જાણો, માણો ને મોજ કરો

29 July, 2021 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાગળને ફોલ્ડ કરીને બનાવાતી ઑરિગામી આર્ટ થકી બુકમાર્ક્સ બનાવવાની વર્કશૉપ ઇન્ડિયાના બેસ્ટ આર્ટિસ્ટમાં જેની ગણના થાય છે એવા નિક્સઑરિગામી દ્વારા કરવામાં આવી છે. 

આર્ટ બનાઓ, સ્ટ્રેસ ભગાઓ

ઑરિગામી બુકમાર્ક 

પુસ્તકો આપણા સૌથી સારા મિત્ર છે અને એ વાંચતી વખતે એની અંદર બુકમાર્ક પણ ઇન્ટરેસ્ટિંગ હોય તો રીડિંગ એક્સપિરિયન્સ એકદમ બદલાઈ જાય. કાગળને ફોલ્ડ કરીને બનાવાતી ઑરિગામી આર્ટ થકી બુકમાર્ક્સ બનાવવાની વર્કશૉપ ઇન્ડિયાના બેસ્ટ આર્ટિસ્ટમાં જેની ગણના થાય છે એવા નિક્સઑરિગામી દ્વારા કરવામાં આવી છે. 
ક્યારે? : ૩૧ જુલાઈ, શનિવાર 
સમય : બપોરે ૪થી 
૬ક્યાં? : ઝૂમ પર ઑનલાઇન
રજિસ્ટ્રેશન : allevents.in

કવિ સુરેન ઠાકરના જન્મદિનની ઉજવણી 

જાણીતા કવિ અને સંચાલક સુરેન ઠાકર ‘મેહુલ’ ૩૦ જુલાઈએ ૭૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ નિમિત્તે મેહુલ મિત્ર વર્તુળ દ્વારા એક ઑનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અંતરંગ મિત્રો અને સ્નેહીઓ દ્વારા દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. પુરુષોત્તમ ઉપાધ્યાય, ડૉ. પ્રકાશ કોઠારી, તુષાર શુક્લ જેવા સર્જકો પણ એમાં સમાવિષ્ટ છે. 
ક્યારે? : ૩૦ જુલાઈ, શુક્રવાર 
સમય : રાતે ૮.૩૦
ક્યાં : સુરેન ઠાકર ‘મેહુલ’ની યુટ્યુબ ચૅનલ પર

ઘરે બનાવો નૅચરલ શાવર જેલ

રોજ જેનાથી આપણે નાહીએ છીએ એ સાબુ કે જેલમાં કેટલાં કેમિકલ્સ હોય છે એની આપણને કદાચ ખબર પણ નહીં હોય. તમારી ત્વચાને માફક આવે 
એવી સલ્ફેટ અને પૅરાબીન ફ્રી શાવર જેલ ઘરે જાતે બનાવતાં શીખી શકો છો. આ વર્કશૉપમાં બ્રિટિશ રોઝ, 
લેમન રિફ્રેશિંગ, લૅવન્ડર, ચેરી 
બ્લૉસમ અને ગ્રીન ટી શાવર જેલ એમ પાંચ ફ્લેવરની જેલ બનાવતાં શીખવવામાં આવશે. (વર્કશૉપમાં 
દરેક શાવર જેલની પ્રોસેસની 
પીડીએફ અને વિડિયો પણ 
મળશે.)
ક્યારે? :  ૩૦ જુલાઈ
સમય : બપોરે ૧૨ વાગ્યે
કિંમત : ૧૮૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : allevents.in

બધા માટે ભગવાનનો આભાર માનો 

કોવિડના કપરા સમયમાં પૉઝિટિવ રહેવું અને આ સ્થિતિમાં પણ ભગવાનનો આભાર માનવાનું સહેલું નથી. જોકે એના સિવાય સ્વસ્થ રહેવાનો બીજો વિકલ્પ પણ નથી. ભલે ગમેએટલું બુદ્ધિથી આ સમજાતું હોય, પણ જીવનની રોજિંદી ઘટમાળમાં એ ભુલાઈ જાય છે અને અનાયાસે નકારાત્મકતા તરફ સરી પડાય છે. શરણ સંસ્થા દ્વારા એક મહિનાનો અફર્મેશન પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ થકી સહિયારો પ્રયાસ કરવામાં આવે છે. એક મહિનાના આ પ્રોગ્રામમાં બે ઝૂમ સેશન્સ થશે અને બાકીના દિવસોમાં રોજ વૉટ્સઍપ ગ્રુપ થકી ઇફેક્ટિવ મેન્ટલ એક્સરસાઇઝ કરાવવામાં આવશે. 
ક્યારે? : ૧થી ૩૧ ઑગસ્ટ
ક્યાં : ઝૂમ અને વૉટ્સઍપ પર 
સમય : ૧ ઑગસ્ટ, ૭.૩૦થી ૯.૩૦ રાતે
કિંમત : ૧૦૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : sharan-india.org

આર્ટ બનાઓ, સ્ટ્રેસ ભગાઓ 

કોરોનાકાળમાં અનેક લોકોએ સ્ટ્રેસબસ્ટર ઍક્ટિવિટી તરીકે આર્ટનો સહારો લીધો. મેન્ટલ હેલ્થ માટે પણ ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ ફૉર્મનો ઉપયોગ થઈ શકે છે. યંગ એજ હોય કે ઓલ્ડ એજ, ખૂબ મોટા ટ્રૉમામાંથી પસાર થયેલા લોકોની માનસિક સ્થિતિને સુધારવા માટે આર્ટ ફૉર્મનો ઉપયોગ થઈ શકે છે. ખાસ થેરપ્યુટિક હેતુથી ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ શીખવાની વર્કશૉપ ધ સર્કલ કમ્યુનિટી દ્વારા યોજાઈ છે. 
ક્યારે? : ૩૧ જુલાઈ, શનિવાર 
ક્યાં? : ઝૂમ પર ઑનલાઇન 
કિંમત : ૭૪૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : @thecircle.community

વાઇન ગ્લાસમાં કૅન્ડલ માનો 

કૅન્ડલ મેકિંગ એ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સમાં ૧૩મી સદીથી અસ્તિત્વ ધરાવતી કળા છે. મીણબત્તી ડિફરન્ટ પ્રકારનાં મીણ અને ઢાંચાઓમાં બનાવવામાં આવે છે. વાઇન ગ્લાસમાં મીણબત્તી બનાવવાની આ વર્કશૉપમાં બે કલરની વાઇન શૉટ ગ્લાસમાં કૅન્ડલ બનાવવાની ટેક્નિક શીખવવામાં આવશે. ૧૦ વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ વર્કશૉપમાં જોડાઈ શકે છે. 
ક્યારે? : ૧ ઑગસ્ટ, રવિવાર 
ક્યાં : ઑનલાઇન ઝૂમ પર 
કિંમત : ૧૪૦૦ રૂપિયા (કૅન્ડલ મેકિંગ કિટ સાથે)
રજિસ્ટ્રેશન : insider.in

columnists