જાણો, માણો અને મોજ કરો

06 May, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શીખો મધર ઑફ માર્શલ આર્ટ્સ - કલારીપયટ્ટુ 

શીખો મધર ઑફ માર્શલ આર્ટ્સ - કલારીપયટ્ટુ

શીખો મધર ઑફ માર્શલ આર્ટ્સ - કલારીપયટ્ટુ 

ભારતમાં યુદ્ધભૂમિ પર શસ્ત્રો સાથે કરામત કરીને લડવાની પૌરાણિક અને યુનિક ટેક્નિક્સ હતી. આ ટેક્નિકનો આધાર હતી કલારીપયટ્ટુ માર્શલ આર્ટ. હિન્દુત્વથી પ્રેરિત મૂળ કેરળની આ માર્શલ આર્ટ ટેક્નિકમાં ડાન્સ, યોગ અને હીલિંગ સિસ્ટમની કેટલીક ખાસ ટેક્નિક્સ શીખવવામાં આવે છે જે શરીરની ફ્લેક્સિબિલિટી, ફંક્શનિંગ અને મેન્ટલ ફિટનેસ વધારે છે. 
ક્યારે? : ૮ અને ૯ મે 
સમય : સાંજે પાંચથી છ દરમ્યાન
કિંમત : ૨૦૦રૂપિયા
રજિસ્ટ્રેશન : bookbyshow.com

સ્માઇલ ઍન્ડ મેક પીપલ સ્માઇલ

કોવિડને કારણે ઍન્ગ્ઝાયટી અનુભવતા લોકોનો પાર નથી ત્યારે આ પરિસ્થિતિને જરાક હળવા અંદાજમાં રજૂ કરીને હસવું હોય અને રિલૅક્સ થવું હોય તો તૈયાર થઈ જાઓ સ્ટૅન્ડ અપ કૉમેડિયન સાહિલ શાહના કૉમેડી શો માટે. સ્ટૅન્ડઅપ કૉમેડી જગતના હાલના મોસ્ટ ફેવરિટ્સ કૉમેડિયન્સમાં સ્થાન ધરાવતા સાહિલે લોકોને હસાવવાનું બીડું ઝડપ્યું છે. ઑનલાઇન કૉમેડી શોમાંથી મળેલી રકમ લૉકડાઉન પીડિતોને ચૅરિટી માટે આપીને લોકોના ચહેરા પર સ્માઇલ લાવવાનું કામ થશે. 
ક્યારે? : ૭મે, શુક્રવાર  
સમય : સાંજે ૮ વાગ્યે
કિંમત : ૧૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookbyshow.com

ચૉકલેટ ટેસ્ટિંગ વર્કશૉપ 

કોઈ પર એજના લોકોને કુછ મીઠા હો જાએ એવું પૂછવામાં આવે એટલે ચૉકલેટની યાદ આવે. જોકે ચૉકલેટના સ્વાદને કઈ રીતે માણવો, પારખવો અને એની બારીકીઓને કઈ રીતે સમજવાની તસ્દી આપણે કદી નથી લીધી. જોકે ચેન્નઈસ્થિત કોકોટ્રેઇટ ચૉકલેટ્સના ફાઉન્ડર અને ઊંડો અભ્યાસ કરનારા ચૉકલેટિયર નીતિન ચોરડિયા પાસેથી ચૉકલેટનો સ્વાદ માણવાની સાથે-સાથે ચૉકલેટને લગતા જે કોઈ પણ સવાલો હોય એ જાણવાનો મોકો છે. આ વર્કશૉપ 
માટે તમે રજિસ્ટર કરાવશો એટલે તમારે ત્યાં રેડ રોઝ, મસાલા ચાય, બનાના, ફિલ્ટર કૉફી એમ ચાર 
યુનિક ફ્લેવરની ૭૦ ટકા ડાર્ક ચૉકલેટની ક્લાસિક સિંગલ ઓરિજિનની ચૉકલેટ્સની કિટ ડિલિવર થશે. વર્કશૉપ દરમ્યાન આ ચૉકલેટનું ટેસ્ટિંગ, એની ખાસિયતો અને દરેક ફ્લેવરની યુનિકનેસ 
કેવી હોય એ સ્વાદેન્દ્રિયો દ્વારા પારખતાં શીખવવામાં આવશે. ૯૦ મિનિટની વર્કશૉપમાં તમે ચૉકલેટને લગતા કોઈ પણ સવાલો પણ પૂછી શકો છો. 
ક્યારે? : ૧૬ મે, રવિવાર
સમય : બપોરે ૩ થી ૪.૩૦
કિંમત : ૧૨૦૦ રૂપિયા (ચૉકલેટ કિટની કિંમત સાથે)
રજિસ્ટ્રેશન : insider. in (એક વીક પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.)

તમારી નાડી કેવી ચાલી રહી છે એ પારખવા માટે જાતે શીખો નાડી-પરીક્ષણ

પહેલાંના જમાનામાં વૈદ્ય માત્ર દરદીની નાડી પારખતા અને શરીરમાં ક્યાં, શું રોગ છે એ કહી આપતા. હવે આ વિજ્ઞાન ભુલાતું ચાલ્યું છે. નાડી-પરીક્ષણ એક એવી સચોટ વિદ્યા છે જે તમારી પ્રકૃતિ, શરીરના દોષોની અવસ્થા, રોગ છે કે કેમ અને છે તો એની ગંભીરતા વિશે કહી આપી શકે છે. આયુર્વેદના પૌરાણિક શાસ્ત્રો મુજબ પલ્સ ડાયગ્નોસિસ ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં ભાગ લઈને તમે પણ નાડી-પરીક્ષણ શીખી શકો છો. છેલ્લાં ૨૮ વર્ષમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને નાડી-પરીક્ષણ શીખવી ચૂકેલા પ્રખર આયુર્વેદાચાર્ય વૈદ્ય સંજયકુમાર છાજેડ દ્વારા પાંચ દિવસીય ટ્રેઇનિંગ વર્કશૉપ યોજાયો છે. અલબત્ત, આ વર્કશૉપમાં સેશન સિવાય પણ હોમવર્ક કરવાની તૈયારી રાખવી જરૂરી છે. 
ક્યારે? : ૧૦ મેથી ૧૫ મે
સમય : બપોરે ૩થી ૪
ભાષા : હિન્દી અને ઇંગ્લિશ
ફી :  ૧૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન માટે : 9819232755 / 9326672467

રેઝિન આર્ટ વર્કશૉપ 

આર્ટમાં કંઈક નવું શીખવાની ઇચ્છા હોય તો રેઝિન પોરિંગ આર્ટ એટલે કે ચોક્કસ રીતે ખાસ રંગોને રેડીને એમાંથી ચિત્રો ઊપસે એવી કળા હસ્તગત કરવાનું શીખી શકાય. આ માટે કઈ ચીજોની જરૂર પડે એની ઘણાને ખબર નથી હોતી એટલે ગૅલેક્સી દ્વારા આર્ટ માટે જરૂરી મટીરિયલ પ્રોવાઇડ કરતી વર્કશૉપનું આયોજન થયું છે. પહેલી વાર શીખનારાઓ માટે આ વર્કશૉપ બેસ્ટ છે કેમ કે રેઝિન શું હોય, એમાં ચોક્કસ ઍક્રિલિક કે રેઝિન કલર્સના પિગ્મેન્ટ્સ કઈ રીતે ઍડ કરવા ત્યાંથી લઈને કઈ રીતે આર્ટ વર્ક ડેવલપ કરવું એનું પ્રૅક્ટિકલ જ્ઞાન અહીં મળશે. 
ક્યારે? : ૮ મે, શનિવાર
સમય : સાંજે ૭થી ૯
ક્લાસ : ઝૂમ પર
કિંમત : ૨૨૦૦ રૂપિયા (ક્લાસ માટે જરૂરી મટીરિયલ અને ડિલિવરી ચાર્જિસ સમાવિષ્ટ)
એજ ગ્રુપ : ૧૩ વર્ષથી મોટી વયના 
રજિસ્ટ્રેશન : bookbyshow.com

columnists