મિશન પાકિસ્તાન:મિયાં ઇમરાનને કોણ સમજાવે કે ઔકાતથી વધુ બોલવું પાપ કહેવાય

21 February, 2019 11:51 AM IST  |  | મનોજ નવનીત જોષી

મિશન પાકિસ્તાન:મિયાં ઇમરાનને કોણ સમજાવે કે ઔકાતથી વધુ બોલવું પાપ કહેવાય

ઈમરાન ખાન (ફાઈલ ફોટો)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઇમરાન ખાનનો ઑફિશ્યલ વિડિયો આવી ગયો અને આ વિડિયો માટે પુષ્કળ ટીકા પણ થઈ ગઈ. એક ન્યુઝચૅનલે તો આ વિડિયો રેકૉર્ડિંગ સમયે ISI ત્યાં હાજર હતું એ પણ પુરવાર કરી દીધું. જોકે આપણે એ બધા વિશે વાત નથી કરવી. આપણે વાત કરવી છે ઇમરાન ખાનના સ્ટેટમેન્ટની અને એ સ્ટેટમેન્ટમાં તેણે કહેલા એક વાક્યની. યે જો મૈં કહ રહા હૂં વો ભારત કી ગવર્નમેન્ટ કે લિએ કહ રહા હૂં. આ એક વાક્ય જ દેખાડે છે કે ભારત સરકારે પાકિસ્તાન પર કયા સ્તર પર દબાણ ઊભું કરી દીધું હશે કે એક દેશના વડા પ્રધાને આ પ્રકારનો વિડિયો જાહેર કરીને એના દ્વારા તમારા દેશ સાથે વાતચીત કરવી પડે. યાદ રાખજો, આ ઘૂંટણિયે આવી ગયાની જ નિશાની છે. ઇમરાન ખાન અને તેના પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે ભારત હવે નિરાંતે બેસી રહે એવું બનવાનું નથી અને બની પણ શકે નહીં. આજે પણ દેશમાં એવું જ વાતાવરણ છે કે જાણે પુલવામા ઘટના થોડા કલાકો પહેલાં બની હોય.

પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ હવે એટલી જ તીવ્રતાથી લેવામાં આવે છે જેટલી ઉત્કંઠા સાથે ‘વન્દે માતરમ્’ બોલવામાં આવે છે. પ્રેમની ચરમસીમા જે છે એ જ તીવ્રતા આપણી નફરતમાં પણ ઝળકી રહી છે અને એની જ જરૂર હતી. આપણે દર વખતે ખોટી દિશામાં ચાલવાનું શરૂ કરી દેતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાની માનસિકતા બનાવી લેતા હતા, પણ આ વખતે કોઈનામાં એ સહાનુભૂતિ જાગી નથી રહી જે દર્શાવે છે કે નફરતની માત્રા હવે વધી રહી છે. સોશ્યલ મીડિયા પર અને વૉટ્સએપ પર એકધારો પાકિસ્તાન અને આતંકવાદવિરોધી પ્રચાર ચાલી રહ્યો છે. આ સમય એકસાથે ઊભા રહેવાનો છે અને એ કામ સૌથી પહેલાં રાજકીય પક્ષોએ કરવાનું હતું. જોકે આ વખતે એ કામ પ્રજાએ કર્યું. જેને તેમણે પસંદ કરી છે એ સરકારની બાજુમાં ઊભા રહેવામાં ભારતની પ્રજાએ જરાય પાછું વાળીને નથી જોયું. પૂરા વિશ્વાસ સાથે, પૂરી શ્રદ્ધા સાથે સરકારનું પીઠબળ બનીને પ્રજા ઊભી રહી. આ જે નીતિ છે એની પાછળ ક્યાંય કોઈ એક પક્ષ માટેનો પ્રેમ નથી કે ક્યાંય નરેન્દ્ર મોદી માટેની ભક્તિ નથી. આ રાષ્ટ્રપ્રેમની વાત છે અને કોઈના પર પૂરો વિશ્વાસ મૂકવો એ પણ પ્રેમની જ એક નિશાની છે.

વાત કરીએ ફરી ઇમરાન ખાનની.

આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : ખુદ પાકિસ્તાનને પરસેવો છૂટવા માંડ્યો છે કે હિન્દુસ્તાન હવે મૂકશે નહીં

ઇમરાન ખાનને એ વિડિયોમાં ISIના શબ્દો વાપર્યા છે. કહ્યું છે કે યુદ્ધ શરૂ કોણ કરશે એટલું જ નહીં, એ પણ વિચારવું પડશે કે યુદ્ધ કોણ પૂરું કરશે? ગંદી ગાળનો પ્રયોગ કરવાનું મન થાય એવું આ સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટ ઔકાત બહારનું છે. મિયાં ઇમરાનને કોણ સમજાવશે કે ઔકાત બહારનું બોલવું, ઔકાત વિનાનું વર્તવું એ પણ હિન્દુ શાસ્ત્રો મુજબ પાપ છે. આ પાપ હવે તેણે કરી લીધું છે એટલે ભોગવવાની તૈયારી તો રાખવી જ પડશે. અમને જોવું છે, અમને ભારતીયોને જોવું છે કે યુદ્ધ પૂરું કોણ કરે છે અને યુદ્ધ પૂરું કરવાની તાકાત કોનામાં છે. આમ તો અમને ખબર છે કે એ તાકાત માત્ર ને માત્ર ભારતીય સેનામાં છે, પણ હવે એક વાર જોઈ જ લઈએ. અમને ભારતીયોને ભ્રમમાં રહેવાની આદત નથી, તો ઇમરાનભાઈ, ભલે થઈ જાય હવે ઇતિહાસનું પુનરાવર્તન. શરૂઆત દરેક વખતે તમારી રહી છે અને અંત અમારા પક્ષેથી આવ્યો છે. આ વખતે આ બન્ને કાર્યની જવાબદારી અમે લઈએ છીએ. લેટ્સ મૂવ.

manoj joshi columnists imran khan