જાણો, માણો ને મોજ કરો

28 October, 2021 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રિષ્ના પટનાઇક દ્વારા કન્ડક્ટ થનારી વર્કશૉપમાં તમે નવી આઇટમો પણ બનાવી શકો છો અને જૂની વેસ્ટ ચીજોને અપસાઇકલ કરીને એને ઇકો-ફ્રેન્ડ્લી પણ બનાવી શકો છો. ટિન, લેધર, ગ્લાસ અને ફર્નિચર પર પણ આ આર્ટ ટ્રાય કરી શકાય છે. 

ડીકૂપેજ વર્કશૉપ

હટકે ગિફ્ટ હૅમ્પર

દિવાળીમાં કાજુ-બદામ-માવાની મીઠાઈઓ તો બધા જ એકબીજાને આપે છે પણ ફ્રેન્ચ-સ્ટાઇલ સ્વીટ કે સાવરી કલેક્શનની ગિફ્ટ આપી હોય તો એ પાર્ટીમાં સ્નૅક્સનું કામ પણ થઈ જાય અને ગિફ્ટ પણ થોડીક હટકે લાગે. ચેમ્બુરની ‘ધ બ્રેડ બાર’નાં શેફ રાચી ગુપ્તાએ ગુલાબ કલેક્શન અને સત્ત્વ કલેક્શન એમ બે પ્રકારનાં ગિફ્ટિંગ બૉક્સ તૈયાર કર્યાં છે જેમાં ઍપલ પાઇ, બેરી ટાર્ટ, બેક્ડ ચીઝ કેક, કીશ, ક્રૅકર્સ, ડિપ્સ જેવાં સ્નૅકિંગ ઑપ્શન્સ છે. 
ક્યાં? : ધ બ્રેડ બાર, ચેમ્બુર
કિંમત: ૪૯૯થી ૧૮૯૯ 
રૂપિયાની રેન્જ

વેબસાઇટ: www.thebreadbar.in 

ડીકૂપેજ વર્કશૉપ
 
પેપર કટઆઉટ્સ દ્વારા જે-તે ઑબ્જેક્ટને ડેકોરેટ કરવાની ફ્રેન્ચ આર્ટ આજકાલ ખૂબ ઇનથિંગ છે. ત્રિષ્ના પટનાઇક દ્વારા કન્ડક્ટ થનારી વર્કશૉપમાં તમે નવી આઇટમો પણ બનાવી શકો છો અને જૂની વેસ્ટ ચીજોને અપસાઇકલ કરીને એને ઇકો-ફ્રેન્ડ્લી પણ બનાવી શકો છો. ટિન, લેધર, ગ્લાસ અને ફર્નિચર પર પણ આ આર્ટ ટ્રાય કરી શકાય છે. 
ક્યારે?: ૨૯ ઑક્ટોબર
સમય : બપોરે ૩.૩૦ 
ક્યાં? : સર્જન પ્લાઝા, મો‌તીલાલ સાંઘી રોડ, લોટસ કૉલોની, મહાલક્ષ્મી, મુંબઈ
કિંમત: ૨૦૦૦ રૂપિયા

રજિસ્ટ્રેશન: insider.in

હેલોવીન ડરો-ડરાઓ, મૌજ મનાઓ

કસ કાય મુંબઈ દ્વારા હૅલોવીન એક્સ્પીરિયન્સ આપતી ‘ગ્રેવયાર્ડ : ધ હૉન્ટિંગ એક્સ્પીરિયન્સ’ ઇવેન્ટ છે. ડરામણા કૉસ્ચ્યુમ પહેરીને રૅમ્પ-વૉક, હૅલોવીન ટ્રેઝર હન્ટ, હૉરર સ્ટોરીટેલિંગ, ટૅરો કાર્ડ રીડિંગ જેવી ઍક્ટિવિટી આ સેશનમાં થશે. ગ્રેવયાર્ડ એટલે કે જાણે કબ્રસ્તાન જેવો ડરામણો માહોલ એન્જૉય કરી શકો છો. 
ક્યારે?: ૩૧ ઑક્ટોબર 
સમય: સાંજે ૫.૩૦
ક્યાં? : રેડબ્રિક ઑફિસિસ, કેલડોનિયા, ફર્સ્ટ ફ્લોર, સહાર રોડ, અંધેરી-ઈસ્ટ
કિંમત: ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન: insider.in

નૅશનલ યુનિટી ડે રન ઍન્ડ રાઇડ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં એકતા દિવસે વધુ સ્ટ્રૉન્ગ બનવા માટે ભારતભરમાં રન ઍન્ડ રાઇડ ઇવેન્ટ યોજાઈ છે. તમે જ્યાં હો ત્યાં રોડ પર ટોકન કિલોમીટરનું રનિંગ થશે. દરેક પાર્ટિસિપન્ટનું ટોકન મેમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવશે. 
ક્યારે?: ૩૧ ઑક્ટોબર
ક્યાં: તમે જ્યાં હો ત્યાં 
કિંમત: ૧૯૯થી ૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન: allevents.in

ફિંગર પેઇન્ટિંગ 

શું તમે લાંબા સમય પછી પેઇન્ટિંગ કરવાના છો? કે પછી મન બહુ છે પણ કદી પેઇન્ટિંગ કર્યું નથી? તો પેઇન્ટોલૉજીની પેઇન્ટ-પાર્ટીઝ તમને ફન સાથે કલરફુલ અને એક્સાઇટિંગ વર્કશૉપનો અનુભવ આપશે. પેઇન્ટોલૉજી તરફથી વિરાલી શાહ આ વર્કશૉપ કન્ડક્ટ કરવાનાં છે. જરૂરી મટીરિયલ વર્કશૉપમાં જ પ્રોવાઇડ કરવામાં આવશે. 
ક્યારે?: ૩૦ ઑક્ટોબર
સમય: સવારે ૧૧થી બપોરે ૨
‌ક્યાં: ડૂલલી ટૅપરૂમ, 10A રાજ કુટિર અપાર્ટમેન્ટ, રોડ-નંબર ૩, રામ‌ક્રિષ્ન નગર, ખાર-વેસ્ટ.
કિંમત : ૧૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: insider.in

બાવન પત્તાંની કેટ સાથે શીખો અકાઉન્ટ 

જો તમે નૉન-અકાઉન્ટન્ટ બૅકગ્રાઉન્ડ ધરાવતા હો અને અકાઉન્ટ્સ તમારા માટે બહુ મોટા પઝલનો વિષય હોય તો એક પ્લેફુલ વર્કશૉપ યોજાઈ રહી છે જે તમને માત્ર બાવન પત્તાંની કેટની મદદથી અકાઉન્ટ્સના બેઝિક સિદ્ધાંતો અને અકાઉન્ટિંગ સ્કિલ્સ શીખવી આપશે. કૉમ્પ્લેક્સ અકાઉન્ટિંગ ટ્રાન્ઝૅક્શન્સ પણ રમતાં-રમતાં શીખી જવાય એવી ટેક્નિક્સ શીખવવામાં આવશે. સાથે કૉમ્પ્લેક્સ ફાઇનૅન્સ રિપોર્ટ્સને કઈ રીતે સમજવા એની સમજણ પણ એમાં હશે. 
ક્યારે?: ૩૦ ઑક્ટોબર
સમય: સાંજે ૪થી ૬
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
રજિસ્ટ્રેશન: allevents.in

columnists