જાણો, માણો ને મોજ કરો

23 June, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડબ્બાવાલાથી લઈને ધારાવી ઉદ્યોગની સફર અને અન્ય ઇવેન્ટ્સ

ફ્લાવર નેઇલ આર્ટ 

ફ્લાવર નેઇલ આર્ટ 

વરસાદની મોસમમાં નખ પર પણ ફ્લાવરની પૅટર્ન લઈને ફરી શકાય એવી આર્ટ કરવાનો શોખ હોય તો એની વર્કશૉપ બિટક્લાસ દ્વારા યોજાઈ રહી છે. ફ્રી વર્કશૉપમાં ટ્રેઇનિંગ લેવા માટે તમારે એ માટે જરૂરી મટીરિયલ જાતે લાવવું પડશે. નકલી નખ, બેઝકોટ, ટૉપ કોટ, જેલ પૉલિશ જેવી બેસિક ચીજો લાવીને તમે ઑનલાઇન ક્લાસમાં ગોઠવાઈ જાઓ. નેઇલ આર્ટની બેસિક બાબતો શીખીને તમે જાતે જ તમારા નખને સુંદર અને આકર્ષક બનાવી શકશો.
ક્યારે?: ૨૩, ૨૪ અથવા ૨૫ જૂન
સમયઃ બપોરે ૧૨ 
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ફ્રી 
રજિસ્ટ્રેશનઃ insider.in

 

ડબ્બાવાલાથી લઈને ધારાવી ઉદ્યોગની સફર

મરીન ડ્રાઇવના ક્વીન્સ નેકલેસ પર ફરવામાં મુંબઈની જે મજા છે એટલો જ રોમાંચ ખરા મુંબઈની એવી બાજુઓ જોવામાં છે જે કદાચ આપણે ફિલ્મોમાં જ જોઈ છે. મુંબઈના ડબ્બાવાળાઓથી લઈને ધોબીઘાટ કે જ્યાં સ્લમડૉગ મિલ્યનેરનું શૂટિંગ થયું હતું એ જગ્યાથી લઈને ધારાવીમાં આવેલી સેંકડો નાની-મોટી ફૅક્ટરીઓમાં બનતી લેધર, પૉટરીની આઇટમો, મુસ્લિમો દ્વારા બનતી હિન્દુ દેવતાઓની મૂર્તિઓ, સ્લમ્સમાં થતું ઑઇલ રીસાઇક્લિંગ જેવી ચીજો નજરે જોઈ શકાય એવી મુંબઈ ટૂરમાં જોડાઓ. આ ટૂરમાં તમને ચમકદમકને બદલે કંઈક જુદું જ મુંબઈ જોવા મળશે. 
ક્યારે?: ૨૪, ૨૫ જૂન
સમયઃ સવારે ૧૦ 
ક્યાં?: મહાલક્ષ્મી રેલવે સ્ટેશન 
કિંમતઃ ૨૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

સોય વૅક્સની સુગંધી કૅન્ડલ બનાવો

મીણબત્તી બનાવવાનું હવે માત્ર રોશનીનાં પર્વોમાં જ મહત્ત્વનું નથી, પરંતુ હવે કૅન્ડલ્સનો ઉપયોગ અરોમા થેરપી તરીકે પણ વધી રહ્યો છે. એવામાં પૅરાફિન વૅક્સને બદલે સોય વૅક્સ દ્વારા કૅન્ડલ બનાવવાનું વધુ ચલણી બની રહ્યું છે. કેટલી ટાઇપનાં વૅક્સ હોય છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય, એમાં અસેન્શિયલ અને ફ્રેગરન્સ ઑઇલનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવા મળશે. 
ક્યારે?: ૨૫ જૂન 
સમયઃ બપોરે ૧
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ insider.in

 

DSLR કૅમેરા વાપરતાં શીખો

ફોટોગ્રાફીનો શોખ હોય અને તમે મોંઘોદાટ DSLR કૅમેરા વસાવી તો દો પણ પછી એમાં આપેલાં જાતજાતનાં બટન્સ જોઈને તમને એ કઈ રીતે વાપરવાં એનો સવાલ થાય એ સ્વાભાવિક છે. એવામાં આ કૅમેરાનો એફિશિયન્ટ યુઝ કઈ રીતે થઈ શકે એ શીખી લેવું બહેતર છે. પ્રોફેશનલ કૅમેરાને પ્રોફેશનલી કઈ રીતે વાપરવો એ આ વર્કશૉપમાંથી શખવા મળશે.
ક્યારે?: ૩૦ જૂન સુધી રોજ 
સમયઃ સવારે ૧૧થી ૫
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ૭૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ insider.in

 

હૅરી પૉટરનું ફિન્ગર પેઇન્ટિંગ

પેઇન્ટિંગ પાર્ટીમાં તમને ઘણાંબધાં બ્રશની જરૂર પડતી હોય તો હવે તમે બ્રશ વિના આંગળીથી કઈ રીતે પેઇન્ટ કરી શકો એ શીખી શકો એમ છો. ઍક્રિલિક કલરથી કૅન્વસ પેઇન્ટિંગ કરવા માટે ત્રણ કલાકની આ વર્કશૉપ છે. તમને બ્લૅન્ક કૅન્વસ આપવામાં આવશે જેના પર તમે તમારી કલ્પના મુજબનું હૅરી પૉટરને લગતું પેઇન્ટિંગ કરી શકશો. 
ક્યારે?: ૨૪ જૂન, 
સમયઃ બપારે ૩થી ૬
ક્યાં?: હાપી બિઅર કંપની, બાંદરા
કિંમતઃ ૧૮૦૦ રૂપિયા (મટીરિયલ અને રિફ્રેશમેન્ટ્સ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

પિછવાઈ આર્ટ

૪૦૦ વર્ષ જૂની પિછવાઈ આર્ટ મૂળે રાજસ્થાનના નાથદ્વારાની છે જેમાં મોટા ભાગે કૃષ્ણના જીવનની વિવિધ વાર્તાઓની રજૂઆત કરતા હોય એવાં ચિત્રોનું નિરૂપણ થતું હોય છે. પિછનો મતલબ થાય છે પાછળનો ભાગ અને વાઈનો મતલબ છે કપડાંનું હૅન્ગિંગ. આ આર્ટમાં ખૂબ બારીક અને ઝીણવટભર્યું કામ કરેલું હોય છે. એક દિવસના આર્ટ વર્કશૉપમાં તમે પિછવાઈ આર્ટ શું છે, એમાં કેવા રંગો, બૉર્ડર, મોટિફ્સ અને પૅટર્ન હોય છે અને કલરિંગ કઈ રીતે થાય છે એની બેસિક ટેક્નિક્સ વિશે જાણી શકશો. 
ક્યારે?: ૨૭ જૂન
ક્યાંઃ ઑનલાઇન ઝૂમ પર
સમયઃ બપોરે ૩થી ૬
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ bookmyshow

columnists