હાઈ હીલ્સના વિરોધમાં જપાની મહિલાઓની KuToo કૅમ્પેન

16 April, 2019 12:09 PM IST  | 

હાઈ હીલ્સના વિરોધમાં જપાની મહિલાઓની KuToo કૅમ્પેન

KuToo campaign

કામકાજના સ્થળે ડ્રેસકોડ હવે વર્કકલ્ચરનો ભાગ ગણાય છે. લગભગ તમામ કૉર્પોરેટ કંપનીઓમાં મહિલાઓ અને પુરુષો માટે ચોક્કસ ડ્રેસકોડ નક્કી થયેલો હોય છે. જપાનમાં પણ આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યાંની કંપનીઓએ વર્કપ્લેસ પર અટ્રૅક્ટિવ દેખાવા મહિલાઓને ફરજિયાત હાઈ હીલ્સ પહેરવાની સૂચના આપી છે. ઑફિસમાં કામના ભાર વચ્ચે હાઈ હીલ્સથી પહેરીને ફરવું ક્મ્ફર્ટેબલ ન લાગતાં ૧૫,૦૦૦ જેટલી જપાની મહિલાઓએ આ નિયમના વિરોધમાં KuToo કૅમ્પેન શરૂ કરી છે. તેમનું કહેવું છે કે આખો દિવસ હાઈ હીલ્સ પહેરીને ચાલવાથી તેમને પગની એડીમાં સખત દુખાવો થાય છે અને તેઓ કામ પર ફોકસ કરી શકતી નથી. વર્કિંગ લેડીઝની આ સમસ્યાને ધ્યાનમાં રાખી ૩૨ વર્ષની જપાની અભિનેત્રી યુમી ઇશિકાવાએ ટ્વિટર પર હૅશટૅગ KuToo નામની ઝુંબેશ આદરી છે. જપાની ભાષામાં કુત્સુનો અર્થ થાય છે ચંપલ. હૅશટૅગ MeTooથી પ્રભાવિત થઈ ઇશિકાવાએ આ ઝુંબેશનું નામ હૅશટૅગ KuToo રાખ્યું છે.

આ પણ વાંચો : #metoo: હવે કેમ બધું શાંત છે, હવે કેમ કોઈ કશું બોલતું નથી?

japan columnists