અપહરણ (પ્રકરણ 1)

09 May, 2022 11:26 AM IST  |  Mumbai | Rashmin Shah

‘એક કામ કરો ચંકી, કલ જોગલેકર કે પાસ જા કર મેરી બાત કરવા દો. આદમી અચ્છા થા સાલા. વો તો દાઉદ કે સાથ બૈઠને લગા ઇસ લિયે હમને હાથ ઔર સાથ દોનોં છોડ દીએ...’

અપહરણ

‘હા, ભાઈ...’
‘ક્યા હાલ હૈ ચંકી...’
‘બસ ભાઈ, આપ કી દુઆ હૈ...’
‘દુઆ ઉપરવાલે કી... હમ તો સિર્ફ મીડિયેટર હૈં.’ 
‘... ...’
‘ઔર સુના, ખાખી ક્યા કરતી હૈ?’
‘કુછ નહીં ભાઈ, હમે ઢૂંઢ રહી હોગી ઔર ક્યા...’
‘હા... હા... હા...’
‘ભાઈ, ગુજરાત છોડે મહિના બીત ગયા. નયા કુછ નહીં કિયા... લડકે કાફી પરેશાન હૈ. ચાહતે હૈં કિ કુછ નયા કિયા જાએ...’
‘અચ્છા...’
‘કહતે થેં કિ બૈઠે-બૈઠે હડ્ડિયાં સડ જાતી હૈ.’
‘લડકોં કો બોલ, ઉન્હેં જલ્દી નયા કામ મિલ જાએગા...’ 
‘ભાઈ, અબ કહાં જાના હૈ...’
‘કહીં નહીં, મુંબઈ મેં હી કુછ ધમાકેદાર કરેંગે.’ 
‘ઠીક હૈ ભાઈ...’
‘કલ તુમ્હેં પવાર મિલને આયેગા. પવાર સે મેરી બાત હો ગઈ હૈ...’
‘અરે ભાઈ, પવાર સે યાદ આયા. એક-બે દિવસ પહેલાં જોગલેકર મળી ગયો હતો, ક્લબની બહાર. તમારા માટે પૂછતો હતો. કહેતો હતો કે બને તો ભાઈને મેસેજ પહોંચાડજે. ખાસ કામ છે...’
‘ક્યોં ઐસા ક્યા કામ હૈ જોગલેકર કો.’
‘પતા નહીં ભાઈ, પણ બહુ ટેન્શનમાં લાગતો હતો.’
‘અચ્છા...’
‘હાં, કહેતો હતો કે ભાઈ સાથે વાત થશે પછી થોડી શાંતિ થશે.’
‘એક કામ કરો ચંકી, કલ જોગલેકર કે પાસ જા કર મેરી બાત કરવા દો. આદમી અચ્છા થા સાલા. વો તો દાઉદ કે સાથ બૈઠને લગા ઇસ લિયે હમને હાથ ઔર સાથ દોનોં છોડ દીએ...’
‘ઠીક હૈ ભાઈ, કાલે જઈને વાત કરાવી દઉં.’
‘ઔર હા, નંબર માંગે તો મત દેના. બોલ દેના કિ ભાઈ કો ભરોસા હૈ, પર તુ અબ ભાઈ કા દોસ્ત નહીં હૈ...’
‘ઠીક હૈ ભાઈ...’
‘બાકી લડકોં કો અપના પ્યાર દેના...’
‘ભાઈ, સબ આપ કો મિલને કી, આપ કો એક બાર દેખને કી જીદ કર રહે હૈં. કહતે હૈં કિ આપ કી ફિક્ર હો રહી હૈ...’
‘ક્યોં, મેરી ચિંતા ક્યોં હો રહી હૈ...’
‘ભાઈ, એક ન્યુઝ-ચૅનલે એવું દેખાડ્યું છે કે તમારી તબિયત ખરાબ છે. તમારા શરીરમાં હજીય એક ગોળી છે અને...’
‘સાલે, તુમ ભી ઇન ચેનલોં કી બાતોં મેં આ ગયે. સબ અપને હી આદમી હૈ. હમ જો કહતે હૈં વો ન્યુઝ મેં બોલ દેતે હૈં.’
‘... ... ...’
‘સબ કો બોલ દેના, ભાઈ તબ તક નહીં મરનેવાલા જબ તક વો દાઉદ (ગાળ) કો ખતમ ના કર દે.’ 
‘ઠીક હૈ ભાઈ, બોલ દૂંગા...’
‘ઔર કલ જોગલેકર સે મેરી બાત કરવા...’ 
‘ઠીક હૈ ભાઈ...’
lll
‘ભાઈ... ચંકી...’
‘બોલ ચંકી...’
‘ભાઈ, જોગલેકર સે બાત કરની થી ના આપકો...’ 
‘દે જોગલેકર કો...’
‘... ... ...’
‘ક્યોં જોગી, કાફી દિનોં કે બાદ યાદ આયી...’
‘ભાઈ, મુશ્કિલ મેં વહી યાદ આતે હૈં જો યા તો કંધા દેતા હૈ યા તો કહને પે સામનેવાલે કા કંધા કાટ દેતા હૈ.’ 
‘મુઝ સે ક્યા ચાહતે હો તુમ, કંધા યા હાથ, જો સામનેવાલે કા કંધા કાટેં?’
‘ભાઈ, અગર આપ કે નંબર મિલ જાતે તો...’
‘નંબર નહીં મિલેગા... ઔર ચંકી સે ગભરાઓ નહીં, ઘર કા લડકા હૈ...’ 
‘અચ્છા... ભાઈ, એક આદમી પૈસે નહીં નિકાલતા.’
‘... તો દાઉદ કો બતા. મુઝે ક્યોં બતાતા હૈ...’
‘ગલતી હો ગઈ થી ભાઈ. ઔર, ઔર... મૈંને કુછ ભી પૈસે કે લિયે નહીં કિયા થા. ઉસને ધમકી દે રખી થી કિ અગર મૈં ઉસે કામ નહીં દિલાઉંગા તો વો હમારી સબ બાતેં ખાખી કો બતા દેગા.’
‘ઇસી કારન તુને ઉસે પ્રોટેક્શન મની ભી દી ઔર જગહ ખાલી કરવાને કે કામ ભી દિયે? સાલે, તુને કભી મેરે શિર પે (ગાળ) લિખા દેખા હૈ કભી...’
‘ભાઈ ઐસી બાત નહીં હૈ...’
‘જોગી ઐસી હી બાત હૈ. તૂમ અપનેઆપ કો કાફી સ્માર્ટ સમઝતે થે ના? અબ અપની ઇસી સ્માર્ટનેસ કે જરિયે પૈસે નિકલવા લો, જાઓ...’
‘ભાઈ, સુબહ કા ખોયા રાત કો ઘર પે લૌટ આયે તો ઉસે...’
‘જોગી, યે કહાવત અબ પુરાની હો ચૂકી હૈ. અબ સુબહ કા ખોયા રાત કો ઘર લૌટ જાએ તો ઉસે (ગાળ) કહતે હૈં, સમઝે? ક્યા કહતે હૈં, (ગાળ) (ગાળ) કહતે હૈં...’
‘ભાઈ, ભૂલની જે સજા હોય એ મંજૂર છે...’
‘... ... ...’
‘ભાઈ... હેલો...’
‘ચાલુ હૈ ફોન, બોલ કોની પાસેથી પૈસા લેવાના છે?’
‘સારા બિલ્ડર્સના મનોજ સારા પાસેથી. ૬ મહિના માટે ૬ ખોખાં આપ્યાં હતાં, હવે પાછાં આપવાનું નામ નથી લેતો.’
‘તેરે બાપ દાઉદ કો ક્યોં નહીં બતાયા...’
‘ભાઈ, ઉસકે કહને પે હી પૈસે દિયે થે. અબ, અબ... વો કહતા હૈ કિ પૈસે ભૂલ જાઓ.’
‘ક્યોં, પૈસે ઉસકી મા કી (ગાળ) સે નિકલે હૈં ક્યા?’
‘... ... ...’
‘જોગી, કામ હો જાએગા મગર ઇસ બાર તગડા કમિશન લગેગા...’ 
‘ભાઈ, પૂરે પૈસે આપકે. મુઝે કોઈ હર્ઝ નહીં, સિર્ફ એક ગુઝારિશ હૈ...’ 
‘બોલો... છહ મહિને કા મુનાફા ભી સાથ મેં લેના...’
‘વો દેખના તેરા કામ નહીં. તુઝે ચાર ખોખા મિલ જાએગા...’ 
‘જૈસા આપ ઠીક સમઝો ભાઈ...’
‘ફોન ચંકી કો દે...’
‘... ... ...’
‘જોગલેકર સે બાત હો ગઈ. વહાં સે નિકલ કે ફોન કર. બાકી બાત તબ કરતે હૈં...’
‘ઠીક હૈ ભાઈ...’
lll
‘ભાઈ, ચંકી...’
‘ચંકી, જોગલેકર કો એક આદમી સે પૈસે લેને હૈં. આદમી બમ્બઈ કા હી હૈ, કાફી પૈસેવાલા હૈ. બિલ્ડર હૈ...’ 
‘બરાબર ભાઈ...’
‘મૈં ઉસે કહ દેતા હૂં કિ વો તુમ્હારી પહચાન ઉસ આદમી સે કરવા દે...’
‘ભાઈ, જોગલેકર બોલ રહા થા કિ વો દાઉદ કા આદમી હૈ...’
‘...ઇસી લિયે તો તુમ્હારી પહચાન કરવાના ચાહતા હૂં... ઔર એક બાત યાદ રખ, દાઉદ કભી આમને-સામને કી લડાઈ મેં નહીં ઊતરેગા. ઇન્ડિયા મેં તો કભી નહીં.’
‘ઠીક હૈ ભાઈ...’
‘તુમ ઉસે મિલ કર દેખ લો. ઉસકે બાદ ઉસ આદમી કે પીછે દો લડકે છોડ દો. મુઝે સારી ઇન્ફર્મેશન ચાહિએ. ક્યા કરતા હૈ, કબ ઘર સે નિકલતા હૈ, ઑફિસ ઘર સે કિતની દૂર હૈ, પૂરે રાસ્તે મેં ઉસકે સાથ કૌન રહતા હૈ, ઑફિસ સે નિકલ કર કહાં જાતા હૈ. ચંકી, યે બડે લોગ કહીં ન કહીં પે લટકે હોતે હૈં. જુગાર યા તો લડકિયોં કે શૌકીન હોતે હૈં. દેખો ઉસકી ક્યા કમજોરી હૈ...’ 
‘ઠીક હૈ ભાઈ...’
‘એક બાત યાદ રખના, જબ તક મૈં ના કહૂં, જોગલેકર કા ભરોસા મત કરના. વૈસે તો વો કભી કિસી કો દગા દે નહીં સકતા પર પૈસે ચીઝ હી ઐસી હૈ જો અપની માં કો ભી બેચને કો મજબૂર કર દે.’
‘ભાઈ, આપ કહતે થે કિ વો પવાર મિલને આનેવાલા થા...’
‘હા, મગર મુઝે લગતા હૈ કિ યે જોગલેકર કી પાર્ટી પવાર કી પાર્ટી સે કઈ ગુના જ્યાદા પૈસેવાલી હૈ...’ 
‘... તો ભાઈ, પવાર કો કુછ દિન કે બાદ કા વક્ત દેતે હૈં.’
‘નહીં, ઐસા નહીં કરને કા. પવાર હમારા ખાસ હૈ, ઉસકી બેટી કી 
શાદી હૈ. ઉસે પૈસે કી ઝરુરત હૈ ઔર, થોડે જ્યાદા પૈસે કે લિએ કભી 
અપને બંદે કો પરેશાન નહીં કરના ચાહિએ.’
‘તો ભાઈ, પવાર કા ક્યા કરેં...’
‘એક કામ કર. તુ અપના ધ્યાન જોગલેકર કે કામ પે રખ... મૈં મોન્ટી કો ભોપાલ સે બુલા લેતા હૂં. પવાર કા કામ મોન્ટી દેખ લેગા.’
‘ભાઈ, આપ હી કહતે થે કિ એક શહર મેં એક હી વક્ત પે કભી દો કિડનૅપિંગ નહીં કરને ચાહિએ...’
‘હંઅઅઅ... કહા તો મૈંને હી થા, પર દેખ ચંકી... જૈસે ઇન્ડસ્ટ્રીવાલે 
આગે બઢતે હૈં તો એક સે દો ફૅક્ટરી કરતે હૈં, વૈસે હી હમેં ભી અબ 
એક સે દો ઑપરેશન પે આ જાના ચાહિએ.’
‘ભાઈ, છોટે મૂંહ બડી બાત લગે તો માફ કરના, પર કિડનૅપિંગ ઇન્ડસ્ટ્રી નહીં હૈ...’
‘બાત સહી હૈ પર હમેં યે ભી નહીં ભૂલના ચાહિએ કિ ગંદા ભલે હી હો, આખિર યે હી હમારા ધંધા હૈ...’
lll
‘જો ચંકી, ભાઈએ ભલે કહ્યું, પણ હું તને મનોજ સારા પાસે નહીં લઈ જાઉં, મારે પ્રૉબ્લેમ થશે. તને મારો મૅનેજર લઈ જશે, ઓળખાણ કરાવી દેશે. ’ 
‘ભાઈને કહા થા કિ તુ...’
‘હા, ભાઈને કહા થા ઔર તૂમ કહો તો મૈં ભાઈ સે બાત કરને ભી તૈયાર હૂં. ઔર તુમ ભી સમઝો, મૈં તુમ્હેં મનોજ કે પાસ લે ગયા તો ઉસે પતા ચલ જાએગા કિ...’
‘...કિ તુ ઉસે ઉઠવાનેવાલા હૈ?’ 
‘બાત ઐસી નહીં હૈ...’
‘ઠીક હૈ, ચલ, તેરે મૅનેજર કો બોલ મેરે સાથ ચલે.’
lll
‘કેમ છો મનોજભાઈ. શું ચાલે છે?...’
‘અરે, ક્યા બાત હૈ. આજ તો તુ સામને સે મુઝે બુલા રહા હૈ. ક્યા જોગીને કોઈ નયી ચાલ સોચી હૈ?’ 
‘અરે, ના રે મનોજભાઈ, જોગી તમારી સામે શું નવી ચાલ માંડવાનો. સાલો પોતે મરવા પડ્યો છે.’
‘કેમ, શું થયું તારા એ માટી પૂંઠના શેઠને.’
‘હર રાત નયી-નયી લડકિયાં બુલાએગા તો ક્યા હોગા...’
‘યે મહાશય કૌન હૈ...’
‘અરે યે... યે મેરે ચાચા કા લડકા હૈ. પીછલે હફ્તે હી દિલ્હી સે મુંબઈ આયા હૈ...’
‘મૉડલ જૈસા દિખતા હૈ...’
‘હા, સ્ટ્રગલ કરને હી આયા હૈ. દેખતે હૈં, કોઈ ચક્કર ચલ જાએ તો...’ 
‘તેરે શેઠ કો છોડ, મેરે વહાં આ જા...’
‘નહીં, મનોજભાઈ અભી નહીં. અભી કુછ મહિનો મુઝે વહીં રહના હૈ...’ 
‘ક્યો, સાલે કી બીવી કે સાથ ચક્કર હૈ ક્યા?’
‘ના ના, મનોજભાઈ...’
‘મર્દાનગીનો અભાવ નથીને બકા...’ 
‘આપ ભી ક્યા મનોજભાઈ...’
‘તો ક્યા... મજા કર લે. વૈસે ભી તેરી શેઠાની કાફી ચિકની ભી હૈ...’
‘... ... ...’
‘ઔર કોઈ કામ હૈ તો બતાના...’
‘ભલે મનોજભાઈ...’
‘અરે હા, તારા શેઠને જો તું કહેવાનો હો કે હું તને મળ્યો છું તો મારા વતી બે-ચાર તીખી તમતમતી ગાળ આપી દેજે...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah