મૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.

02 March, 2021 11:19 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.

પ્રતીકાત્મક તસવીર (ફાઇલ ફોટો)

સવાલ : કૉલેજમાં બે ગર્લફ્રેન્ડ હતી, પણ એકેયને ગાલ પર કિસ કરવા ઉપર આગળ વધ્યો નથી. હવે તો જૉબ કરું છું અને કામનું ભારણ ખૂબ રહે છે. હા, દોસ્તોના રવાડે ચડીને મૅસ્ટરબેશન કરવાનું પણ છેલ્લાં બે વર્ષથી જ કરું છું. જોકે ફ્રેન્ડ્સને જેવી મજા આવે છે એવું મને નથી થતું. ઇન ફૅક્ટ, મને તો એમાં તકલીફ વધુ પડતી હોવાથી હું ભાગ્યે જ એ કરું છું. એક્સાઇટમેન્ટ થાય ત્યારે ઇન્દ્રિયમાં ઉત્તેજના તો સારી આવે છે, પણ ઉપરની ત્વચા પાછળ સરકાવતી વખતે તકલીફ પડે છે. હમણાંથી ફોરસ્કિન ખેંચીને પાછળ કરું છું તો પેનિસની ઉપરની ટૉપ અને નીચેના ભાગ વચ્ચેની ખાંચની ત્વચા જાડી અને સફેદ રંગની થઈ ગઈ છે. એ ભાગમાંથી વાસ પણ ઘણી આવે છે. મૅસ્ટરબેશન કરતી વખતે ઘણી તકલીફ પડી અને એ પછીથી સ્કિન લાલ અને ગરમ થઈ જાય છે. ડ્રાયનેસ ખૂબ હોવાથી ત્વચામાંથી પોપડા ઊખડી રહ્યા છે. એ ભાગને ચેક કરું છું તો થોડી-થોડી મૃત ત્વચાના પોપડા ઊખડ્યા કરે છે. ખાંચમાંથી વાસ પણ ખૂબ આવે છે. સ્કિન પાછળ ખેંચવામાં એટલી જ તકલીફ પડે છે.
જવાબ : તમારી સમસ્યા એ છે કે તમે ઇન્દ્રિયની યોગ્ય સફાઈ નથી રાખી. ખાંચની ત્વચા જાડી અને સફેદ રંગની થઈ ગઈ છે એ કહો છો એ ખરેખર કોઈ મૃત ત્વચા નથી પણ સ્મેગ્મા નામનો કચરો છે. ખાસ કરીને ફોરસ્કિન પાછળ ખેંચીને કરચલીઓ વચ્ચેનો ભાગ સાફ કરવાની આદત ન હાેય તો આવું થઈ શકે છે. સ્વચ્છતાના અભાવે પ્રાઇવેટ પાર્ટમાં આ કચરો થાય છે અને જો એને અવગણવામાં આવે તો એ વધુ ને વધુ જમા થયા કરે છે અને એ ભાગમાં પસીનો પણ થતો હોવાથી બન્નેના મિશ્રણને કારણે વાસ આવે છે.
સફાઈ ન કરવાની સાથે-સાથે તમે ફોરસ્કિનને પણ નિયમિત ધોરણે આગળ-પાછળ લેવાની પ્રૅક્ટિસ નહીં કરી હોય. એને કારણે મૅસ્ટરબેશન વખતે સ્કિન પાછળ ખેંચવામાં તકલીફ પડી. પરાણે ખેંચવાથી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી એ ભાગમાં લાલાશ આવી હશે.
હવે પછી રોજ સવારે અને સાંજે કોપરેલ તેલ વડે ઇન્દ્રિયને માલિશ કરો અને ફોરસ્કિનને પાછળ સુધી રોલ કરો. ધીમે-ધીમે રોલબૅક કરશો તો તકલીફ નહીં થાય. વચ્ચેની ખાંચમાં પણ તેલ લગાવો અને પછી સાદા સાબુથી બરાબર સાફ કરીને હૂંફાળા પાણીથી ધોઈ લો. દિવસમાં બે વાર રોજ આ ક્રિયા કરશો તો સ્વચ્છતા જળવાશે, સ્મેગ્માનો કચરો સાફ થતો રહેશે અને સ્કિન સરળતાથી પાછળ જશે.

columnists sex and relationships dr ravi kothari