશ્વ તરફ, રાગથી વૈરાગ તરફ!

આ યાત્રા ફળવાની જ એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

columnists