હસ્તમૈથુન કરવાથી ગૅસની સમસ્યા ઊભી થઇ છે અને ન કરું તો નાઇટફૉલ શું કરું?

22 May, 2020 11:27 AM IST  |  Mumbai Desk | Dr. ravi kothari

હસ્તમૈથુન કરવાથી ગૅસની સમસ્યા ઊભી થઇ છે અને ન કરું તો નાઇટફૉલ શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૧૬ વર્ષનો છું. હમણાં-હમણાંથી મને નાઇટફૉલ થાય છે. મિત્રો કહે છે કે જો હું મૅસ્ટરબેશન કરીશ તો આ સમસ્યા અટકી જશે. અઠવાડિયામાં બે વાર એમ કરવાનું ચાલુ કર્યું તો નાઇટફૉલ થતો અટકી ગયો. જોકે હું જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે મને મોટા અવાજે ગૅસ પાસ થઈ જાય છે. મારું બૉડી હેવી છે એટલે મારે એક્સરસાઇઝ કરવાની જરૂર છે એવું ડૉક્ટર કહે છે, પરંતુ થઈ નથી શકતી. દિવસ દરમ્યાન મને ક્યારેક જ ગૅસ નીકળે છે, પરંતુ એના પર મારો કન્ટ્રોલ હોય છે. હસ્તમૈથુન દરમ્યાન તો મારા કોઈ જ કાબૂ વિના મોટેથી ગૅસ નીકળે છે. ક્યારેક તો દુર્ગંધ પણ આવે છે. એને કારણે હસ્તમૈથુન કરવાનું બંધ કર્યું તો ફરીથી નાઇટફૉલ થવા લાગ્યો. મને ખૂબ ચિંતા થાય છે, આવું કેમ થતું હશે? મારે શું કરવું?

જવાબ : હસ્તમૈથુન નિયમિતપણે કરવાને કારણે નાઇટફૉલ થવાનો બંધ થઈ ગયો એ સમજી શકાય એવી વાત છે, પરંતુ હસ્તમૈથુન કરવાને કારણે મોટેથી ગૅસ નીકળે છે એ વાત કંઈ ગળે ઊતરે એમ નથી. આ તો એવી વાત થઈ જાણે વધુ ચાલવાને કારણે દાંતનો દુખાવો થવા લાગે. પાચનતંત્રની વ્યવસ્થા અને પ્રજનનતંત્રની વ્યવસ્થા સંપૂર્ણપણે અલગ છે એટલે મૅસ્ટરબેશન દરમ્યાન ગૅસ નીકળે એ બન્નેને કોઈ નિસ્બત નથી.

તમે કહો છો કે તમારું વજન વધારે છે. ગૅસમાં વાસ આવે છે. એ બતાવે છે કે તમને પાચનની સમસ્યા છે. ખોરાક બરાબર પચતો નથી એટલે પેટમાં ગૅસ પેદા થાય છે. ગૅસ બનવાનું અને નીકળવાનું બન્નેનો માર્ગ પાચનતંત્ર એટલે કે આંતરડાંમાંથી જ થાય છે. બની શકે કે તમે હસ્તમૈથુન માણવામાં એટલા ખૂંપેલા હો કો તમારા આંતરડાંમાંથી ગૅસ કાઢવા પરનો કન્ટ્રોલ ન રહેતો હોય. ખાવાપીવામાં કાળજી રાખો. ખોરાક બરાબર પચે, કબજિયાત ન થાય અને પેટ બરાબર સાફ થશે તો ગૅસ બનવાનું પણ ઘટી જશે.
ગૅસને કારણે મૅસ્ટરબેશન બંધ કરવાની જરૂર નથી. એનાથી ફરીથી નાઇટફૉલ થશે, કેમ કે વીર્ય સતત બન્યા જ કરે છે. જો એને મૈથુન કે હસ્તમૈથુનથી બહાર કાઢવામાં ન આવે તો ઊંઘમાં જ છલકાઈ જાય છે.

dr ravi kothari sex and relationships life and style columnists