જાણો, માણો ને મોજ કરો

15 December, 2022 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ મ્યુઝિકલ ફૉર્મ્સની વાત આવે ત્યારે જૅઝ યુનિવર્સલ ગણાય છે

જૅઝપ્લોરેશન

જૅઝપ્લોરેશન

ઇન્ટરનૅશનલ મ્યુઝિકલ ફૉર્મ્સની વાત આવે ત્યારે જૅઝ યુનિવર્સલ ગણાય છે. એમાં બ્લુઝ, રૉક, ફન્ક, લૅટિન અને ઇન્ડો-ફ્યુઝન મ્યુઝિકનું બ્લેન્ડિંગ કર્યું છે ઇન્ટરનૅશનલ આર્ટિસ્ટ રાજીવ રાજાએ. રાજીવની સાથે ગિટાર પર હિતેશ ધુતિયા, બૅઝ પર જૉન જયદીપ તિરુમલાઈ, તબલા પર વિનય નેટકે, વોકલમાં ચંદના બાલા, પિયાનો પર આર્ક ચક્રવર્તી અને ડ્રમ્સમાં શ્રવણ સૅમ્સી સાથ આપશે જે હાર્ડકોર ઇન્ટરનૅશનલ મ્યુઝિક લવર્સ માટે જલસો છે. 
ક્યારે?: ૧૭ ડિસેમ્બર
સમય: સાંજે ૭ વાગ્યાથી
ક્યાં?: એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
કિંમત: ૪૫૦થી ૭૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: ncpamumbai.com

પેટ પકડીને હસો મનન દેસાઈ સાથે

ગુજરાતી કૉમેડીનો કિંગ ગણાતા મનન દેસાઈના આ વીક-એન્ડમાં બે શોઝ છે. આ શોમાં ‘જતી રહેજે માટે આવતી રહેજે... ’ એ મનનની પંચલાઇન છે. બકરીઓ, પોલીસ, મમ્મી, ડ્રગ્સ, ડેથ અને એવા તો અનેક વિષયો પર હાસ્યના ફુવારા ઊડે એવા જોક્સ મનનના આ શોની ખાસિયત છે. 
ક્યારે?: ૧૭ અને ૧૮ ડિસેમ્બર
ક્યાં?: ૧૭મીએ ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર અને ૧૮મીએ મહાકવિ કાલિદાસ નાટ્યમંદિર, મુલુંડ
સમય: ઘાટકોપર: ૮.૩૦થી અને મુલુંડ ૯ વાગ્યાથી 
કિંમત: ૨૪૯ રૂપિયાથી ૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન: bookmyshow

મલાઇકા અરોરા જેવું ફિગર મેળવો

૪૯ વર્ષે પણ મલાઇકા ૧૯ વર્ષની કન્યાને ઈર્ષા આવે એવું ફિગર ધરાવે છે ત્યારે તેના જેવા બનવાની ઇચ્છા તો સહુને હોય. મલાઇકા માને છે કે તેના જેવું ફિગર ડાન્સથી મેળવી શકાય છે. આ માસ્ટર ક્લાસમાં મલાઇકા તેની ફિટનેસના રાઝ કહેશે અને ડાન્સ સ્ટેપ્સ શીખવશે, જે તમને ફિટ રહેવામાં મદદ કરશે.  
ક્યારે?: ૧૮ ડિસેમ્બર
ક્યાં: ઑનલાઇન ક્લાસ
કિંમત: ફ્રી
રજિસ્ટ્રેશન: www.letsbemore.in

સ્પ્લૅશ આર્ટ એક્ઝિબિશન 

૨૦૨૨નું સ્પ્લૅશ નૅશનલ આર્ટ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ પાંચમી સીઝન છે જેમાં મુંબઈના કલાકારો માટે બહુ માનીતું ગણાતું સ્પ્લૅશ આર્ટ એક્ઝિબિશન આ વીક-એન્ડમાં થઈ રહ્યું છે. એમાં અનેક જાણીતા કલાકારોએ પોતાનાં આર્ટવર્ક રજૂ કર્યાં છે. 
ક્યારે?: ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર
સમય: ૧૧થી ૭
ક્યાં?: ધ બૉમ્બે આર્ટ 
સોસાયટી, બાંદરા રેક્લેમેશન, બાંદરા-વેસ્ટ

બાળકો માટે મધુબની 

બિહારની ખાસિયત ગણાતી મધુબની ટ્રેડિશનલ આર્ટ ખૂબ કૉમ્પ્લેક્સ છે. જોકે બાળકો એને સરળતાથી કરી શકે એવી ટિપ્સ સાથે આઠ વર્ષથી મોટા કિશોરો માટે સ્ટેટ અવૉર્ડ વિનર મધુબની આર્ટિસ્ટ પ્રીતિ કર્ણ દ્વારા ખાસ વર્કશૉપ થઈ રહી છે. મધુબની ફિશ આર્ટવર્કથી શરૂઆત થશે. 
ક્યારે?: ૧૭ ડિસેમ્બર
સમય?: સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ બપોરે
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૭૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: memeraki.com

ડિજિટલ માર્કેટિંગ 

હવે પર્સનલ ઇન્ફ્લુઅન્સ વધારીને તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસને કઈ રીતે માર્કેટ કરી શકો એ અનુભવીઓ પાસેથી શીખો. ડિજિટલ માર્કેટિંગ ઇન્ફ્લુઅન્સર અને કોચ સૌરવ જૈન, નીલ પટેલ અને જયદીપ દેશપાંડે પાસેથી નવા આઇડિયાઝ, અપડેટ્સ અને વૅલ્યુએબલ ઇનસાઇટ્સ જાણવા મળશે. 
ક્યારે?: ૧૬ ડિસેમ્બર
સમય: પાંચથી ૯ 
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન: bookmyshow

ટ્રૉપિકલ લીવ્ઝ પેઇન્ટિંગ 

તમારી અંદરના ખચકાટને દૂર કરીને પહેલી વાર પીંછી પકડવાની હોય કે પછી ચિત્રકામની બારીકીઓ હસતા-રમતા ફન ઍક્ટિવિટી સાથે શીખવાની ઇચ્છા હોય તો મજાની પેઇન્ટ વર્કશૉપ છે. લાઇક માઇન્ડેડ લોકો સાથે મળીને એક ટ્રૉપિકલ પાંદડાનું ચિત્રણ કરવાની આ વર્કશૉપમાં ફ્રેમ્ડ કૅન્વસ અને જરૂરી મટીરિયલ પણ પ્રોવાઇડ કરવામાં આવશે.
ક્યારે?: ૧૭ ડિસેમ્બર
સમય: બપોરે ૧૨.૪૫થી ૩
કિંમત: ૧૭૦૦ 
રૂપિયા (રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow

columnists mumbai