શીઘ્રસ્ખલનની સમસ્યા માટે કોઈ દવા છે જે લીધા પછી તરત રિઝલ્ટ આપી દે?

30 June, 2020 07:44 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

શીઘ્રસ્ખલનની સમસ્યા માટે કોઈ દવા છે જે લીધા પછી તરત રિઝલ્ટ આપી દે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૩૭ વર્ષ છે. તમે શીઘ્રસ્ખલનની સમસ્યા માટે જે દવાઓ સૂચવો છો એ સમાગમના એક-બે કલાક પહેલાં લેવાનું કહો છો. શું એવી કોઈ દવા નથી કે આપણને એ લીધા પછી તરત રિઝલ્ટ આપી દે? મારો ફ્રેન્ડ ઓરલ ગોળીને બદલે લગાવવાની દવા વાપરે છે. તેનું કહેવું છે કે પ્રાઇવેટ પાર્ટ પર એ દવા લગાવી દેવાથી પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનમાં ઘણો જ ફાયદો થાય છે. આ દવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી પડતી. તો શું આવી દવા લાંબા ગાળે નુકસાનકારક તો નહીં હોયને? તરત અસર થાય અને મોએથી ન લેવી પડે એવી મલમ જેવી દવા હોય તો બહુ સારું. 

જવાબ: જો ૩૬-૩૭ વર્ષની ઉંમરે શીઘ્રસ્ખલનની સમસ્યા આવી ગઈ હોય તો એ માટે ટૂંકા રસ્તાઓ શોધવાને બદલે સૌથી પહેલાં તો એ સમસ્યાનું મૂળ શોધવું અને સમજવું જરૂરી છે. સેક્સ્યુઅલ લાઇફને સુધારવા માટે જે પણ દવાઓ શોધાઈ છે એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, પણ એનું મૂળ જાણ્યા પછી.મોએથી ગળવાની એવી કોઈ દવા નથી જે ઇન્સ્ટન્ટ પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનમાં અસર કરી શકે.

તમારો ફ્રેન્ડ પ્રાઇવેટ પાર્ટ પર લગાવવાની જે દવાની વાત કરે છે એ દવા નહીં પણ ત્વચા બહેર મારી જાય એ માટેની ઍનેસ્થેટિક જેલની વાત છે. મોટા ભાગે લોકો આ માટે ઝાયલોકેન નામની જેલ વાપરે છે. આ જેલની સમસ્યા એ છે કે તમારે ઉત્તેજના આવી જાય એ પછીથી લગાવવી જોઈએ. જો એના પહેલાં જ તમે લગાવી દેશો તો ઉત્તેજના આવવામાં જ તકલીફ થશે. આ જેલ યોનિમાર્ગના સ્પર્શની સંવેદનાઓ ઘટાડી દે છે. સંવેદના જ ઘટી જાય તો ચરમસીમા પણ ડિલે થાય જ. સામાન્ય રીતે ઇન્દ્રિયમાં વધુપડતી સંવેદનાને કારણે શીઘ્રસ્ખલન થતું હોય તો આ પ્રમાણે ઑઇન્ટમેન્ટ લગાડવાથી ચેતન ઇન્દ્રિયમાં થોડીઘણી જડતા આવી જાય છે. જોકે સંવેદના ઘટવાને કારણે આનંદમાં પણ ઓટ આવશે. આ વિકલ્પ વાપરીને તમે સ્ખલન લંબાવી શકશો, પરંતુ ઇન્દ્રિયમાંની સંવેદના ઘટી જવાને કારણે જેટલો આનંદ અનુભવવો જોઈએ એ ન અનુભવાય એવું બને. માટે એનું મૂળ શોધો અને એનો ઇલાજ કરાવો તો લાંબા ગાળાનો ફાયદો થશે.

columnists dr ravi kothari sex and relationships