ઓબેસિટી અને કૅન્સર વચ્ચેના ગાઢ સંબંધને ઓળખીએ

03 January, 2019 10:16 AM IST  | 

ઓબેસિટી અને કૅન્સર વચ્ચેના ગાઢ સંબંધને ઓળખીએ

પ્રતીકાત્મક તસવીર

 કેસ-૧ : ઘાટકોપરમાં રહેતાં પ્રિયા શાહ ૪૦ વર્ષનાં ધાર્મિક ગૃહિણી છે જેમને થોડા સમય પહેલાં બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયું. સારી વાત એ હતી કે એકદમ પ્રાથમિક સ્ટેજમાં જ કૅન્સરનું નિદાન થયું હતું. જોકે કૅન્સરનું નામ જ એવું છે કે ભલભલા એનાથી ડરે. આખો પરિવાર આ બાબતે ઘણો જ સ્ટ્રેસમાં આવી ગયેલો. સૌથી મોટો ધક્કો બધાને એ વાતનો લાગેલો કે પ્રિયાને કઈ રીતે કૅન્સર થઈ શકે? પ્રિયાના પરિવારમાં કોઈને કૅન્સર નહોતું. તેનાં બે બાળકો હતાં અને બન્નેને તેણે સ્તનપાન કરાવેલું. તેને કોઈ જ કુટેવ હતી નહીં. તમાકુને તેણે તો શું તેના ઘરમાં કોઈએ હાથ પણ નથી લગાડેલો. છતાં પ્રિયાને કૅન્સર કેમ આવ્યું હશે એ બાબતે આખો પરિવાર મૂંઝવણ અનુભવતો હતો. ડૉક્ટરે તેમને કહ્યું કે પાકું તો ન કહી શકાય કે પ્રિયાને શેને કારણે કૅન્સર આવ્યું છે, પરંતુ જે રિસ્ક-ફૅક્ટર વિશે વિજ્ઞાન જાણે છે એ રિસ્ક-ફૅક્ટર છે ઓબેસિટી જે પ્રિયાના કેસમાં કારક હોઈ શકે છે. પ્રિયાની હાઇટ પાંચ ફુટ હતી અને તેનું વજન ૮૮ કિલો હતું. તેની હિતના પ્રમાણમાં તેનું વજન ખૂબ વધારે હતું. બીજો દીકરો આવ્યો એ પછીથી તેનું વજન ખૂબ વધી ગયું હતું જેના પર તેણે ક્યારેય ખાસ ધ્યાન આપ્યું નહોતું. ડૉક્ટરોનું કહેવું હતું કે પ્રિયાના કેસમાં લાગે છે કે ઓબેસિટીને કારણે જ તેને કૅન્સર આવ્યું છે. જોકે એનો ઇલાજ વ્યવસ્થિત પત્યો. હાલમાં તે કૅન્સરમુક્ત છે, પરંતુ કૅન્સર પાછું ન આવે એ માટે ડૉક્ટરે તેને ખાસ તાકીદ કરી છે કે તેણે તેનું વજન ઓછું કરવાનું છે. વળી સમગ્ર જીવન દરમ્યાન તેણે ધ્યાન રાખવાનું છે કે વજન ક્યારેય વધે નહીં. વજન વધશે તો કૅન્સર પાછું આવવાની સંભાવના ઘણી વધી જશે.

 ઓબેસિટી ૨૧મી સદીનો મુખ્ય પ્રશ્ન બનતો જાય છે. ઓબેસિટીને કારણે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-પ્રૉબ્લેમ્સ જેવા અનેક પ્રૉબ્લેમ્સ સામે આવી રહ્યા છે જેને આપણે મેટાબોલિક ડિસઑર્ડર કહીએ છીએ. જોકે ઓબેસિટી કૅન્સર થવા માટેનું કારણ હોઈ શકે ખરું? સામાન્ય રીતે આ બન્ને વચ્ચેના સંબંધ વિશે લોકોમાં હજી જાગૃતિ ફેલાઈ નથી. કૅન્સરની વાત આવે ત્યારે લોકો તમાકુ, સિગારેટ, આલ્કોહૉલ, કાર્સિનોજેનિક ખાદ્ય પદાર્થો અને પ્રદૂષણને મુખ્ય કારણોમાં ગણતા હોય છે; જ્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કૅન્સર થવા પાછળ ઓબેસિટીને તમાકુ પછીનું બીજા નંબરનું સૌથી મોટું જાણીતું રિસ્ક જાહેર કર્યું છે. કૅન્સર અને ઓબેસિટી વચ્ચે કોઈ સંબંધ જરૂર છે. આજે જાણીએ ઓબેસિટી કઈ રીતે કૅન્સરનું કારક બને છે. દુનિયાભરમાં વધતી જતી ઓબેસિટી પણ કૅન્સરના કેસોમાં વધારો થવા પાછળ જવાબદાર ગણવામાં આવી રહી છે. ઓબેસિટીને કારણે પેટનું, સ્તનનું, મૂત્રમાર્ગનું, ઓવરીનું, અન્નનળીનું, સ્વાદુપિંડનું, કિડનીનું અને પિત્તાશયનું કૅન્સર થવાની શક્યતા મોટી ઉંમરે વધી જાય છે.

 ખતરો

 વ્યક્તિની ઊંચાઈ અને વજન બન્ને ધ્યાનમાં રાખીને તેમનો બૉડી માસ ઇન્ડેક્સ કાઢવામાં આવે છે. આ બૉડી માસ ઇન્ડેક્સ જો પચીસથી વધારે હોય તો તે વ્યક્તિને ઓવરવેઇટ કહે છે, જ્યારે બૉડી માસ ઇન્ડેક્સ ૩૦થી વધારે હોય તો તેને ઓબીઝ પેશન્ટ કહે છે. ઓબેસિટી અને કૅન્સર વચ્ચે કોઈ ખાસ સંબંધ છે કે નહીં એ પ્રશ્નનનો જવાબ આપતાં ઑન્કોપ્લાસ્ટી સર્જન ડૉ. ચૈતન્યઆનંદ કોપ્પીકર કહે છે, ‘ઓબેસિટી અને કૅન્સર વચ્ચે ચોક્કસપણે સંબંધ છે. બૉડી માસ ઇન્ડેક્સ મુજબ કહી શકાય છે કે વ્યક્તિને કૅન્સરનું રિસ્ક છે કે નહીં. આ ઉપરાંત જે લોકો સેન્ટ્રલ ઓબેસિટીનો શિકાર હોય એટલે કે જેમને ફાંદનો પ્રૉબ્લેમ હોય તેમને પણ કૅન્સરનું રિસ્ક વધુ રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે પહેલાં યુરોપ-અમેરિકાના વિકસિત દેશોમાં દુનિયાના સૌથી વધુ જાડા લોકો રહેતા હતા. છેલ્લાં ત્રીસ

વર્ષમાં દુનિયામાં ઘણો બદલાવ આવ્યો છે અને એ મુજબ આજે સમગ્ર દુનિયાના ૬૨ ટકા જાડા લોકો ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશોમાં વસે છે. આમ આજે આપણા દેશ પર ઓબેસિટીને કારણે કૅન્સરનું રિસ્ક ઘણું વધારે છે.’

 હૉર્મોનલ પ્રૉબ્લેમ

 સામાન્ય રીતે એસ્ટ્રોજન નામનું હૉર્મોન સ્ત્રીઓના શરીરમાં ઓવરીમાંથી સ્રાવ થતું હોય છે જે મેનોપૉઝ આવ્યા પછી બંધ થઈ જતું હોય છે. આ એસ્ટ્રોજન ફૅટ્સની અંદર સંગ્રહાઈ જાય છે. જ્યારે શરીરમાં ચરબી વધુ હોય ત્યારે આ હૉર્મોનનું પ્રમાણ પણ શરીરમાં કુદરતી રીતે વધી જાય છે. એક ઓબીઝ સ્ત્રીમાં એસ્ટ્રોજન હૉર્મોનનું પ્રમાણ એક સામાન્ય હેલ્ધી સ્ત્રી કરતાં બમણું હોય છે. આ ઉપરાંત આ સ્ત્રીઓમાં એસ્ટ્રોજનને કાબૂમાં લેતું સેક્સ-હૉર્મોન બાઇન્ડિંગ ગ્લોબ્યુલીન પણ ઘણી ઓછી માત્રામાં હોય છે. આમ જાડી સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હૉર્મોનનું વધતું પ્રમાણ કૅન્સરને આમંત્રે છે. ખાસ કરીને ઓબેસિટીને લીધે સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન-કૅન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં કૅન્સર થવા પાછળ આ ખૂબ જ મહત્વનું કારણ છે. આ કારણની સાથે-સાથે બીજાં કારણો જણાવતાં ડૉ. ચૈતન્યઆનંદ કોપ્પીકર કહે છે, ‘ઓબેસિટીને કારણે કિડનીમાં અને પિત્તાશયમાં સ્ટોન થવાની શક્યતા વધી જાય છે જે સ્ટોન-કૅન્સરનું રિસ્ક વધારે છે. જે લોકો જાડા હોય છે તેમના શરીરમાં લેપ્ટિન નામનું હૉર્મોન ઘણી વિશાળ માત્રામાં સ્રાવ થાય છે જે કોષોના વિસ્તારને બળ આપે છે એટલે કે જો કૅન્સરના કોષો શરીરમાં છે તો આ લેપ્ટિન એ કોષોને વધારવાનું કામ કરે છે. એ રીતે પણ કૅન્સરનું રિસ્ક વધે છે. આ ઉપરાંત ઓબીઝ લોકોના શરીરમાં અમુક પ્રકારનું ઇન્ફ્લમેશન થાય છે જે કૅન્સરનું રિસ્ક વધારે છે.’

 ઇલાજમાં ફરક

 જ્યારે વ્યક્તિનું વજન ખૂબ જ વધારે હોય અને તેને કૅન્સર હોય તો એની સાથે કયાં કૉãમ્પ્લકેશન્સ આવી શકે છે એ સમજીએ ગાઇનેકોલૉજિકલ ઑન્કોલૉજી ડૉ. નિખિલ પવર્‍તે પાસેથી.

 સર્જરી : એક ઓબીસ માણસની સર્જરી એક ખૂબ જ અઘરી, લાંબી ચાલતી અને ટેãક્નકલી ખૂબ કામ માગી લેતી સર્જરી છે. જ્યારે એક ઓબીસ માણસની કૅન્સર માટે સર્જરી કરવામાં આવે છે ત્યારે એ અંગ સુધી પહોંચવું સહેલું નથી હોતું અને એટલે ઘણો ભાગ ચીરવો પડે છે જેને લીધે લોહી ઘણું વહી જાય છે. આ સિવાય ઓબીસ લોકોના શરીરમાં સર્જરી દરમ્યાન કે સર્જરી પછી ક્લૉટ ફૉર્મેશન થવાનું રિસ્ક ખૂબ વધારે રહે છે. ક્લૉટને લીધે ડીપ બ્રેઇન થ્રોમ્બોસિસ જેવી ઘાતક અવસ્થા પણ સર્જા‍ઈ શકે છે. એક ઓબીસ વ્યક્તિની સર્જરી પણ અતિ રિસ્કી સર્જરી ગણાય છે. 

કીમોથેરપી : કીમોથેરપીમાં જે દવાઓ આપવામાં આવે છે એ પર મીટર સ્ક્વેરના હિસાબે આપવામાં આવે છે. સહજ છે કે ઓબીસ વ્યક્તિના શરીરનો વ્યાપ વધારે હોય છે એને લીધે તેને દવા વધારે આપવી પડે. કીમોનો ડોઝ વધશે તો જેટલો ડોઝ વધુ તકલીફો વધવાની જ છે. સાઇડ ઇફેક્ટ પર ઘણી નડે છે. એવું પણ બને કે કીમો ચાલુ કરો અને વ્યક્તિના શ્વાસમાં તકલીફ ઉદ્ભવે તો તેના જીવ પર આવી બને. આ દરમ્યાન તેને કાર્ડિઍક અરેસ્ટ થઈ જાય અને તે તાત્કાલિક મૃત્યુ પામે. આ માટે જ આવા દરદીઓને કીમો નૉર્મલ ડે કૅરમાં અપાતો નથી, પરંતુ ત્ઘ્શ્માં અપાય છે જેથી કોઈ તકલીફ શરૂ થાય તો એનો ઇલાજ તાત્કાલિક કરી શકાય.

columnists