ચાર રસ્તા (લાઇફ કા ફન્ડા)

20 May, 2019 12:19 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ચાર રસ્તા (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

‘સુંદર જીવન જીવો’ વિષય પર એક પરિસંવાદ હતો. એક પછી એક બધા સુંદર વિચારો રજૂ કરી રહ્યા હતા. આખા દિવસના પરિસંવાદ બાદ છેલ્લે જે સ્પીકર આખા દિવસના સંવાદનો ચિતાર રજૂ કરી રહ્યા હતા તેમણે આખા દિવસનાં ભાષણોમાં રજૂ થયેલા વિચારોમાંથી સુંદર જીવન જીવવા માટેનું હાદર્‍ સમજાવતાં સરસ વાત કરી.

છેલ્લા સ્પીકરે કહ્યું, ‘આખા દિવસ બધાના વિચારો સાંભળી, ચિંતન-મનન કરી મને લાગે છે કે સુંદર જીવન જીવવાના ચાર મહkવના રાજમાર્ગ છે. જો આ રસ્તા અપનાવી લઈએ તો જીવન આપોઆપ સુંદર, સુંદર, સુંદરતમ થતું જાય. પહેલો રસ્તો છે જીવનમાં પાછળ જુઓ, એટલે કે પાછળ ફરી ઊંધા જવાનું નથી, પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખી અનુભવ મેળવી આગળ વધવાનું છે અને એ માટે તમે તમારા જીવનમાં તો પાછળ ફરી જોજો અને આપણા અનુભવસમૃદ્ધ વડીલો પાસે બેસજો, તેમની વાતો સાંભળજો, તેમના અનુભવમાંથી શીખશો તો વધુ ફાયદો થશે અને તમે ભૂલો કરવામાંથી બચી જશો. વડીલોનો અનુભવ તમને કામ લાગશે.’

સ્પીકરે આગળ કહ્યું, ‘બીજો રસ્તો છે જીવનમાં આજુબાજુ નજર રાખો. તમને સત્ય હકીકત અને વાસ્તવિકતા સમજાશે. આજુબાજુ એટલે સૌપ્રથમ હમસફર પતિ કે પત્નીની દરેક બાબતમાં સલાહ લો. હમઉમ્ર મિત્ર અને કઝિન સાથે વાત કરી વાસ્તવિકતા જાણો. કદાચ કોઈ બાબત તમારા ધ્યાન બહાર જતી હશે તો શક્ય છે તેઓ તમને દરેક સમય, સંજોગ અને ઘટનાનું સંપૂર્ણ વિશ્લેષણ કરી સાચી પરિસ્થિતિ વાકેફ કરાવે.’

સ્પીકરે કહ્યું, ‘હવે વાત કરું ત્રીજા રસ્તાની. ત્રીજો રસ્તો છે સતત આગળ વધો. સુંદર ભવિષ્યની આશા સાથે આગળ જુઓ. ભવિષ્યનાં સપનાં જુઓ અને એને સાકાર કરવા આજથી જ મંડી પડો. એને માટે તમારાં સંતાનો અને તેમના મિત્રો સાથે જોડાયેલા રહો. તેમને માટેની ભવિષ્યની યોજનાઓમાં ભાગ લો. ભાઈ-બહેનનાં બાળકો સાથે પણ વાત કરો, તેમના જીવનની યોજનાઓ સાંભળો, જે તમને જીવન જીવવાની નવી આશા, નવું જોમ આપશે.’

ચોથા રસ્તાની વાત કરતાં સ્પીકર બોલ્યા, ‘સુંદર જીવન બનાવવાનો ચોથો રસ્તો છે જાત સાથે સંવાદ. રોજ થોડો સમય પોતાની અંદર ઝાંખવામાં વિતાવો. સવારે તૈયાર થાઓ ત્યારે અરીસામાં દેખાતા શખ્સને રોજ સવારે કહો ‘તું ઉત્તમ છે,

આ પણ વાંચો : લાઈફ કા ફંડાઃ એક પંખા પરની ધૂળ

તને બધું આવડે છે, તું દરેક કામ કરી શકીશ.’ અને રોજ રાત્રે સૂતી વખતે દિવસભરનું સરવૈયું કાઢી લો. ક્યાં ભૂલ થઈ, શું સારું થયું. બધું વિચારો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને અનુભવ, વાસ્તવિકતા, આશા અને આત્મવિશ્વાસના આ મહામાર્ગ પર ચાલવાથી જીવન સુંદર બનશે.’

columnists