અપહરણ (પ્રકરણ 2)

10 May, 2022 07:27 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ભાઈ, જોગલેકર આ હરામીને કારણે આપણી સાથે રમત કરે એવું લાગતું નથી. મનોજ જોગલેકરને બેફામ ગાળો આપતો હતો. જોગલેકરના મૅનેજર સાથે એવી રીતે વર્તતો હતો જાણે આખા મુંબઈનો એ બાપ હોય...’

અપહરણ

‘ભાઈ, મનોજ કમીના હૈ. લગતા હૈ કિ દાઉદ ઉસ કે સાથ હી હૈ.’
‘હંઅઅઅ...’
‘ભાઈ, જોગલેકર આ હરામીને કારણે આપણી સાથે રમત કરે એવું લાગતું નથી. મનોજ જોગલેકરને બેફામ ગાળો આપતો હતો. જોગલેકરના મૅનેજર સાથે એવી રીતે વર્તતો હતો જાણે આખા મુંબઈનો એ બાપ હોય...’
‘અચ્છા... તો ચલો અબ ઉસ બાપ કો બેટા બનાતે હૈં.’
‘ભાઈ, મનોજ પે હાથ ડાલા તો વો દાઉદ કે પાસ જાએગા...’
‘નહીં જાએગા, ઔર અગર જાએગા તો દાઉદ ભી ઉસસે પૈસે નિકાલેગા...’
‘વો બાત તો બરાબર હૈ ભાઈ...’
‘સુન, કલ સે દો લડકે મનોજ કે પીછે લગા દે. રાજુ ઔર પઠાણ ઠીક રહેંગે. મનોજ સુબહ કિતને બજે જાગતા હૈ, જાગને કે બાદ ક્યા કરતા હૈ, ઘર સે કબ નિકલતા હૈ, કહાં-કહાં જાતા હૈ, પૂરે દિન મેં કબ વો અકેલા હોતા હૈ... યે સબ ઇન્ક્વાયરી મુઝે ચાહિએ.’ 
‘ઠીક હૈ ભાઈ...’
‘મનોજ કે ઘર સે ઑફિસ કે બીચ અગર પુલિસ-સ્ટેશન હૈ તો હમેં અપના પ્લાન બદલના પડેગા. ઇન રાસ્તોં કે બીચ કોઈ ટ્રાફિક સિગ્નલ ભી નહીં હોના ચાહિએ...’
‘બરાબર ભાઈ...’
‘એક મકાન કા ઇન્તજામ કરના હોગા... દો ગાડીયાં ચાહિએ. એક ઇનોવા ઔર મારુતિ. કાર માટે ભૂષણને કહી દેજે. જરૂર પડે તો મુશ્તાકને મારી સાથે વાત કરાવી દેજે. ગાડીનાં પેપર્સ ડુપ્લિકેટ રાખવાનાં છે અને બન્ને ગાડી મુંબઈ પાસિંગની જ લેવાની છે. ગાડી મુંબઈ કે બહાર કી હોગી તો બેમતલબ ટ્રાફિક-પુલિસ રોકેગી, દો સવાલ કરેગી.’
‘ઠીક હૈ ભાઈ...’
‘મકાન કિસી ગવર્નમેન્ટ કૉલોની કે પાસ મિલે તો અચ્છા હૈ, પુલિસ-કૉલોની મેં મિલ જાએ તો બહેતર... મનોજનું ફૅમિલી પોલીસ-કમ્પ્લેઇન કરે અને ઇન્ક્વાયરી શરૂ થાય તો પણ વાંધો ન આવે. પોલીસ ગવર્નમેન્ટ કૉલોની કે પોલીસ-ક્વૉર્ટર્સમાં તપાસ કરવા જવાનું ક્યારેય વિચારતી નથી. જો આવું મકાન ન મળે તો મનોજના ઘરની આસપાસ મકાન શોધવાની કોશિશ કરજે. મનોજના ઘરની દરેક હિલચાલ પર ધ્યાન રહી શકશે.’
‘હા ભાઈ...’
‘ચંકી, મકાન મેં એક-દો ઔરત ઔર બચ્ચેં ભી રખના. ઔરતેં ઔર બચ્ચોંવાલે પર પુલિસ કા શક નહીં જાતા...’
‘મંજુ ઠીક રહેગી, વો બચ્ચે કે સાથ હી આયેગી.’
‘હા, મંજુ બરાબર છે. આમ પણ ગુજરાતના કામમાં તે નહોતી એટલે થોડી નારાજ થઈ છે. ભૂષણ સામે પણ ગુસ્સો કરતી હતી કે ભાઈને હવે મારી જરૂર નથી.’
‘ઔર ભાઈ, આરતી કો ભી બુલા લું?’ 
‘નહીં, આરતી નહીં...’
‘હંઅઅઅ...’
‘દેખ બેટે, મૈંને પહલે ભી કહા હૈ, આજ ભી કહતા હૂં, ધંધે કે ટાઇમ પે દિલ કા નહીં સોચને કા. સિર્ફ દિમાગ કા સોચને કા. અગર દિલ કી સોચોગે તો પુલિસ કી ગોલી આકે કબ સીને મેં ઊતર જાએગી યે પતા નહીં ચલેગા...’
‘આગે સે ખ્યાલ રખૂંગા ભાઈ...’
‘કામ હો જાને કે બાદ તુ ઔર આરતી નેપાલ ચલે જાના, મેરે ખર્ચે પે, બસ?’
‘થૅન્ક યુ ભાઈ...’
‘આરતી કા ફિલ્મ કા કામ કૈસા ચલ રહા હૈ...’
‘આપ કી દુઆ હૈ ભાઈ. વો દોનોં ડાયરેક્ટરને ઉસે અપની ફિલ્મ મેં સાઇન કી હૈ... આરતી કહતી થી કી શૂટિંગ ભી ચાલુ હો ગયા.’
‘અચ્છા હૈના... ઉસે કહના કિ ભાઈ યાદ કર રહે થે.’
‘ભાઈ, વો ભી આપ સે બાત કરના ચાહતી થી...’
‘અભી નહીં. યે કામ ખતમ હોને કે બાદ. હોગા તો મૈં તુમ દોનોં કો દો-ચાર દિન યહીં પે બુલા લૂંગા...’
‘ભાઈ, આપને તો દિલ ખુશ કર દિયા...’
lll
‘બુરા ન માનો તો ચંકી એક બાત કહૂં...’
‘બોલો...’
‘ભાઈ જલ્દબાજી મેં પૂરી બાજી બિગાડ દેતે હૈં. ગુજરાત મેં અગર ઉન્હોંને સોચા હોતા તો હમેં દસ ખોખા આરામ સે મિલ જાતા...’
‘નહીં ભૂષણ. તુમ્હારી બાત ગલત હૈ. ભાઈ ઉપર બૈઠ કર ભી હમારે બારે મેં સોચતે હૈં. ભાઈ કો પતા ચલ ગયા થા કિ ગુજરાત કે ઉસ સોનીને પુલિસ કે સામને સબ કુછ ઉગલ દિયા હૈ. ભાઈને જલ્દબાજી કી, મગર વો હમારે કારણ હી... અગર વો તીન ખોખે મેં બાત ખતમ નહીં કરતે તો...’
‘પર હમ રિસ્ક લેને કો તૈયાર થે તબ ઉન્હેં ક્યા ફર્ક પડતા થા. જાન જાતી તો હમારી જાતી, ભાઈ...’
‘બાત સિર્ફ જાન કી નહીં હૈ ભૂષણ, બાત ઇજ્જત કી ભી હૈ. અગર કિસી અપહરણ કે દૌરાન ગૅન્ગ કા આદમી મરતા હૈ તો ઇજ્જત પૂરી ગૅન્ગ કી ઔર ભાઈ કી ભી જાતી હૈ. તુમ્હારી યા મેરી નહીં...’
 ‘ઇજ્જત કે નામ પે ફાલૂદા ભી નહીં મિલતા, ચંકી. ભાઈ તો સબ કે બીચ મેં પચીસ પર્સન્ટ દે કર છૂટ જાતે હૈં. ૭૫ પર્સન્ટ કી મલાઈ તો ઉનકે મૂંહ આતી હૈ...’
‘ભૂષણ, મને લાગે છે કે તારે હવે ભાઈ બનવું છે...’
‘જો આવી જ રીતે ચાલતું રહેશે તો ભાઈ બનવા સિવાય છૂટકો નથી...’
‘તુ જબ ભાઈ બને તબ મુઝે અપની ગૅન્ગ મેં ચંકી બનાના, સબ કી રિપોર્ટ લેનેવાલા ચંકી...’
‘ચલ પહલે ઇસ કામ કી સબ રિપોર્ટ દે...’
‘શામ કો છહ બજે મનોજ અપની ઑફિસ સે નિકલતા હૈ. ઑફિસ સે નિકલકર વો સીધા અપની ગર્લફ્રેન્ડ કે વહાં જાતા હૈ. ઉસ વક્ત રાસ્તે મેં ઉસકે સાથ કોઈ નહીં હોતા...’
‘રાસ્તા કૈસા હૈ...’
‘રાસ્તે જૈસા રાસ્તા હૈ. હા, બીચ મેં સિર્ફ એક ટ્રાફિક સિગ્નલ હૈ ઔર કોઈ પુલિસ કા લફડા નહીં હૈ...’
‘ઓકે. ઔર કોઈ ખાસ બાત...’
‘ખાસ બાત સિર્ફ યે કિ, ઇસ બાર હમેં કુછ જ્યાદા પૈસા મિલે ઐસા તુ કરના, પૈસોં કી સખ્ત ઝરૂરત હૈ યાર...’
‘મૈં કુછ કર નહીં સકતા ભૂષણ. હા, તેરી બાત જરૂર ભાઈ તક પહૂંચા સકતા હૂં.’
‘અગર તુ સિર્ફ બાત ભાઈ તક પહૂંચાનેવાલા હૈ તો ભાઈ કો યે ભી કહ દેના કિ અગર પૈસે કે મામલે મેં ઐસા હી રહા તો ભૂષણ આગે સે કામ નહીં કરેગા...’
lll
‘ભાઈ, ભૂષણ કુછ ઝ્‍યાદા હી ઊડ રહા હૈ...’
‘પતા હૈ, ઇસી કારન તુઝે કહતા હૂં કી ભૂષણ પે નઝર બનાયે રખના. કુત્તા જબ હદ સે ગુઝર જાતા હૈ તબ ઉસ પે નજર રખની પડતી હૈ, નજર રખને કે બાદ ભી વો ભોંકતા રહે તો ઉસે ચબાકે ખા જાના ચાહિએ.’ 
‘... ... ...’
‘ભૂષણને મનોજ કે બારે મેં ક્યા જાનકારી દી...’
‘મનોજ કા રૂટીન. ઉસકે કહને કે મુતાબીક મનોજ હર રોજ શામ ઑફિસ સે નિકલ કે સીધા અપની ગર્લફ્રેન્ડ કે ઘર જાતા હૈ...’
‘ઔર કુછ...’
‘નહીં ભાઈ, બાકી પૂરા દિન વો અપની ઑફિસ મેં હોતા હૈ. સુબહ કરીબન નૌ બજે ઘર સે નિકલતા હૈ. ફિર ઑફિસ મેં હી હોતા હૈ. ઑફિસ મેં જિમ રખ્ખા હૈ. શામ કો કરીબન છહ બજે ઑફિસ સે નિકલતા હૈ ઔર સીધા અપની ગર્લફ્રેન્ડ કે વહાં જાતા હૈ. વહાં સે રાત કો કરીબન નૌ-સાઢે નૌ કે આસપાસ નિકલતા હૈ મગર ઉસ વક્ત વો અપના ડ્રાઇવર બુલા લેતા હૈ. ડ્રાઇવર હી ઉસે ઘર પે લે જાતા હૈ...’
‘ઓકે... સુનો ચંકી, મનોજ જૈસે હી શામ કો ઑફિસ સે નિકલે કિ તુરંત ઉસે રોક લો. તુમ્હારે પાસે ઇનોવા રહેગી. મારુતિ આગે સે ઉસે રોકેગી. તુમ ઉસે ફૉલો કરના. મારુતિ જૈસે હી ઉસકી કાર રોકે કિ તુરંત તુમ ઉસકી બગલ મેં આ કર ખડે રહ જાના. બતાના કી તુમ મુસ્તફા કે પૈસે ક્યોં નહીં દે રહે હો. તુમ્હેં મુસ્તફા કો એક બાર મિલના હોગા. મુસ્તફા કા ગલત નામ સુન કર વો મન હી મન ઐસા સોચેગા કી ગલતી સે હુઆ યે લફડા કુછ હી મિનિટ મેં નીપટ જાએગા. વો શોર ભી નહીં કરેગા. દૂસરી બાત સુનો, તુમ્હારે પાસે છહ સે નૌ કા વક્ત હૈ. મનોજ કો તુમ્હારી જગહ પર લે જાને કે લિયે તીન ઘંટે કાફી હૈ. સાઢેનૌ બજે તક ડ્રાઇવર કો ફોન નહીં જાએગા તો વો સામને સે અપને બૉસ કો કૉલ કરેગા. મનોજ કો સમઝા દેના કિ ડ્રાઇવર કા ફોન આયે તો ઉસે બતા દે કિ અર્જન્ટ કામ કે કારન સે વો ફૉરેન જા રહા હૈ, આનેવાલે દો-તીન દિન તક ઉસે આને કી કોઈ આવશ્યકતા નહીં હૈ...’
‘ઠીક હૈ ભાઈ...’
‘ઔર એક બાત, જૈસે હી મનોજ કા કબજા લો, તુમ કિસી એક કો મનોજ કી કાર દે કે ઍરપોર્ટ ભેજ દેના. મનોજ કી કાર ઍરપોર્ટ પાર્કિંગ મેં પાર્ક હોની ચાહિએ ઔર મનોજ કો કહ દેના કિ ડ્રાઇવર કો બતા દેં કિ કાર ઍરપોર્ટ પાર્કિંગ મેં હૈ. ઘર પે પહૂંચા દે...’
‘બરાબર ભાઈ...’
‘મનોજ કે ઘર મેં પૈસે કા હૅન્ડલિંગ કૌન કરતા હૈ?’
‘યે કામ કે લિયે મૈંને મંજુ કો કહા થા. મંજુએ તેના એક દોસ્તની મદદથી જાણી લીધું છે કે બધા વહીવટ મનોજ જ જુએ છે.’
‘એમ?’
‘... ... ...’
‘ચંકી, અગર યે બાત સચ હૈ તો તુમ્હેં મનોજ કો જ્યાદા હૅન્ડલ નહીં કરના પડેગા. ચોબીસ સે અડતાલીસ ઘંટે મેં પૈસે મિલ જાએંગે...’
‘યે તો અચ્છા હૈ ના ભાઈ, જલ્દી નયે કામ પે લગે જાએંગે...’
‘હા, બાત તો સહી હૈ. અભી કામ હો પાયેગા. મગર જૈસે હી તુમ્હારા થોબડા પુલિસ કે પાસ ગયા વૈસે હી તુમ્હારા કામ કરના બંધ હો જાએગા...’
‘બાદ મેં તો મૈં આપકે પાસ ચલા આઉંગા... આપ કી સેવા કરુંગા...’ 
‘હા... હા... હા...’
lll
‘ભાઈ, સબ કુછ રેડી હૈ. પીછલે એક હફતે સે મનોજ કો ઑબ્ઝર્વ કર રહે હૈં. સબ કુછ વૈસા હી ચલ રહા હૈ જૈસા ભૂષણને બતાયા થા. અબ કામ કબ કરના હૈ...’
‘કોઈ ખતરા નહીં દિખતાના...’
‘ના, ભાઈ, કોઈ ખતરા નહીં...’
‘... તો કલ કા દિન ઠીક હૈ.’
‘ઓકે ભાઈ...’
‘મુઝે કોઈ ગલતી નહીં ચાહિએ...’
‘આપ કા બચ્ચા હું ભાઈ, ગલતી કી સજા જાનતા હૂં...’
‘જય ભવાની...’
‘જય ભવાની...’

વધુ આવતી કાલે

Rashmin Shah columnists