જાણો, માણો ને મોજ કરો

10 November, 2022 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ તો આ પ્રદર્શની મોટા ભાગે બિઝનેસ-ટુ-બિઝનેસ ઑન્ટ્રપ્રનર્સ માટે છે જેઓ રિયલ એસ્ટેટ ડેવલપર છે,

જાણો, માણો ને મોજ કરો

એશિયાનું બિગેસ્ટ આર્કિટેક્ચર એક્ઝિબિશન

આખા એશિયામાં આર્કિટેક્ચર, બિલ્ડિંગ મટીરિયલ, આર્ટ અને ડિઝાઇનના વિશ્વમાં શું નવું ડેવલપ થઈ રહ્યું છે એ તમને એક જ છત્ર તળે જોવા મળે એવું એક્ઝિબિશન આ વીક-એન્ડમાં થઈ રહ્યું છે. આમ તો આ પ્રદર્શની મોટા ભાગે બિઝનેસ-ટુ-બિઝનેસ ઑન્ટ્રપ્રનર્સ માટે છે જેઓ રિયલ એસ્ટેટ ડેવલપર છે, હોટેલિયર, ઇક્વિટી ઇન્વેસ્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સ છે. તેઓ આખા વિશ્વની ગતિવિધિઓથી અવગત થવા માગે છે. લગભગ પંદર વર્ષથી આ એક્ઝિબિશન થાય છે જ્યાં આર્કિટેક્ચર અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નેટવર્કિંગની મોટી તકો છે. ધારો કે તમે પ્રોફેશનલી આ કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા ન હો, પણ પોતાના ઘરને વર્લ્ડ ક્લાસ બનાવવાની ઇચ્છા સાથે વૈશ્વિક ડેવલપમેન્ટથી માહિતગાર થવા માગતા હો તો તમે પણ અહીં જઈ શકો છો.
ક્યારે? : ૧૦થી ૧૩ નવેમ્બર
સમયઃ ૧૦થી રાતે ૮
ક્યાં? : બૉમ્બે કૉન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટર, નેસ્કો, મુંબઈ
એન્ટ્રી ફીઃ ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow અને ઑન સ્પૉટ પણ થઈ શકે

ફ્રિજ મૅગ્નેટ વર્કશૉપ

ઘરમાં બાળકો હોય તો ઘરમાં ફ્રિજ પર મૅગ્નેટ્સ અચૂક રખાતાં હશે. ઘરે જાતે યુનિક મૅગ્નેટ્સ બનાવવાની વર્કશૉપ આ વીક-એન્ડમાં કરો અને બીજા કોઈના ઘરમાં ન હોય એવાં યુનિક શેપ અને ડિઝાઇનનાં મૅગ્નેટ્સ તમારા ઘરને સજાવશે. 
ક્યારે? : ૧૨ અને ૧૩ નવેમ્બર
ક્યાં? : સ્ટુડિયો પેપરફ્રાય, ફર્નિચર સ્ટોર, બાંદરા
સમયઃ ૧૧થી ૧૨.૩૦
કિંમતઃ ૧૦૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

સમીર અંજાન પાસેથી શીખો ગીતકાર બનતાં

‘આએ હો મેરી ઝિંદગી મેં તુમ બહાર બન કે..’ જેવાં મેલડિયસ ગીત હોય કે ‘મલંગ મલંગ’, ધૂમ મચા લે, ચિંતા તા ચિતા ચિતા... અને દગાબાઝ રે... જેવાં ધમાલ ગીતો તમને ગમતાં હોય તો એના ગીતકાર સમીર અંજાન પાસેથી તમે પણ ગીત લખવાનું શીખી શકો એમ છે. બૉલીવુડમાં ગીતો લખવામાં ક્રીએટિવિટીની સાથે નાની-નાની કઈ બાબતોનું ધ્યાન રાખવું એ શીખવા મળશે.
ક્યારે? : ૧૨, ૧૩, ૧૯, ૨૦, ૨૬, ૨૭ નવેમ્બર
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

શોલાપીઠ વર્કશૉપ 

ઇન્ડિયન કૉર્ક એટલે કે આકાશનિંબ નામના પ્લાન્ટની લાકડીઓની અંદરથી નીકળતો સફેદ મિલ્કીવાઇટ સ્પૉન્જ જેવો ભાગ કાઢીને એમાંથી ફ્લાવર્સ તેમ જ અન્ય આર્ટિફેક્ટ્સ બને છે એને શોલાપીઠ આર્ટ કહે છે. બંગાળની આ વિખ્યાત કળાના આર્ટિસ્ટ અનુપ મકાકરજી પાસેથી ઑનલાઇન આ કળા શીખવા મળશે. એમાં જરૂરી કાચા શોલા એટલે કે આકાશનિંબની લાકડીઓનું મટીરિયલ પણ પહેલેથી પહોંચાડવામાં આવશે. 
ક્યારે? : ૧૩ નવેમ્બર
સમયઃ ૧૦.૩૦થી ૧૨.૩૦
કિંમતઃ ૧૬૯૯ રૂપિયા 
ક્યાંઃ ઑનલાઇન ઝૂમ પર 
રજિસ્ટ્રેશનઃ memeraki.com

ભરતનાટ્યમ અને સ્કેચ આર્ટ

ડાન્સ અને પેઇન્ટિંગનો અનોખો સંગમ થાય એવી ઍક્ટિવિટી ભરતનાટ્યમના કલાકાર તામોહર દ્વારા યોજાઈ રહી છે. એમાં તામોહર ચોક્કસ ભરતનાટ્યમની મુદ્રાઓમાં સ્થિર રહેશે અને 
સ્કેચ આર્ટિસ્ટ એ મુજબનું ચિત્રણ કૅન્વસ પર ઉતારશે. વિવિધ મુદ્રાઓનો અર્થ શું છે અને એની અભિવ્યક્તિ પાછળ શું ભાવ છે એ ભરતનાટ્યમ આર્ટિસ્ટ દ્વારા સમજાવશે. આમાં સ્કેચિંગનું કોઈ અસિસ્ટન્સ નહીં મળે, પણ એ માટે જરૂરી સાધનો પ્રોવાઇડ કરવામાં આવશે. 
ક્યારે? : ૧૩ નવેમ્બર
સમયઃ ૫થી ૭
ક્યાં? : મિટ્ટી સ્પેસ, ખાર
કિંમતઃ ૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ @mittispace

લિટરેચર ફેસ્ટિવલ

પાંચ દિવસીય તાતા લિટરેચર લાઇવ ફેસ્ટિવલ- ધ મુંબઈ લિટફેસ્ટ શરૂ થઈ ગયો છે. રવિવાર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ રાઇટર્સ સાથે લગભગ ૭૦થી વધુ સેશન્સ થવાનાં છે. આ ફેસ્ટિવલનાં વિવિધ સેશન્સ એનસીપીએ, સેન્ટ પૉલ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એજ્યુકેશન હૉલ અને ટાઇટલ વેવ્ઝ બુકસ્ટોરમાં થઈ રહ્યા છે. ગુજરાતી ફિક્શન જગત વિશે વાતચીત થશે દીપક મહેતા અને પ્રબોધ પરીખ વચ્ચે. 
ક્યારે? : ૧૨ નવેમ્બર
સમયઃ બપારે ૨થી ૩
ક્યાં? : ટાઇટલ વેવ્ઝ બુકસ્ટોર
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

ફૂડ ફેસ્ટિવલ

તમે સેન્ટ્રલ મુંબઈમાં રહેતા હો અને વીક-એન્ડમાં ખાણીપીણીની મજા માણવી હોય તો અર્થઍન્ગલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને કૂકડુકૂ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા બે દિવસના ફૂડ ફેસ્ટિવલનું આયોજન છે. એમાં ૧૦૦થી વધુ વાનગીઓના ફૂડ સ્ટૉલ્સ, શૉપિંગ સ્ટૉલ્સ અને કિડ્સ ઝોન મુખ્ય આકર્ષણ છે. સાથે રૅમ્પ-વૉક, ફૂડ ઈટિંગ કૉમ્પિટિશન, ડાન્સ પર્ફોર્મન્સ એમ ઑલરાઉન્ડ ફન ઍક્ટિવિટીઝ 
થવાની છે. 
ક્યારે? : ૧૨ અને ૧૩ નવેમ્બર
સમયઃ સવારે ૧૧થી રાતે ૧૦
ક્યાં? : સેન્ટ ઍન્થનીઝ હોમ ગ્રાઉન્ડ, ચેમ્બુર ઈસ્ટ

columnists