IPL 2020: અમિત મિશ્રાના સ્થાને પ્રવીણ દુબેને તક

20 October, 2020 04:26 PM IST  |  Dubai | PTI

IPL 2020: અમિત મિશ્રાના સ્થાને પ્રવીણ દુબેને તક

પ્રવીણ દુબે

આંગળીમાં ફ્રૅક્ચર આવવાને લીધે આઇપીએલમાંથી આઉટ થઈ ગયેલા દિલ્હી કૅપિટલ્સના અમિત મિશ્રાના સ્થાને ટીમે કર્ણાટકના લેગ સ્પિનર પ્રવીણ દુબેને ટીમમાં સામેલ કર્યો છે જે વાતની જાણકારી તેમણે ગઈ કાલે આપી હતી. પ્રવીણ અત્યાર સુધી પોતાના રાજ્ય માટે ૧૪ ડોમેસ્ટિક ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં ૬.૮૭ની ઇકૉનૉમી રેટ છે અને તેણે ૧૬ વિકેટ લીધી છે.
એક અખબારી યાદી દ્વારા દિલ્હી કૅપિટલ્સે કહ્યું કે ‘દિલ્હી કૅપિટલ આજે જાહેર કરે છે કે એણે ૨૭ વર્ષના લેગ સ્પિનર પ્રવીણ દુબેને શેષ રહેલી ડ્રીમ૧૧ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમિત મિશ્રાના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે.’
ત્રીજી ઑક્ટોબરે દિલ્હી અને કલકત્તા વચ્ચે શારજાહમાં રમાયેલી મૅચ દરમ્યાન મિશ્રાને રિંગ ફિંગરમાં બૉલ વાગતાં ઈજા થઇ હતી.
દિલ્હીનો મુકાબલો આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે થવાનો છે.

ipl 2020 columnists