કૉલમ : ઔરતને જનમ દિયા મર્દોં, કો મર્દોંને ઉસે બાઝાર દિયા

20 May, 2019 10:00 AM IST  |  | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

કૉલમ : ઔરતને જનમ દિયા મર્દોં, કો મર્દોંને ઉસે બાઝાર દિયા

પ્રવિણ સોલંકી

માણસ એક રંગ અનેક

‘સાધના’ ફિલ્મની સાહિર લુધિયાનવીની આ મશહૂર રચના છે. સ્ત્રીઓ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. અનાદિકાળથી સ્ત્રી રહસ્યમય રહી છે. તેને દેવી, દુર્ગા, શક્તિમાની પૂજા કહી છે તો નારી નરકની ખાણ પણ કહેવાય છે. તેનાં જેટલાં વખાણ થયાં છે એટલી જ તે વખોડાઈ પણ છે. સત્ય એ છે કે પુરાણકાળથી સ્ત્રીની અવહેલના થતી આવી છે. સીતાનો ત્યાગ, શકુંતલાની ઉપેક્ષા, અહલ્યાની શલ્યા, પરશુરામના હાથે માતાનો વધ, તારામતીની પરીક્ષા, શૂર્પણખાની મજાક આવાં કેટલાંય ઉદાહરણો પુરાણોનાં બે પૂંઠાં વચ્ચે સમાયેલાં છે. એમાં પણ તુલસીદાસજીએ જે કહ્યું, ‘ઢોર, ગંવાર, પશુ અરુ નારી એ સબ તાડન કે અધિકારી’ એ ખરેખર ચર્ચાસ્પદ હતું. ‘બુધે નાર પાંસરી’ કદાચ આ પંક્તિનું જ પ્રતિબિંબ હશે.

‘નારી તાડન કી અધિકારી’નો ઉગ્ર વિરોધ થયો. પછી આપણા નેતાઓ જેમ બોલીને ફેરવી તોળે છે ‘મીડિયાએ મારા શબ્દોનું ખોટું અર્થઘટન કર્યું છે’ એમ તુલસીભક્તોએ કર્યું. કહ્યું કે તુલસીદાસની મૂળભૂત પંક્તિ હતી ‘ઢોર, ગંવાર, પશુ, નારી; સબ તારન કે અધિકારી’, તાડન નહીં. તારન એટલે કે મોક્ષ, મુક્તિ, ‘તરી’ જવાની અધિકારી! આડવાત, આવું જ આપણી એક કહેવત બાબત થયું છે. ‘વર મરો, કન્યા મરો; પણ ગોરનું તરભાણું ભરો’. ‘ગોર’ સમાજ આખો ઊકળી ઊઠ્યો હતો. વિરોધ કરતાં કહ્યું કે અમે એટલાબધા સ્વાર્થી, હલકા નથી કે વરકન્યા ભલે મરે પણ અમારું તરભાણું ભરે. એટલે કે દાનદક્ષિણા તો અમને મળવી જ જોઈએ. એ લોકોએ સાબિત કર્યું કે આ ખોટી કહેવત છે. સાચી કહેવત એ છે કે ‘વર વરો, કન્યા વરો; પણ ગોરનું તરભાણું ભરો.’ વર-કન્યા પરણે કે ન પરણે, અમને અમારું મહેનતાણું મળવું જોઈએ.

મૂળ સવાલ એ છે કે સ્ત્રી આજે પણ ઉપેક્ષિત રહી છે? આ ગ્લોબલ યુગમાં સ્ત્રીનું સ્થાન શું છે? આધુનિક યુગની સ્ત્રીઓ માને છે તે પોતે હવે સ્વતંત્ર થઈ ગઈ છે એ કેટલી હદે સાચું છે? આજે પણ સ્ત્રીનો ઉપયોગ એક વસ્તુ તરીકે જ થઈ રહ્યો છે. સ્ત્રીના વ્યક્તિત્વને કેટલા લોકો માન આપે છે? તેનાં રૂપ અને યૌવનને જ પ્રાધાન્ય મળે છે. ઘરડી, પાંગળી, કુરૂપ, બીમાર, શારીરિક અક્ષમ સ્ત્રીઓને કઈ રીતે જોવામાં આવે છે એનો વિચાર કર્યો છે? આજે પણ સ્ત્રીઓને એકાંતનું ધન માનવામાં આવે છે. ગ્રાહકોને લલચાવવા માટે પ્રોડક્ટની જાહેરાતમાં તેનો ઉપયોગ થાય છે. તો બિઝનેસ વધારવા માટે પ્રતિસ્પર્ધીને લોભાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. દેશના રક્ષણ માટે જાસૂસ બની દુશ્મનને જાળમાં ફસાવવા તેનો ઉપયોગ તો ખૂબ જ જાણીતો છે, સવાલ એ છે કે આને સ્ત્રીની મહત્તા ગણવી કે પામરતા?

પુરુષપ્રધાન સમાજે સ્ત્રીઓને સ્વમાનના ભોગે સ્વતંત્રતા આપી છે એવું ઘણા દાખલાઓ પરથી પુરવાર થઈ શકે છે. સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ છે, પણ તેના હાથ હજી પણ બંધાયેલા છે. કેટલી પરણેલી સ્ત્રીઓ તેમની કમાણીમાંથી ઇચ્છા હોય તો પણ તેમનાં મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો, સગાંસંબંધીઓને મદદ કરી શકે છે? ન કમાતી છતાં ખમતીધર કેટલી સ્ત્રીઓ પતિને પૂછ્યા વગર તેના કુટુંબને મદદ કરી શકે છે? આજે પણ કહેવાતી સ્વતંત્ર સ્ત્રીઓ અન્યાય સામે લડી શકતી નથી. મનગમતું કરી શકતી નથી કે મનફાવે ત્યાં જઈ શકતી નથી.

શહેરની કેટલીક સ્ત્રીઓને જોઈને આપણે લાગે છે કે સ્ત્રીઓ સ્વતંત્ર થઈ ગઈ છે, ખૂબ પ્રગતિ કરી છે. પણ આ સાચું નથી, ધૂંધળું છે, છેતરામણું છે. દેશનાં પાંચ લાખ ગામડાંઓના ખૂણે વસતી સ્ત્રીઓ અને શહેરના ઊંચા-ઊંચા ટાવરમાં રહેતી અસંખ્ય સ્ત્રીઓની દશા આજે પણ કૂવામાંનાં દેડકાં જેવી જ છે. તે ઠેકડા મારી શકે છે, પણ કૂવાની પાળ ઠેકી શકતી નથી.

આટલી પ્રસ્તાવના કરી આજે મારે બે કવયિત્રીઓની વાત કરવી છે.

જેને સ્ત્રી હોવાનું ગુમાન છે. જેણે પોતાની કવિતાઓમાં સ્ત્રીઓની વેદનાને વાચા આપી છે. જેની કવિતાઓમાં ઇસ્મત ચુગતાઈ, કમલા દાસ, રશીદ જહાં, સરોજિની નાયડુની રચનાઓનો પડઘો છે. લખે છે હિન્દી-ઉદૂર્માં પણ એમાંની વેદના સર્વસ્વીકૃત અને સર્વકાલીન છે. કવયિત્રીનું નામ છે દીપ્તિ મિશ્રા. તેમના કાવ્યસંગહ ‘યહાં, વહાં, કહાં’ના પહેલા જ પાને માત્ર બે જ પંક્તિઓ છે.

હટો મંઝિલોં રાસ્તા દો કિ અબ મૈં
ભટકને કી ખાતિર સફર કર રહી હૂં!

નિરુદ્દેશે ભટકવાની ખ્વાહીશ રાખતી આ કવયિત્રીની દરેક રચનામાં આક્રોશ, આક્રંદ, બળવો અને સ્પષ્ટ વિચારધારા છે.
પોતાના સ્વતંત્ર અસ્તિત્વ માટેની લડત છે અને એ માટેની પૂરેપૂરી નિષ્ઠા છે. તે લખે છે,

સોચતી હૂં કિ મૈં સોચના છોડ દૂં
યા તો ફિર સોચ કી સબ હદેં તોડ દૂં
જિસ તરફ એક તુફાન ઉઠને કો હૈ
ઉસ તરફ અપની કશ્તી કા રૂખ મોડ દૂં

‘પતિ-પત્ની’ના સંબંધ પર તેમની એક સુંદર રચના માણીએ.

તબ હમ દોનોં એક દૂસરે કો
સિર્ફ પ્યાર કી ખાતિર પ્યાર કરતે થે
અબ આદતન પ્યાર કરતે હૈં
તબ પ્યાર મેં ઝગડા હોતા થા
અબ ઝગડે કે બાદ હી પ્યાર ઉમડતા હૈ
તબ ઇતની બાતેં હોતી થી કિ
ખામોશી કે લિએ જગહ હી નહીં થી
અબ ખામોશી બોલતી હૈ ઔર શબ્દ બેમાની હો ગએ હૈં!
તબ જબ છુપાને કો બહુત કુછ થા
હમને કુછ ભી નહીં છુપાયા!
અબ હમ વહ સબ છુપાતે હૈં
જિસે પહલે સે હી જાનતે હૈં
તબ હમ દોનોં એક દૂસરે કો
પૂરી તરહ સે જાન લેના ચાહતે થે
અબ ઇતના જાન ચુકે હૈં કિ
કિસી ઔર કો તો ક્યા ખુદ કો ભી
પૂરી તરહ સે જાન પાના નામુમકિન હૈ
તબ હમારી નઝરેં એક દૂસરે કી ખૂબીઓં પર હોતી થી
ઔર હમ ખુશ રહતે થે
અબ ખામિયોં સે નઝર હટતી નહીં ઔર હમ દુ:ખી રહતે હૈં
લેકિન ઇસ સબ કે બાવજુદ એક દૂસરે કો ખુશ રખને કી ચાહત
અભી બાકી હૈ ઔર કોશિશ જારી હૈ!
યે રિશ્તા સફલ હૈ યા અસફલ યહ તો મૈં નહીં જાનતી
લેકિન ઇતના તો તય હૈ કિ એક દૂસર કે બિના હમ અધૂરે હૈં
ચાહે સાથ રહે યા ન રહે

‘કરવા ચૌથ’ નામની રચના વાંચીને વિચારતા થઈ જશો-વિચારજો!

રુક્મણીને મીરા કો તાના દિયા
આજ મેરી જગહ તુમ હી રખ લો કરવા ચૌથ કા વ્રત
બરસોં કી સાધના પૂરી હી જાએગી, મીરાને કહા ના જી ના
યે વ્રત તો રાણા કે લિએ હી હૈ, ઈશ્વર કરે વો શતાયુ હો!
કાના કી અર્ધાંગિની તો તુમ હો, ઇસ દેહધારી કી ચિંતા
તુમ્હે હી શોભા દેતી હૈ, મેરે ગિરધર ગોપાલ તો
અનાદિ હૈ, અનંત હૈ, મુઝે ક્યા ભય? એક બાર ફિર
‘પ્રીત’ હર સીમા કે પાર ગયી, એક રાની જોગન સે હાર ગયી

કેટલીયે રચના તરબતર કરી દે એવી છે, પણ સ્થળસંકોચ નડે છે.

એેટલે છેલ્લે...

આ પણ વાંચો : કૉલમ : ઐ શોહરતોં! બખ્શો મુઝે, ગુમનામ હો જાને દો અબ

‘અહલ્યા’ નામની અદ્ભુત રચના.

વો કિસી ઔર કી પત્ની થી, ઉસ પર મોહિત હો ગયા કોઈ ઔર
ઇસ દૂસરેને ઉસે પાને કે લિયે ‘છલ’ કિયા
ઔર પહલેને ક્રોધિત હો ‘શાપ’ દિયા
સદમા ઇતના ગહરા થા કિ સન્ન! અવાક! સ્પંદનહીન!
નારી દેહ ‘પત્થર’ હો ગયી! મૌસમ બિતે ફિર સહસા
એક તીસરે કે સ્પર્શને પત્થર મેં ‘પ્રાણ’ ફૂંક દિએ!
વો પત્થર જો અબ સ્ત્રી હૈ, બૈઠે બૈઠે સોચ રહી હૈ
એકને છલા, એકને શાપ દિયા ઔર એકને જીવનદાન!
વો તીન ચરિત્રોં કો એક સૂત્ર મેં બાંધનેવાલી
અપની ઇસ કહાની મેં ‘મૈં કહા હૂં?’
યે તો તીન પુરુષો કી ઇચ્છાપૂર્તિ કે ‘માધ્યમ’ કી કહાની હૈ
ઇસમે મૈં કહા હૂં? ક્યા પુરુષ કી ઇચ્છા હી સ્ત્રી કી નિયતી હૈ?
નહીં! યે મેરી કહાની નહીં હો સકતી! વો ઉઠી
ઉસને ‘અહલ્યા’ નામ કા ચોલા ઉતારા ઔર ચલ પડી અપને ‘અસ્તિત્વ’ કી તલાશ મેં

બરાબર ધ્યાનમાં વાંચજો. ઘણા ગૂઢાર્થ છે. આવી અનેક રચનાઓ ‘યહાં વહાં કહાં’માં છે. મેળવીને જરૂર વાંચજો. ભાષાના કોઈ પણ ભેદભાવ વગર મિડ-ડે આવી નોખી-અનોખી રચનાઓનો આસ્વાદ કરાવે છે તો એ દુર્લભ તક ચૂકતા નહીં.

Pravin Solanki columnists