હીકીકોમોરીથી એટલે કે એકલતાથી પરેશાન છે જપાનના છ લાખ તેર હજાર વડીલો

15 May, 2019 12:05 PM IST  | 

હીકીકોમોરીથી એટલે કે એકલતાથી પરેશાન છે જપાનના છ લાખ તેર હજાર વડીલો

જાપાની વૃદ્ધ

જપાનમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે તેમના દેશમાં ૪૦થી ૬૪ વર્ષની ઉંમરના અંદાજે છ લાખ તેર હજાર લોકો એકાકી જીવન વ્યતીત કરે છે. આ સર્વેમાં એવા પણ અનેક નાગરિકો હતા, જેમણે કોઈ પણ કામકાજ વગર પોતાની જાતને ઘરની અંદર ગોંધી રાખી હતી.

એકાકી જીવન વ્યતીત કરનારાઓને જપાનમાં હીકીકોમોરી કહે છે. ઉપરોક્ત સર્વેમાં ડિફરન્ટ એજ ગ્રુપના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કૅબિનેટ ઑફિસ સર્વે અનુસાર ત્રણ વર્ષ અગાઉ આ સંખ્યા પાંચ લાખ એકતાલીસ હજાર હતી. આંકડા દર્શાવે છે કે જપાનમાં મોટી વયના હીકીકોમોરીની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. નજીકના ભવિષ્યમાં આ આંકડો દસ લાખને પાર કરી જશે એવી શંકા ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી હતી. આ પરિસ્થિતિ જપાનની સામાજિક લાઇફ પર ગંભીર અસર કરશે. વેલ્ફેર મિનિસ્ટર ટોકુમી નેમોટોનું કહેવું છે કે હીકીકોમોરી એ સોશ્યલ ઇશ્યુ છે. આ દિશામાં હજુ વધારે અભ્યાસ કરવાની અને એનો ઉકેલ લાવવાની જરૂર છે.

આ પણ વાંચો : કૉલમ : સમર સીઝનમાં મધર ટુ બીનાં આઉટફ્ટિ્સ કેવાં હોવાં જોઈએ?

ઓછામાં ઓછા છ મહિનાથી ઘરમાં ગોંધાઈ રહેલા, પારિવારિક જીવનથી દૂર તેમ જ કોઈ કામકાજ ન કરતા હોય એવા વડીલોને હેલ્થ, લેબર અને વેલ્ફેર મિનિસ્ટ્રીએ હીકીકોમોરીની કૅટેગરીમાં મૂક્યા છે. એકાકી જીવન વ્યતીત કરતા વડીલોમાં ૭૬.૬ ટકા પુરુષો છે. એકલવાયું જીવન જીવવાનાં કારણોની ખણખોદ કરતાં જાણવા મળ્યું હતું કે નિવૃત્તિ બાદ તેઓ સામાજિક પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જાય છે. જપાનમાં અંદાજે પાંચ હજાર એવાં ઘર છે, જેમાં એક વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે. ૪૬.૭ ટકા વડીલો એવા છે, જે છેલ્લાં સાતેક વર્ષથી એકલી રહે છે. વધુ આઘાતજનક અને ચોંકાવનારી હકીકત એ છે કે દર ત્રણમાંથી એક હીકીકોમોરીમાંથી આર્થિક રીતે તેમના વયોવૃદ્ધ પેરેન્ટ્સ પર નિર્ભર કરે છે.

columnists