કૉલમઃમારો મત, મારો હક : મત વેચવો છે કે પછી અંતરાત્મા અકબંધ રાખવો છે?

10 April, 2019 09:13 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ - મનોજ જોષી

કૉલમઃમારો મત, મારો હક : મત વેચવો છે કે પછી અંતરાત્મા અકબંધ રાખવો છે?

આવતી કાલે પ્રથમ તબક્કાનું લોકસભાનું વોટિંગ થશે, આપણે ત્યાં હવે મતદાનનો દિવસ આવશે. હું કહીશ કે મતદાન કરતાં પહેલાં એક વાત યાદ રાખજો. યાદ રાખજો કે તમારો મત વેચાવ નથી, એ કોઈની પાસે ગિરવે પડેલો ન હોવો જોઈએ. કોની સરકાર બને કે પછી સંસદભવનમાં કઈ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે જશે એ જગતમાં ભાગ્યે જ કોઈ દેશ પૂછે છે. અમેરિકા પણ આ કામ નથી કરતું અને ઑસ્ટ્રેલિયા કે કૅનેડા કે પછી દુબઈમાં પણ આ પ્રક્રિયા નથી થતી. ભારતમાં થાય છે અને એનું કારણ છે લોકશાહી. સરપંચ કોણ બનશે એ પણ તમે નક્કી કરી શકો અને દેશનો વડા પ્રધાન પણ કઈ પાર્ટીમાંથી આવશે એ પણ તમારા દ્વારા નક્કી થાય છે. આ જે અહોભાવ છે એ અહોભાવ જળવાઈ રહે અને એના દ્વારા લોકશાહીની રક્ષા થતી રહે એ જોવાની જરૂર છે.

આજે આ વિષય પર વાત એટલા માટે શરૂ કરી છે કે છેલ્લા બેત્રણ દિવસ દરમ્યાન ન્યુઝપેપરમાં એક ઍડ જોવા મળે છે. મારો મત વેચાવ નથી. આ જ વાક્ય સાથે આપવામાં આવતી આ જાહેરખબર ખરેખર લોકશાહી માટે શરમજનક છે અને આવી શરમજનક અવસ્થા પર પહોંચ્યા પછી હવે ઇલેક્શન કમિશનને લાગે છે કે આ બાબતમાં લોકોને જાગૃત કરવા પડશે. જાગૃતિ સારી વાત છે, પણ આવું કૃત્ય કરનારાઓ સામે પગલાં લેવાની બાબતમાં હજી પણ આપણે પાછળ પડીએ છીએ. આજે સોશ્યલ મીડિયા આવી ગયું છે, બધાના હાથમાં મોબાઇલ છે, જેમાં સારામાં સારું રિઝલ્ટ આપે એવા કૅમેરા આવી ગયા છે અને ઘ્ઘ્વ્સ્ કૅમેરા પણ આજે મોટા ભાગના વિસ્તારમાં લાગી ગયા છે ત્યારે કોઈ ઉમેદવાર કે પછી પાર્ટીના કાર્યકર દ્વારા આ પ્રકારની લાંચ કે પછી લાલચ આપવાની ઘેલછા કરવામાં આવે તો પછી શું કામ રાહ જોવાની, ખુલ્લા પાડો આવા લોકોને. પક્ષ ભૂલી જાઓ અને ઉમેદવાર પણ ભૂલી જાઓ. જરૂરી છે આ કામ જો તમારે લોકશાહી બચાવવી હોય તો. જરૂરી છે આ કામ જો તમે લોકશાહી દેશનું નાગરિકત્વ અકબંધ રાખવા માગતા હો.

આ ઉપરાંત એક વાત એ પણ કહેવાની કે ઉમેદવાર પસંદ કરતાં પહેલાં જાતને પૂછજો કે જેને પસંદ કરો છો તે ખરેખર તમારા વિસ્તારના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં મોકલવા યોગ્ય છે કે નહીં? પૂછજો તમારા આત્માને કે એ એવી વ્યક્તિ છે ખરી કે જેને પાંચ વર્ષ દરમ્યાન ક્યારેય પણ ફોન કરો તો તે તમારાં કામ કરવાની તૈયારી ધરાવે છે કે નહીં અને પૂછજો તમારા મનને, તે તમારા માટે, તમારા વિસ્તાર માટે અને એ વિસ્તારમાં રહેતા સૌકોઈને માટે લાભદાયી છે કે પછી પાંચ વર્ષ પછી તેની સંપત્તિમાં ત્રણસો-ચારસોગણો વધારે થયો હશે, પણ તમે ત્યાંના ત્યાં જ હશો અને તમારે આજે પણ તમારી સુવિધા માટે ભીખ માગવી પડે છે? વિચાર્યા વિના કરવામાં આવેલો વોટ એ હકીકતમાં તો બાળક પર થોપી દેવામાં આવેલો એક ગેરવાજબી નર્ણિય માત્ર છે.

આ પણ વાંચોઃ બીજાની ભૂલોમાંથી શીખો નહીં તો તમે ભૂલોની ભરમાર ઊભી કર્યા કરશો

વોટ કરો તો સમજદારી સાથે કરો અને પૂરતી સમજણશક્તિનો ઉપયોગ કરીને કરો. મતદાન જરૂરી છે. જો તમને ક્યાંય પણ એવું લાગે કે એક પણ ઉમેદવાર મત આપવા યોગ્ય નથી તો પણ જઈને તમને આપવામાં આવેલો ‘નોટા’નો વિકલ્પ પસંદ કરીને પણ તમારો મત આપો. જ્યારે ઘરમાં શાક કયું બનાવવું એ બાબતમાં પણ જો તમારો મત માગવામાં ન આવતો હોય ત્યારે દેશનો નેતા પસંદ કરવાનો હક તમને આપવામાં આવે એ બાબતમાં પણ તમારો મત મહkવનો બને એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે?

manoj joshi columnists Election 2019 Loksabha 2019