કોરોના કેર: 70,000 ફરિશ્તાઓ છે, તેઓ આવશે અને કોરોનાથી તમને બચાવશે

05 April, 2020 01:06 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેર: 70,000 ફરિશ્તાઓ છે, તેઓ આવશે અને કોરોનાથી તમને બચાવશે

પ્રતીકાત્મક તસવીર

માય ફુટ.

આ જ યોગ્ય જવાબ છે અને આ જ જવાબ દિલ્હીમાં બનેલી ઘટના માટે વાપરવો પડે એમ છે. દુનિયાઆખી જ્યારે ખળભળી ઊઠી છે ત્યારે મૌલવીઓની વાતો માનીને મસ્જિદમાં પહોંચી જનારા મુસ્લિમોએ દેશઆખાના જીવ તાળવે ચોંટાડી દીધા છે. એકસાથે દિલ્હીમાં ૨૩ કેસ પૉઝિટિવ આવ્યા પછી આ પરિસ્થિતિ થઈ છે. મુદ્દો એ છે કે આવું બની કઈ રીતે શકે? કઈ રીતે જનતા કરફ્યુની પણ પહેલાં દિલ્હીમાં લાદવામાં આવેલા લૉકડાઉનમાં આટલા મુસ્લિમો જમાત માટે એકત્રિત થાય અને જ્યાફત ઉડાડી શકે. મારે કહેવું છે કે આ માત્ર કોઈ એકલદોકલ વ્યક્તિની નહીં, પણ આ દેશની, દિલ્હી સરકારની, પણ ગૃહમંત્રાલયની નિષ્ફળતા દેખાડે છે. અસંભવ, અશક્ય કે ૧૨૦૦ જેટલા મુસ્લિમો એકત્રિત થયા હોય અને કોઈને ખબર ન પડી હોય. અકલ્પનીય છે કે આટલી મોટી માત્રામાં લોકો એકત્રિત થયા હોય, મસ્જિદમાં મળ્યા હોય અને એ પછી પણ કોઈને ખબર ન પડી હોય?

જો આ વાત ગળે ન ઊતરતી હોય તો સ્વાભાવિક રીતે બીજો પ્રશ્ન એ જન્મે કે તો પછી આ કારસ્તાન કોણ કરી ગયું? આ કારસ્તાન એ લોકો કરી ગયા જેમને આ દેશ સાથે નાહવા-નિચોવવાના પણ સંબંધ નથી. એ કરી ગયા જેને આ દેશના એક પણ નાગરિક માટે લાગણી નથી. આ કાંડ એ જ કરી શકે જેને આ દેશમાં કોરોના ન ફેલાય એ વાતની દરકાર કરવાની પણ ઇચ્છા નથી. કોરોના હવે જો કાબૂમાં નહીં રહે તો એનો બધો અપજશ દિલ્હીમાં બનેલી ઘટના પર જશે. એ એકત્રિત થયેલા લોકો કોરોના-બૉમ્બ બની ગયા અને હવે એ બૉમ્બ આખા દેશમાં પથરાયેલા છે. મંગળવારે બપોરે જેવા આ સમાચાર આવ્યા કે દેશભરની પોલીસ હરકતમાં આવી અને જમાતમાં ગયેલા સૌકોઈને ક્વૉરન્ટીનમાં લેવાની કામગીરી શરૂ કરી, પણ કહેવાનું મન થાય છે કે આ આખું કામ ગેરવાજબી રીતે બગડી ગયું છે.

કોરોના એક જીવતા બૉમ્બ જેવું કામ કરે છે. તમને હવે ખબર છે એ રીતે કોરોનાની સૌથી મોટી લાક્ષણિકતા એ જ છે કે એ ૧૪ દિવસ સુધી તમને જાણકારી નથી આપતો કે એ તમારામાં સ્થાન બનાવીને બેસી ગયો છે. ના, તમને ખબર પણ નથી પડવા દેતો અને તમને એ પણ ખબર નથી પડતી કે આ ૧૪ દિવસ દરમ્યાન તમે કેવા-કેવા અને કોને-કોને કોરોના આપી ચૂક્યા છો. કોરોનાને ગંભીરતાથી લેવાના સમયે જે ભૂલ કે પછી દાનત પકડાઈ છે એ ખરેખર બોલતી બંધ કરી દે એ પ્રકારની હરકત છે.

કોરોનાને કાબૂમાં લેવા માટે એક જ રસ્તો છે અને એ રસ્તે ચાલવા પણ પ્રજા રાજી ન હોય તો પછી શું સમજવાનું. મસ્જિદમાં થયેલા એ ફન્ક્શનમાં એક મૌલવી સ્પીચ આપતા હતા, એ સ્પીચ બુધવારે રાતે એક ન્યુઝ ચૅનલ પર સાંભળવા મળી. મૌલવી કહે છે, ‘કોરોનાથી કોઈએ ડરવાનું નથી, ૭૦,૦૦૦ ફરિશ્તાઓ ઉપર છે તે આવશે અને તમને બચાવશે.’

આ આંકડો ખોટો છે. એકલા મુંબઈમાં ૭૦,૦૦૦ ફરિશ્તાઓ છે જે ખડેપગે તમારે માટે અત્યારે ડ્યુટી બજાવે છે. એની વાત માનો, નહીં તો ઉપરનો ફરિશ્તો પણ તમારો બચાવ નહીં કરી શકે, ખરેખર.

manoj joshi columnists coronavirus covid19