એક સોનામહોરની જરૂર - (લાઇફ કા ફન્ડા)

11 January, 2019 09:42 AM IST  |  | Heta Bhushan

એક સોનામહોરની જરૂર - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

નગરના રાજમાર્ગ પરથી તેમને એક સોનામહોર મળી. સંત તો વૈરાગી સાધુ હતા, તેમને આ સોનામહોર શું કામની? સંતે વિચાર્યું કે જેને આ સોનામહોરની સૌથી વધારે જરૂર હશે તેને શોધી હું આ સોનામહોર આપી દઈશ. હાથમાં સોનામહોર લઈ આખો દિવસ નગરમાં આમથી તેમ ફર્યા. સંતને લાગ્યું કે કદાચ આને જરૂર હશે અને તે બધાએ સંતને એમ કહ્યું કે અમને જરૂર નથી, અમે મહેનત કરી માર્ગ કાઢી લઈશું. તમે અમારાથી વધારે કોઈ જરૂરિયાતવાળું હોય તેને આ સોનામહોર આપી દેજો. આમ રાત પાડવા આવી અને આખા નગરમાં સંતને કોઈ જરૂરિયાતવાળું મYયું જ નહીં. કાલે સવારે કોઈને ગોતીશ એમ વિચારી સંતે ગાંઠે સોનામહોર બાંધી અને મહેલ સામેના ઝાડ નીચે સૂઈ ગયા.

વહેલી સવારે મહેલમાં હલચલ હતી. નગરનો રાજા પોતાના સૈન્યને લઈને કૂચ કરી રહ્યો હતો. સામેના ઝાડ નીચે જ સંતને બેઠેલા જોઈ રાજાએ સંતની પાસે જઈ પ્રણામ કર્યા અને બોલ્યો, સંતશ્રી, મને આર્શીવાદ આપો એટલે હું યુદ્ધમાં જીતી જાઉં. સંતે પૂછ્યું, ‘યુદ્ધ શું કામ? શું કોઈ વિદેશી દુશ્મને આ નગર પર હુમલો કર્યો છે?’

રાજા અભિમાનમાં બોલ્યો, ‘સંતશ્રી, મારું રાજ્ય અને સૈન્ય સૌથી મોટું છે એટલે કોઈની હિંમત નથી કે મારા રાજ્ય પર હુમલો કરે. આ તો હું પાડોશનાં બે-ત્રણ રાજ્ય પર હુમલો કરી જીતી લેવા નીકYયો છું જેથી એ નાનાં રાજ્યો અને એની સંપત્તિને મારા ખજાનામાં ભેળવી દઉં જેથી મારું રાજ્ય અને ખજાનો વધુ સમૃદ્ધ બને.’

રાજાની વાત સાંભળી ગાંઠે બાંધેલી સોનામહોર કાઢતાં સંત બોલ્યા, રાજન, તને મારા આર્શીવાદ કરતાં પણ વધારે આની જરૂર છે! આટલું બોલી સંતે સોનામહોર રાજાને આપી. રાજાને ક્રોધ આવ્યો કે હું આટલા મોટા રાજ્યનો રાજા અને આ સંત મને એક સોનામહોરની જરૂર છે કહી દાન આપે છે. રાજાએ ક્રોધના આવેશ સાથે પૂછ્યું, આ શું કહો છો?

સંતે કહ્યું, ‘રાજન, આ તમારા નગરના રાજમાર્ગ પરથી મને આ સોનામહોર મળી. સૌથી વધુ જરૂરિયાતવાળાને એ આપીશ એમ નક્કી કર્યું, પણ તમારા રાજ્યમાં બધા સુખીસંપન્ન અને સંતોષી જ મળ્યા. જેને આપી તેમણે પણ કહ્યું કે અમારા કરતાં વધારે જરૂરિયાતવાળાને આપજો અને તારી પાસે અધધધ સંપત્તિ હોવા છતાં તું પાડોશના રાજ્ય પર હુમલો કરવા નીકYયો છે એટલે મને થયું તારા અસંતોષી મનને આની વધારે જરૂર છે.’

આ પણ વાંચો : આપણી બિનજરૂરી જરૂરિયાતો - (લાઇફ કા ફન્ડા)

રાજા સંતનો કટાક્ષ સમજી ગયો અને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું.

columnists