જાણો, માણો ને મોજ કરો

17 June, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ક્રૅપ સંસ્થાની ક્ષિપ્રા અગરવાલ  ઘરે જ માઇક્રોગ્રીન્સ ઉગાડવાની વર્કશૉપ લઈને આવી છે તો એના બેઝિક્સ શીખી લો અને પછી હેલ્ધી રહો, મજા કરો. 

બ્રેકફાસ્ટ સાઇકલ રાઇડ

બ્રેકફાસ્ટ સાઇકલ રાઇડ

ઍટ લાસ્ટ લૉકડાઉન હળવું થઈ ગયું છે અને મૉર્નિંગ એક્સરસાઇઝ-કમ-બ્રેકફાસ્ટ કરવાનો સાઇક્લિંગનો વિકલ્પ પણ ખૂલી ગયો છે. વેન્ડરિંગ સૉલ્સ દ્વારા રવિવારની કુમળી સવારે સાઉથ મુંબઈની બ્યુટી માણવાનો, સાઇક્લિંગ કરીને હેલ્થ બનાવવાનો અને લાઇક માઇન્ડેડ લોકો સાથે સોશ્યલાઇઝિંગ કરતાં-કરતાં બ્રેકફાસ્ટ માણવાનો ત્રણ ગણો આનંદ માણવા તૈયાર થઈ જાઓ. લગભગ ૧૬ કિલોમીટર જેટલું સાઇક્લિંગ કરવાનું થશે એટલે બેઝિક ફિઝિકલ ફિટનેસ જરૂરી છે.
ક્યારે? : ૨૦ જૂન, રવિવાર
સમય : સવારે ૭થી ૯.૩૦
ક્યાંથી : કોલાબાથી ચોપાટી અને ચોપાટીથી ફરી કોલાબા, 
૧૬ કિલોમીટરનું સાઇક્લિંગ 
કિંમત : ૭૪૯ રૂપિયા 
(સાઇકલના રેન્ટ સાથે), 
૩૫૦ (પોતાની સાઇકલ સાથે)
રજિસ્ટ્રેશન : allevents.in અને bookmyshow.com

જાતે ઘરે ઉગાડો માઇક્રોગ્રીન્સ

બેથી ચાર ઇંચ જેટલાં માઇક્રો સાઇઝનાં ગ્રીન લીફી વેજિટેબલ્સ ખાવાનું હેલ્થની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. એક્ઝૉટિક ફૂડ ડિશ બનાવતી વખતે પણ આ લીફી માઇક્રોગ્રીન્સ ખૂબ કામનાં છે. હવે બજારમાંથી એ લાવવાને બદલે ઘરે નાનકડા પૉટમાં કઈ રીતે ઉગાડી શકાય એ જાતે જ શીખી લઈએ તો ફ્રેશ, ઑર્ગેનિક ગ્રીન્સનો ડોઝ તમારા હાથવગો રહે. સ્ક્રૅપ સંસ્થાની ક્ષિપ્રા અગરવાલ  ઘરે જ માઇક્રોગ્રીન્સ ઉગાડવાની વર્કશૉપ લઈને આવી છે તો એના બેઝિક્સ શીખી લો અને પછી હેલ્ધી રહો, મજા કરો. 
ક્યારે? : ૨૬ જૂન, શનિવાર 
ક્યાં: ઝૂમ પર
સમય : ૧૧.૦૦ વાગ્યે
કિંમત : ૩૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : insider.in

બુદ્ધા પૉપ-આર્ટ

ઍક્રિલિક પેઇન્ટિંગથી ભગવાન બુદ્ધનું પેઇન્ટ બનાવવાની સ્ટેપ વનથી લઈને ફાઇનલ સ્ટેજ સુધીની વર્કશૉપ છે. સ્કેચિંગથી શરૂ કરીને ઍક્રિલિક પેઇન્ટિંગનાં લેયર્સ કઈ રીતે કરવાં એની કળા જસ્ટ બે કલાકની વર્કશૉપમાં જાણો (કૅન્વસ, ઍક્રિલિક પેઇન્ટ, પેન્સિલ, ફ્લૅટ અને રાઉન્ડ બ્રશ જેવી બેઝિક ચીજો હૅન્ડી રાખવી જરૂરી).
ક્યારે : ૧૮ જૂન, શુક્રવાર 
ક્યાં: ઝૂમ પર
સમય : બપોરે ૩થી ૫
કિંમત : ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : allevents.in

સાનિયા પાસેથી શીખો ટેનિસની ટેક્નિક્સ

છ ગ્રૅન્ડ-સ્લૅમ ટાઇટલ જીતનારી ભારતની ફાઇનેસ્ટ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પાસેથી ટેનિસની સીક્રેટ ટેક્નિક્સ શીખવાનો મોકો ઉન્લુ ક્લાસિસ થકી મળી રહ્યો છે. વૉર્મઅપ, કુલડાઉન અને એસેન્શિયલ ડ્રિલ્સ અને ચોક્કસ શૉટ્સની સીક્રેટ ટેક્નિક્સ વિશે ખુદ સાનિયા મિર્ઝા પાસેથી જ શીખો. 
ક્યારે? : ૧૯ જૂનથી ૩૦ જૂન
ક્યાં: UNLU માસ્ટરક્લાસમાં ઑનલાઇન
કિંમત : 
૧૩૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : bookmyshow

દેવકુંડ વૉટરફૉલ ટ્રેક

મહારાષ્ટ્રના સુંદરતમ કહી શકાય એવા વૉટરફૉલમાંનો એક એટલે દેવકુંડ. P17 & ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા તામ્હિની ઘાટ પર ચોમેર હરિયાળીને જોતાં-જોતાં ૨૭૦૦ ફુટ ઊંચા આ ટ્રેક પર ચડવાનો લહાવો આ વીક-એન્ડમાં લેવા જેવો છે. બેઝ વિલેજથી જસ્ટ બે કલાકનું જ ટ્રેકિંગ છે એટલે ઇઝીથી મીડિયમ ગ્રેડના આ ટ્રેકથી લૉકડાઉન ખૂલ્યાનો આનંદ માણવા જવા જેવું છે. 
ક્યારે? : ૧૯ જૂનથી ૨૦ જૂન
૧૯મીએ રાતે મુંબઈથી નીકળીને બેઝ વિલેજ પહોંચવાનું. સવારે પાંચ વાગ્યે ટ્રેક પર જવાનું. બપોરે પાછા બેઝ પર આવીને લંચ લઈને ફરીથી મુંબઈ પાછા આવવા નીકળવાનું.
કિંમત : ૧૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન માટે : Whatsapp : bit.Iy/36XPt1J

વીગન બનવું છે? તો આટલું શીખી લેજો

વીગન એટલે કે માત્ર પ્લાન્ટ-બેઝ્ડ ચીજોનું જ સેવન કરવાનું તમે હાલમાં જ નક્કી કર્યું હોય તો કઈ રીતે તમે લાઇફ-સ્ટાઇલમાંથી ડેરી, ડેરી પ્રોડક્ટ્સ તેમ જ કોઈ પણ પ્રકારની ઍનિમલ પ્રોડક્ટ્સને તિલાંજલિ આપી શકો છો એ સમજી લેવું જરૂરી છે. સૌથી પહેલાં તો વીગનિઝમ શું છે? એ કેમ જરૂરી છે? એનાથી શું ફાયદા થઈ શકે છે? અને વીગનિઝમ અપનાવ્યા પછી પણ તમારા જીવનમાં દરેક વસ્તુનો ટેસ્ટ એવો જ અકબંધ રહી શકે છે એ જણાવતી બિગિનર્સ વર્કશૉપ છે. 
ક્યારે? : ૧૯ જૂન, શનિવાર
સમય : બપોરે ૨.૩૦થી ૩.૩૦
ક્યાં: ઝૂમ પર
કિંમત : ૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : allevents.in

columnists