જાણો, માણો ને મોજ કરો

14 October, 2021 08:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૅપ સંસ્થાનાં શિલ્પા અગરવાલ કઈ રીતે જૂની ચીજોને અપસાઇકલ કરીને ફેસ્ટિવલની ઉજવણી થાય અને ઝીરો વેસ્ટ સ્ટાઇલમાં સેલિબ્રેશન થાય એના આઇડિયાઝ શૅર કરે છે. 

કચ્છી લીંપણકામ અને આર્ટવર્ક 

ફેસ્ટિવલ મનાવો ઝીરો વેસ્ટ સ્ટાઇલ

તહેવારોની સીઝન આવી ગઈ છે ત્યારે નવી-નવી ચીજો બનાવવાનું, ભેટ આપવાનું, પાર્ટી કરવાની, ડેકોરેશન કરવાનું એમ ઘણું થશે. જોકે ફેસ્ટિવલ પતે પછી ખૂબબધો વેસ્ટેજ નીકળે છે. જો પહેલેથી જ ઉજવણી દરમ્યાન ઝીરો વેસ્ટ અથવા તો કમ વેસ્ટનું ધ્યાન રાખીને તહેવાર ઊજવવામાં આવે તો પર્યાવરણની ઘણી મદદ થાય. ક્રૅપ સંસ્થાનાં શિલ્પા અગરવાલ કઈ રીતે જૂની ચીજોને અપસાઇકલ કરીને ફેસ્ટિવલની ઉજવણી થાય અને ઝીરો વેસ્ટ સ્ટાઇલમાં સેલિબ્રેશન થાય એના આઇડિયાઝ શૅર કરે છે. 
ક્યારે?: ૨૩ ઑક્ટોબર 
સમય: સવારે ૧૧થી ૧૨
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમત: ૩૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: insider.in

કચ્છી લીંપણકામ અને આર્ટવર્ક 

સફેદ માટી દ્વારા લીંપણકામ કરીને એને આભલાથી ડેકોરેટ કરીને બનાવાતા શોપીસ એ કચ્છની ખાસ કળા છે. ત્રણ દિવસનો ઑનલાઇન કોર્સ ગ્રામીણ કલાકારો પાસેથી શીખવા મળશે અને વર્કશૉપ હિન્દીમાં કન્ડક્ટ થશે. 
ક્યારે?: ૨૮થી ૩૦ ઑક્ટોબર 
સમય: બપોરે ૪થી ૫.૩૦
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમત: ૪૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : www.iteeha.com

ફૂડ ફોટોગ્રાફી

ઇન્સ્ટાગ્રામ પર જાતજાતની ડેકોરેટેડ ફૂડ ડિશ‌િસ જોઈને તમને પણ જો ફૂડ-સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફી શીખવાનું મન થતું હોય તો નવા નિશાળિયાઓ માટે ખાસ વર્કશૉપ થઈ રહી છે. ફૂડ ફોટોગ્રાફીને જો પ્રોફેશન બનાવવા માગતા હો અને તમારી વાનગીઓની તસવીરોને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની ઇચ્છા હોય તો પણ આ વર્કશૉપ કામની છે. 
ક્યારે?: ૧૬ ઑક્ટોબર 
સમય: બપોરે ૨
ક્યાં?: શેફ્સ ટેબલ કલિનરી સ્ટુડિયો, નવી મુંબઈ 
કિંમત: ૨૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : insider.in

થ્રી-ડી પ્રિન્ટિંગ 

બાયો-મેડિકલ, ઍરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ફૅશન એમ દરેક ક્ષેત્રમાં હવે થ્રી-ડી પેઇન્ટિંગનો ઉપયોગ થવા લાગ્યો છે. અમૃતા ફૅબ લૅબ દ્વારા થ્રી-ડી પ્રિન્ટિંગની બેઝિક ટ્રેઇનિંગનો કોર્સ છે. એમાં સૉફ્ટવેરનો ઉપયોગ અને મશીન ઑપરેશન કઈ રીતે કરવાનું એ વિડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવશે. કયાં ક્ષેત્રોમાં અને કેવી-કેવી જગ્યાઓએ થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ થઈ શકે એની સમજ અને કોઈ પણ પ્રોડક્ટની પ્રોટોટાઇપ કઈ રીતે બનાવવી એની સમજણ પણ આ વર્કશૉપમાં મળશે. 
ક્યારે? : ૧૪ અને ૧૫ ઑક્ટોબર 
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર 
સમય: બપોરે ૪થી ૬
કિંમત: ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : insider.in

columnists