સમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે

04 March, 2021 10:18 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari,

સમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું ૩૩ વર્ષનો છું. લગ્નને ત્રણ વરસ થયાં છે અને સેક્સલાઇફ એન્જૉયેબલ છે. વચ્ચે મારી વાઇફને વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થયેલી. અંદર મૂકવાની ગોળીનો સાત દિવસનો કોર્સ કર્યો ત્યાં સુધી અમે સંભોગ નહોતો કર્યો. કોર્સ પછી સારું પણ થઈ ગયેલું. જોકે એ પછીનાં એક-બે અઠવાડિયાં બાદ જ્યારે પણ અમે સમાગમ કરીએ એ પછી આગળનો સોપારી જેવો ભાગ ખૂબ લાલ થઈ જાય છે અને ચામડીમાં ખૂબ બળતરા થાય છે. હમણાંથી મને એ ભાગમાં ખૂબ ખંજવાળ પણ આવે છે. ખણી નાખવાને કારણે બળતરા થાય છે. પછી અઠવાડિયામાં સારું થઈ જાય છે. આ હવે તો જાણે રુટિન બની ગયું છે. જ્યારે પણ ફરી સમાગમ કરું એટલે એક-બે દિવસ આવી જ તકલીફ રહે છે અને વીક હેરાન થયા પછી પાછું રાબેતા મુજબ થઈ જાય છે. શું આ કોઈ ચેપી બીમારી થઈ હશે? કેમ ઇન્ટરકોર્સ પછી જ આવું થતું હશે? એનો ઇલાજ શું? મને ડાયાબિટીઝ નથી.

જવાબ: તમારી વાઇફને વાઇટ ડિસ્ચાર્જની જે તકલીફ હતી એની તમે સારવાર કરાવી, પરંતુ એ ઇન્ફેક્શન સમાગમ દ્વારા તમને પણ લાગ્યું છે. પત્નીની સારવાર કરી, પણ તમારી રહી ગઈ. તમારાં લક્ષણો એક જાતના ફંગલ ઇન્ફેક્શનનાં છે. કૅન્ડિડ-બી મલમ દિવસમાં બે વખત લગાડશો તો બે-ત્રણ દિવસમાં તમારી આ સમસ્યા ગાયબ થઈ જશે. બની શકે કે તમારા દ્વારા ફરીથી તમારી વાઇફને પણ ઇન્ફેક્શન લાગવાની શરૂઆત થઈ હોય. એ માટે તમારે બન્નેએ સાથે ફંગલ ઇન્ફેક્શનની સારવાર કરાવવી જરૂરી છે.

સાથે જ એક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી જુઓ. આયુર્વેદ અનુસાર જો પિત્તનો વધુ પ્રકોપ થયો હોય તો પણ આવી સમસ્યા સર્જાઈ શકે છે. એવા સમયે કોકમનું ઘી આ તકલીફમાં કામમાં આવી શકે. કોકમનું ઘી ગાંગડાના રૂપમાં મળે છે. તમે દર બે-બે કલાકે ઇન્દ્રિયના સોપારી જેવા ભાગ પર એ લગાવવાનું રાખો. ત્રણ કે ચાર દિવસમાં રાહત થઈ જશે. આયુર્વેદની ઘણીખરી દવાની દુકાનોમાં કોકમનું ઘી મળે છે. આ ગાંગડાને હાથમાં ઘસશો તો હાથની ગરમીને લીધે ઘી ઓગળી જશે. જો ન ઓગળે તો ગાંગડાને એક વાટકીમાં મૂકીને એને ગરમ પાણીમાં મૂકવી. ગરમ પાણીની ગરમીને લીધે ગાંગડો ઓગળી જશે અને એ લગાવવામાં સરળતા રહેશે. કોકમનું ઘી લગાવતા હો તો દિવસમાં બેથી ત્રણ વાર ઇન્દ્રિયને સ્વચ્છ પાણી અને સાબુથી બરાબર સાફ કરવી જરૂરી છે.

columnists dr ravi kothari sex and relationships