IPL 2020: પંડ્યા બ્રધર્સ સાથેના સંબંધનું પરિણામ છે મેદાન પરની જુગલબંદી

09 November, 2020 02:57 PM IST  |  Abu Dhabi | PTI

IPL 2020: પંડ્યા બ્રધર્સ સાથેના સંબંધનું પરિણામ છે મેદાન પરની જુગલબંદી

પંડ્યાભાઇઓ સાથે પોલાર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વેસ્ટ ઇન્ડીઝના ધુઆધાર પ્લેયર કિરોન પોલાર્ડ અને ભારતના હાર્દિક અને કૃણાલ પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ માટે જબરદસ્ત ઇનિંગ રમતા જોવા મળ્યા છે અને મેદાનમાં તેમની વચ્ચેની જુગલબંદી પણ વિરોધી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થાય છે. જોકે તેમની આ એકબીજા વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ વિશે વાત કરતાં પોલાર્ડે કહ્યું હતું કે મેદાન બહારના તેમના સંબંધોનું આ પરિણામ છે કે મેદાનમાં તેઓ સારું પર્ફોર્મ કરી જાય છે.
મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૫૦થી વધારે આઇપીએલ મૅચ રમી ચુકેલા પોલાર્ડે કહ્યું કે ‘હું હંમેશા કહું છું કે ટીમમાં હાર્દિક પંડ્યા અને સ્માર્ટર (કૃણાલ) પંડ્યા છે. અમારા મેદાન બહારના સંબંધોનું એ પરિણામ છે કે અમે મેદાનમાં સારું પર્ફોર્મ કરી શકીએ છીએ. અમે જે પ્રકારના પ્લેયર છે એ પ્રમાણે અમારી વિચારધારા અને લાગણીઓ લગભગ એકસરખી છે. અમે અમારી ટીમને મદદરૂપ થવા માગીએ છીએ અને દરેક ક્ષણને એન્જોય કરવા માંગીએ છીએ. અમારી સામે જે પણ તક ઉપલબ્ધ કરવામાં આવે છે એના અમે આભારી છીએ. પંડ્યા બ્રધર્સ વધારે ઓપન અને લાઉડ છે. એવું નથી કે માત્ર મેદાનની બહાર જ તેઓ અલગ છે પણ મેદાનમાં આવતા, ખાસ કરીને હાર્દિક, પોતાનો ફ્લેર બધાને બતાવી જાય છે. હાર્દિક ઘણો કોન્ફિડન્ટ છે. આ કેટલીક એવી વાતો છે જે તેમનામાં અને મારામાં કોમન છે. માણસ તરીકે પણ તેઓ ઘણા સા રા છે અને આવી વ્યક્તિઓને પસંદ ન કરવી એ ઘણું અઘરું છે. જેમ મેં કહ્યું કે હાર્દિક ઘણો કોન્ફિડન્ટ છે. તે હંમેશા ખુશ રહેતો હોય છે. કૃણાલ પણ એવો જ છે. જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે મસ્તી પણ ઘણી થતી હોય છે અને જ્યારે બિઝનેસની અને સિરીયસ વાત હોય છે ત્યારે પણ તેમનું સાથે હોવું જરૂરી હોય છે. અમારા વચ્ચેની કોમન અન્ડરસ્ટેન્ડિંગ ઘણી લાંબી ચાલશે.’

ipl 2020 columnists