કૉલમઃદિલ દઈને મેક-અપ કરો તમતમારે

15 April, 2019 11:52 AM IST  | 

કૉલમઃદિલ દઈને મેક-અપ કરો તમતમારે

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે બ્યુટી વલ્ર્ડ પર મહિલાઓની ઇજારાશાહી રહી છે, પણ છેલ્લા થોડા સમયથી પુરુષોમાં પણ હૅન્ડસમ દેખાવાની હોડ લાગી છે. સ્કિનકૅર અને મેક-અપની બાબતમાં હવે જેન્ડર જેવું કશું રહ્યું નથી. ફૉરમૅન નામની વિદેશી કૉસ્મેટિક બ્રૅન્ડ તો માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરે છે. ત્રણ વર્ષ પહેલાં બ્યુટી પ્રોડક્ટ્સ સંદર્ભે માર્કેટ રિસર્ચ કરતાં કંપનીના ફાઉન્ડર એન્ડ% ગ્રેલાને ખબર પડી કે પુરુષોને પણ કૉસ્મેટિક્સ પ્રત્યે લગાવ છે. ટીનેજમાં પ્રવેશતાં જ તેઓ પોતાની મમ્મીની બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવા લાગે છે. પુરુષો મેક-અપ કરે એમાં કોઈ વાંધો નથી એવું રિસર્ચ પણ કહે છે.

ઇતિહાસ પર એક નજર ફેરવીએ તો પુરાતન કાળમાં ઇજિપ્તના પુરુષો મેક-અપ કરતા જ હતા. ચીન, જપાન અને પર્શિયા જેવા દેશોમાં તો મેક-અપ કરવો એ ગર્વની વાત ગણાતી હતી. જોકે ધીમે-ધીમે મેક-અપ ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સુધી જ સીમિત રહી જતાં પુરુષોએ ધ્યાન આપવાનું છોડી દીધું હતું. હવે ફરીથી તેઓ મેક-અપ અને અન્ય બ્યુટી પ્રોડક્ટ્સ વાપરતા થયા છે. આજના જમાનામાં તો મેક-અપ કરનારા પુરુષો સ્ટાઇલિશ કહેવાય છે.

columnists