લીલી હળદરનો હલવો

12 January, 2021 04:56 PM IST  |  Mumbai | Neha Thakkar

લીલી હળદરનો હલવો

સામગ્રી

૧૦૦ ગ્રામ લીલી હળદર

૫૦ ગ્રામ ખાંડ

૧/૪ કપ ઘરની મલાઈ

૧/૨ કપ મિલ્ક પાઉડર

૧ ચમચી ઇલાયચી પાઉડર

બે ચમચી ઘી

૧/૪ કપ કાજુ

બનાવવાની રીત

સૌપ્રથમ બધી વસ્તુ ભેગી કરવી.

એક પૅનમાં ઘી ગરમ મૂકવું. એમાં કાજુને તળી લેવા.

લીલી હળદરને છીણી લેવી અને બે ચમચા ઘી લેવું.

હવે આ ઘીમાં છીણેલી હળદર લઈ એમાં સિઝવા દેવી.

હળદર થોડી રંધાય પછી ખાંડ નાખી થોડી વાર થવા દેવી. હવે બીજું પૅન લઈ એમાં મલાઈ અને મિલ્ક પાઉડર નાખવાં.

સરખું મિક્સ કરી માવા જેવું તૈયાર કરવું.

હવે ખાંડ મિક્સ કરેલી લીલી હળદરવાળા પૅનમાં ઉપર માવા જેવું જે મિશ્રણ તૈયાર છે એ મિક્સ કરવું. પછી બે મિનિટ માટે ગૅસ પર ચડવા દેવું.

હવે તળેલા કાજુ મિક્સ કરવા.

ટેસ્ટી-ટેસ્ટી લીલી હળદરનો હલવો સર્વિંગ પ્લેટમાં લઈ કાજુથી સજાવી સર્વ કરવું.

તો તૈયાર છે એકદમ હેલ્ધી લીલી હળદરનો હલવો.

columnists