એક મુદ્દાનો કાર્યક્રમ - મિશન પાકિસ્તાન

16 February, 2019 12:42 PM IST  |  | મનોજ નવનીત જોષી

એક મુદ્દાનો કાર્યક્રમ - મિશન પાકિસ્તાન

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, હવે બીજી કોઈ વાત હોવી ન જોઈએ અને હવે આ બાબતમાં બીજી કોઈ દલીલ પણ ન થવી જોઈએ. જો તમે ઇચ્છતા હો કે હવે આ દેશને, આ દેશની જનતાને, આ દેશની સેનાને ન્યાય મળે તો તમારે ‘મિશન પાકિસ્તાન’ પર લાગવું જ પડે અને એ દિશામાં આગળ વધવું પડે. શું માંડ્યું છે આપણે આ, એકબીજા પર આક્ષેપબાજીઓ સિવાય બીજું કશું નથી થઈ રહ્યું. ગુરુવારની મોડી રાત સુધી ન્યુઝ-ચૅનલો જોઈ અને એ જોયા પછી કહું છું કે આપણે આવા સમયે પણ વિરોધ પક્ષ અને શાસક પક્ષ જોઈને ચાલીએ છીએ. આપણે આવા સમયે પણ આક્ષેપ કરવાની તક ચૂકવા નથી માગતા. એક્સ વાય પર આક્ષેપ કરશે અને વાય ઝેડના માથે દોષનો ટોપલો ઢોળશે પણ એ બધા પછી પણ કહેવું તો એ જ છે કે આ સમયે અમારો આત્મા રડી રહ્યો છે. માય ફુટ ને ગુજરાતીમાં કહું તો ધૂળ ને ઢેફાં. આવી દોગલી નીતિ જો હજી પણ ચાલુ રહેશે તો એ જ થશે જે ગઈ કાલના ‘મિડ-ડે’ના પહેલાં પાને લખાયું હતું. આક્ષેપો કરીને ઘટના ભૂલી જઈશું, દેકારાઓ કરીને ઘટના ભૂલી જઈશું. એકબીજા પર માછલાં ધોઈને વાતને ભૂલી જઈશું, કૅન્ડલ માર્ચ કાઢીને જવાબદારી નિભાવ્યાનો સંતોષ માની લઈશું.

પાકિસ્તાન પાસે એક બચાવ છે કે દરેક તબક્કે અમારું જ નામ શું કામ આવે છે, કયાં કારણોસર બધો દોષ અમારા પર જ ઢોળવામાં આવે છે. મને એક પ્રfન પૂછવો છે. માન્યું કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, પણ આતંકવાદી કેમ મુસ્લિમ જ નીકળે છે? પાકિસ્તાનના સાથ વિના, એના સહકાર વિના, એની આગેવાની વિના કાશ્મીરમાં આ પ્રકારની હિંસા સમૂળગું કલ્પનાની બહાર છે. આ તો એવી વાત છે કે એક બંધ ઓરડામાં વર્જિન નર અને નારીને પૂરી દેવામાં આવ્યાં છે અને એક વર્ષ પછી બેને બદલે રૂમમાંથી ત્રણ બહાર આવે છે અને છોકરો એવું કહે છે કે અમારી સાથે આવેલું આ બાળક મારું નથી. આર્ય પણ ન થવું જોઈએ આવા બચાવનું અને વિજ્ઞાન પર શંકા પણ ન થવી જોઈએ આવા બચાવ સાંભળ્યા પછી.

આ પણ વાંચોઃ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ : ક્યાં સુધી તાબોટા પાડ્યા કરીશું? ક્યાં સુધી છાજિયાં લેવાનું કામ કરીશું?

જો પેલો નર ખોટો છે તો પાકિસ્તાન ખોટું છે. જો જૈશ-એ-મોહમ્મદ ખોટું હોય અને એ આ (અપ)જશ લેવા રાજી ન હોય તો પાકિસ્તાન સાચું છે. આતંકવાદ અને પાકિસ્તાન એક સિક્કાની બે બાજુ બની ગયા છે. ખાસ કરીને ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકવાદને વાત લાગુ પડે છે ત્યારે તો આ જ વાત સોના જેવી સત્ય છે. કૂટનીતિઓ છોડીને રણનીતિ અપનાવવાનો સમય આવી ગયો છે. જો અમેરિકા લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને ઢેર કરી શકે તો આ કામ અશક્ય છે એવું કહેવાનો કોઈ અર્થ રહેતો નથી અને એ પછી પણ આ કામ નથી થયું. મસૂદ અઝહર આજે પણ પાકિસ્તાનમાં હયાત છે અને તેના સુધી કોઈ પહોંચી નથી શકતું. આ જ કારણ છે કે જેને લીધે એ તમારા દેશના ચુમ્માલીસ જવાનોનો જીવ લઈ શક્યો. હવે સમય આવ્યો છે આ મસૂદને ઉપર મોકલવાનો. કંઈ પણ કરો, કોઈ પણ રીતે કરો પણ બસ, અમને મસૂદનો જીવ જોઈએ. પાકિસ્તાનને ખેદાનમેદાન કરી નાખો તો પણ અમને વાંધો નથી અને એકલા મસૂદને મારો તો પણ અમારું કશું જતું નથી. બસ, અમને ન્યાય આપો. અમારા ચુમ્માલીસ સૈનિકોને ન્યાય આપો. આ એક જ અમારી માગણી છે અને જો આ માગણી તમે પૂરી ન કરી શકતા હો તો, આઇ ઍમ સૉરી ટુ સે, તમને સત્તા માગવાનો કોઈ હક નથી.

manoj joshi columnists