સ્પેશ્યલ રેસિપીમાં જાણો કેવી રીતે બનાવશો ફરાળી ચટપટી વાનગીઓ

17 August, 2020 10:13 PM IST  |  Mumbai | Pooja Thakkar

સ્પેશ્યલ રેસિપીમાં જાણો કેવી રીતે બનાવશો ફરાળી ચટપટી વાનગીઓ

મખાના પેટિસ

ફરાળી પીત્ઝા

સામગ્રી
☞ એક વાટકી મોરૈયાનો લોટ
☞ અડધી વાટકી
સાબુદાણાનો લોટ
☞ એક ચમચી ઘી
☞ એક ચમચી
સિંધવ મીઠું
☞ બે નંગ ખજૂર
☞ એક નંગ કૅપ્સિકમ
☞ ચાર કાજુ
☞ છ કાળી દ્રાક્ષ
☞ ૧૦૦ ગ્રામ પનીર
☞ એક ચીઝ ક્યુબ
☞ ચપટી લાલ મરચું
☞ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું
☞ અડધી વાટકી આમલી
☞ અડધી વાટકી ગોળ
રીત
સૌથી પહેલાં પીત્ઝા માટેની સામગ્રી ભેગી કરી લેવી.
હવે આમલીની ચટણી કરી લેવી. એ માટે આમલી અને ગોળ અડધો કલાક પલાળી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું.
હવે પીત્ઝા માટે બેઝ તૈયાર કરવા માટે મોરૈયાનો લોટ, સાબુદાણાનો લોટ, ઘી અને મીઠું નાખી પાણીથી લોટ બાંધી લેવો. હવે પાટલા પર લોટને ભાખરી બનાવીએ એ રીતે ભાખરી બનાવી લેવી.
પીત્ઝા બેઝને તવી ઉપર થોડું તેલ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો. એક સાઇડ શેકી લેવો અને એની ઉપર આમલીની ચટણી લગાવવી.
હવે બેઝ ઉપર કૅપ્સિકમ મૂકવાં, ખજૂરના પીસ મૂકવા અને કાળી દ્રાક્ષ મૂકવી. તમે કૅપ્સિકમને ઝીણા પીસ કરીને પણ મૂકી શકો છો. હવે એની ઉપર કાજુ-બદામના ટુકડા મૂકવા અને પનીરના પીસ મૂકવા અને ચીઝ છીણવું અને ઉપર મરચું અને સિંધવ મીઠું છાટવું.હવે પીત્ઝા તૈયાર થઈ ગયો છે, પણ નીચેની સાઇડ શેકી લેવાનો છે તો એની ઉપર ઢાંકણ ઢાંકી રાખવું.
હવે પીત્ઝા સર્વ કરવા માટે એકદમ તૈયાર છે.

સ્પેશ્યલ રેસિપી
પૂજા ઠક્કર

મખાણા પેટીસ

સામગ્રી
☞ એક મોટી વાટકી - મખાણા
☞ એક મોટું બટાટું
☞ ત્રણ ચમચી - સીંગોળા નો લોટ
☞ એક ચમચી - શેકેલા જીરાનું પાવડર
☞ એક ચમચી છીણેલું - આદુ
☞ ચાર લીલા - મરચા
☞ ટેસ્ટ પ્રમાણે - સિંધવ મીઠું
☞ એક ચમચી - ખાંડ
☞ ત્રણ ચમચી સમારેલા - લીલા ધાણા
☞ ચાર ચમચી - ઘી
રીત
સૌપ્રથમ પેન માં બે ચમચી ઘી લઇ મખાણા ને ધીમી ગેસપર શેકી લેવા.મખાણા શેકતા પાંચથી સાત મિનિટ લાગશે. આ પ્રોસેસ કરવી જરૂરી છે કેમ કે બાર ના મખાણા એકદમ સોફ્ટ હોય છે. મખાણા ઠંડાં પડે એટલે મિક્સર માં ક્રશ કરી લેવા.
મરચા પણ પીસી લેવા. હવે એક મોટા બાઉલ માં બટેટા સ્મેશ કરી તેમાં મરચા , મખાણા પાવડર, સીંગોળા નો લોટ , કોથમરી ,મીઠું ,ખાંડ ,જીરા નો પાવડર, આદુ ,બધું ઉમેરી મિક્સ કરી લેવું. સરખું મિક્સ કરી હાથને થોડું ઘી લગાવી પેટીસ વાળી લેવી. હવે પેટીસ ને તમેં સેલો ફ્રાય પણ કરી શકો છો.તળી પણ શકો છો..મેં ઐયા બેવ રીતે બતાવી છે.આ પેટીસ સીંગદાણાના ચટણી સાથે ખુપ સરસ લાગે છે ..
સીંગદાણા ની ચટણી
એક બાઉલ માં બે ચમચી સીંગદાણા નો ભૂકો, ૨ ચમચી દહીં ,મીઠું ,એક ચમચી ખાંડ ,મરી પાવડર નાખી મિક્સ કરી આ ચટણી તૈયાર કરી છે.

columnists indian food