ખુદ પાકિસ્તાનને પરસેવો છૂટવા માંડ્યો છે કે હિન્દુસ્તાન હવે મૂકશે નહીં

20 February, 2019 11:30 AM IST  |  | મનોજ નવનીત જોષી

ખુદ પાકિસ્તાનને પરસેવો છૂટવા માંડ્યો છે કે હિન્દુસ્તાન હવે મૂકશે નહીં

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સૌથી સારી વાત જો કોઈ હોય તો એ છે કે આજે પણ પુલવામાને હજી ભૂલવામાં નથી આવ્યું. કહેવાનો ભાવાર્થ એવો નથી કે પુલવામા ભુલાઈ જશે, પણ આ આપણી ફિતરત રહી છે કે આપણે દુ:ખ પહેલાં ભૂલીએ છીએ અને ખુશીને ગાંઠે બાંધીને જીવતા રહીએ છીએ. પુલવામાને આજે એક વીક પૂરું થયું અને આ એક વીકમાં પાકિસ્તાની મીડિયાને જો તમે જોયું હોય કે ત્યાંના સમાચારો મેળવવાની કોશિશ કરી હોય તો તમને ખબર પડે કે પાકિસ્તાનની હાલત કેવી કફોડી અને ખરાબ થઈ છે. માન્યું કે નવજોત સિંહ સિધુ અર્ધસત્ય તો બોલે જ છે. આતંકવાદને ક્યારેય કોઈ દેશ નથી હોતો, પણ આપણે ત્યાં જે આતંકવાદ છે એમાં તો એક અને માત્ર એક જ દેશ જવાબદાર છે, પાકિસ્તાન. પાકિસ્તાન સિવાય એક પણ દેશને ભારતના આતંકવાદમાં રસ નથી પડતો. દુનિયાના પચાસ ટકા દેશોમાં આતંકવાદની વત્તાઓછા અંશે અસર છે જ, પણ શરમની વાત એ છે કે એ તમામ દેશોમાં ફેલાવવામાં આવેલા આતંકવાદમાં એંસીથી નેવું ટકા મુસ્લિમ આતંકવાદ કારણભૂત છે. અમેરિકાથી માંડીને બ્રિટન અને ફ્રાન્સથી માંડીને ભારત સુધીના આતંકવાદમાં મુસ્લિમો જોડાયેલા છે અને મારે એ જ કહેવું છે કે ધર્મના નામે આ જે કોઈ પચાસ-સો લોકો છે એ આખી કોમને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આજે તમને એક એવો મુસ્લિમ જોવા મળે જેના હાથમાં તિરંગો હોય તો તમને તેના માટે માન થતાં પહેલાં આંખોમાં આછીસરખી શંકા પ્રસરી જાય છે. માન્યું કે આ ખોટું છે. બધા મુસલમાનો એવા નથી જ નથી, પણ આતંકવાદે બધાની સામે જોવાની નજર તો એવી જ કરી નાખી છે. દરેક આતંકવાદી હુમલા પછી મુસ્લિમ ભાઈ-બહેનોને પ્રોફેશનલી તકલીફ પડવી શરૂ થઈ જાય છે. મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરોમાં ભાડે રહેતાં આ ભાઈ-બહેનોને કોઈ પણ કારણ આપીને ઘર ખાલી કરાવવામાં આવે છે. તેમનાં બાળકોને પોતાનાં બાળકોથી દૂર કરી દેવામાં આવે છે અને પુરુષો પણ એક ચોક્કસ અંતર કરી લે છે. આતંકવાદીઓ પોતાનું ધાર્યું કરાવવાની લાયમાં પોતાની જ કોમનાં શાંતિ ચાહતાં બીજાં ભાઈ-બહેનોનું જીવવું પણ હરામ કરી નાખે છે. આ જ શીખવે છે ધર્મ, આ જ શીખવે છે કુરાન, આ જ મઝહબની ભાવના છે? ભાઈચારાની વાતો કરનારા આ મુસ્લિમો ભૂલી જાય છે કે તેમનાં ભાઈ-બહેનોને કામ પૂરું પાડવાની જવાબદારી પણ હિન્દુસ્તાને જ લીધી છે. એ ભુલાઈ રહ્યું છે કે મુસ્લિમ ભાઈ-બહેનોને મફત શિક્ષણ આપવાની જવાબદારી પણ આ જ હિન્દુસ્તાને લીધી છે અને એ પણ ભુલાઈ ગયું છે કે જે બહેનોને તેમના દેશમાં સ્વાભિમાન સાથેની જિંદગી નથી મળી એ જિંદગી પણ હિન્દુસ્તાને જ આપી છે. કાશ્મીરના નામે આતંક ફેલાવવા નીકળેલાં આ મુસ્લિમ સંગઠનોને કોણ સમજાવશે કે એક વખત કાશ્મીર હાથમાં આપી પણ દઈશું તો બે મહિનામાં એ કાશ્મીરને તમે જ લોકો નર્ક બનાવી દેવાના છો. વિન્સ્ટન ચર્ચિલનું એક વાક્ય મને અત્યારે યાદ આવે છે. ભારતની આઝાદી માટે તેમણે કહ્યું હતું, ‘આઝાદી માગવા માટેની પુખ્તતા હજી ભારતમાં નથી આવી.’

આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : દર વખતે એક જ ચર્ચાની જરૂર નથી, ઇલાજ સિવાય છૂટકો નથી

નકલમાં હું નથી માનતો, પણ આજે મારે આ જ ડાયલૉગની સીધી ઉઠાંતરી કરીને કહેવું છે, ‘રાષ્ટ્ર ચલાવવાની પુખ્તતા આજે સાત દાયકા પછી પણ પાકિસ્તાનમાં નથી આવી. બહેતર છે, ભારતની શરણાગતિ સ્વીકારી લે. એમાં જ એની ભલાઈ છે.’

manoj joshi columnists