દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા

18 May, 2020 08:37 PM IST  |  Mumbai Desk | Pravin Solanki

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા

પ્રવિણ સોલંકી

કિશોર અવસ્થામાં હતો ત્યારે (હજી પણ મોટો થયો નથી) કુટુંબ સાથે ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ જોવા ગયો હતો. ગીતની ઉપરની પંક્તિઓ પૂરી થઈ કે નાટકમાં પડે એવી તાળીઓ પડવાનું સ્મરણ છે. આપણાં ગીતો ફિલ્મનો પ્રાણ છે. ફિલ્મી ગીતો ફક્ત મનોરંજનનું સાધન નથી, એ આપણી ભાષા અને સંસ્કૃતિનું વાહક છે. આપણી

બોલી, પ્રાંતો, ધર્મો, તહેવારો, ઉત્સવો,
ટેવ-કુટેવ, વર્તન-વ્યવહારનું સપ્તરંગી
મેઘધનુષ છે.
લૉકડાઉનના આ અભ્યાયાત સમય દરમ્યાન મને મોટો ફાયદો જૂનાં-નવાં ગીતો સાંભળવાના પુનરાવર્તનનો થયો. દરેક ગીત સાંભળતી વખતે હું એને આજના પરિપ્રેક્ષ્યમાં મૂલવતો રહ્યો. કેટલાંક ગીતોની પંક્તિઓ જાણે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ લખાઈ હોય એવું લાગ્યું. દાખલા તરીકે, ઉપરની પંક્તિઓ! શકીલ બદાયુની
જાણે ભવિષ્યવેત્તા હોય એમ આગળ
લખે છે...
‘ગિર ગિર કે મુસીબત મેં સંભલતે હી રહેંગે
જલ જાએં મગર આગ પે ચલતે હી રહેંગે
ગમ જિસને દિયે હૈં વહી ગમ દૂર કરેગા
દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા...’
શિખામણ અને આશ્વાસન બન્ને છે. છેલ્લે કહે છે...
‘માલિક હૈ તેરે સાથ ન ડર ગમ સે તૂ અય દિલ
મેહનત કરે ઇન્સાન તો ક્યા કામ હૈ મુશ્કિલ
જિંદા હૈ જો ઇજ્જત સે વો ઇજ્જત સે મરેગા... દુનિયા...’
બીજાં કેટલાંક ગીતો સાંભળતાં અસંગત અને રમૂજપ્રેરક પણ લાગ્યાં...
‘એસા મૌકા ફિર કહાં મિલેગા, હમારે જૈસા
દિલ કહાં મિલેગા
આઓ તુમકો દિખલાતા હૂં પૈરિસ કી
ઇક રંગી શામ
દેખો... દેખો... દેખો ઍન ઇવનિંગ ઇન પૅરિસ!’
સાંભળીને મનમાં બોલ્યો કે મારા બંધુ, બ્રો, આજે જ્યારે પરેલ જવાનું દુર્લભ છે ત્યાં તું પૅરિસની ક્યાં માંડે છે? પૅરિસમાં પાત્રા ને રોમમાં રસ-પૂરી ખવડાવવાની લાલચ ન આપ, એ તો આજે અમે ઘેરબેઠાં ખાઈ રહ્યા છીએ, તમાચો મારીને ગાલ રાતો રાખીને!
એક ગીત સાંભળીને જાણે કોરોનાનો રાક્ષસ મને પડકારી રહ્યો હોય એવું લાગ્યું.
‘અરે દીવાનો, મુઝે પહેચાનો, કહાં સે આયા,
મૈં હૂં કૌન?
મૈં હૂં ડૉન, મૈં હૂં ડૉન, મૈં હૂં મૈં હૂં
ડૉન... ડૉન... ડૉન...ડૉન...
અરે તુમને જો દેખા હૈ, સોચા હૈ સમઝા હૈ જાના હૈ, વો મૈં નહીં, વો મૈં નહીં.’ સાંભળતાં જ મેં અધવચ્ચેથી ગીત બંધ કરી દીધું. તું કોણ છે એ મારે નથી જાણવું.
એના કરતાં ‘દિલ એક મંદિર’નું ગીત મને સૌમ્ય અને સમજણપૂર્વકનું લાગ્યું,
‘અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ?
યે મંઝિલે હૈં કોન સી, ન વો સમઝ શકે ન હમ...!
એ પછીની પંક્તિ તો દિલને ખૂબ જ સ્પર્શી ગઈ...
‘યે રોશની કે સાથ ક્યોં ધુઆં ઉઠા ચિરાગ સે
યે ખ્વાબ દેખતી હૂં મૈં, કે જગ પડી હૂં ખ્વાબ સે...’ ક્યા બાત હૈ શેલેન્દ્ર! આવું જ ગીત આજના માહોલને તાદૃશ્ય વ્યક્ત કરતું જાવેદ અખ્તરે ‘૧૯૪૨ લવસ્ટોરી’માં આપ્યું છે...
‘કુછ ના કહો, કુછ ભી ના કહો, ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ,
મુઝકો પતા હૈ, તુમકો પતા હૈ, સમય કા યે પલ થમ સા ગયા હૈ
ઔર ઇસ પલ મેં કોઈ નહીં હૈ, બસ એક મૈં હૂં બસ એક તુમ હો...’
આર.ડી.ની આ સુંદર તરજ સાંભળતાં દોહ્યલી વાત પણ દવલી લાગી. તો ‘ગુમરાહ’ ફિલ્મના સાહિર લુધિયાનવીએ લખેલા ગીતે એક જુદી જ અનુભૂતિ કરાવી, જાણે હીરો કોરોનાના પ્રેમમાં હોય અને એને કહેતો હોય...
‘ચલો ઇક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનોં,
ન મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખ્ખું દિલનવાઝી કી
ન તુમ મેરી તરફ દેખો ગલત અંદાજ નઝરોં સે
ન મેરે દિલ કી ધડકન લડખડાયે તેરી બાતોં સે,
ન જાહિર હો તુમ્હારી કશ્મકશ કા રાઝ નઝરોં સે...’
અને છેલ્લી પંક્તિઓમાં જાણે છૂટા પડવાનો આખરી ફેંસલો સંભળાવતો હોય એમ...
‘તાર્રુફ રોગ હો જાયે તો ઉસકો ભૂલના બેહતર,
તાલ્લુક બોઝ બન જાયે તો ઉસકો છોડના અચ્છા,
વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન,
ઉસે ઇક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા...!’
મને છેલ્લી બે પંક્તિઓમાં ભાવિ સંકેત પણ દેખાયો. કોરોનાનો ઉપાય ક્યારે શોધાશે એની ખબર નથી. શોધાશે કે નહીં એ પણ નિશ્ચિત નથી. ક્યાં સુધી મરવાને વાંકે જીવ્યા કરવું? બહેતર છે કે લૉકડાઉન ખોલી પૂર્વવત્ થઈ જઈએ. શરત એટલી કે ખૂબસૂરત મોડ દેવો પડશે. આ ખૂબસૂરત મોડ એટલે સ્વયં રીતે શિસ્તપાલન.
એક ગીતમાં મને ઘરવાપસી કરતા શ્રમજીવીઓના લાચાર, ગમગીન ને મજબૂર ચહેરા દેખાયા. ગીત છે શૈલેન્દ્રએ લખેલું ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું ‘આ અબ લૌટ ચલે, નૈન બિછાએ, બાંહે પસારે, તુઝકો પુકારે દેશ તેરા...!’
સહજ હૈ સીધી રાહ પે ચલના, દેખ કે ઉલઝન બચ કે નિકલના,
કોઈ યે ચાહે, માને ન માને, બહુત હૈ મુશ્કિલ ગિર કે સંભલના...’
અને છેલ્લી કડીએ દિલમાં ડૂમો ભરી દીધો, ‘આંખ હમારી મંઝિલ પર હૈ, દિલ મેં ખુશી કી મસ્ત લહર હૈ...’
લાખ લુભાએં મહલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...!’
કોરોનાનો કેર કુદરતનો છે કે ઈશ્વરનો? માનવસર્જિત છે કે પ્રકૃતિસર્જક? આ સવાલનો ચોક્કસ કોઈ જવાબ નથી એટલે જ કદાચ આનંદ બક્ષીએ અવઢવમાં ‘અમર પ્રેમ’ ફિલ્મમાં ગીતની પંક્તિઓ લખી છે...
‘ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે
સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે?
પતઝડ જો બાગ ઉજાડે, વો બાગ બહાર ખિલાયે
જો બાગ બહાર મેં ઉજડે, ઉસે કૌન ખિલાયે?’
ફરિયાદ ક્યાં અને કોને કરવી? આશ્વાસન જ લેવું પડે. ‘જે પોષતું તે મારતું દિસે ક્રમ કુદરતી’ એટલે જ છેલ્લી કડીમાં લાચારી વ્યક્ત કરી હશે
‘માના તૂફાં કે આગે નહીં ચલતા જોર કિસી કા,
મઝધાર મેં નૈયા ડોલે તો માઝી પાર લગાએ,
માઝી જો નાવ ડુબોયે ઉસે કૌન બચાએ?‍’
બે-ત્રણ ગીતો એવાં સાંભળ્યાં કે મૂડ બદલાઈ ગયો. ગમ્મત પણ પડી ને મનમાં થોડી ગ્લાનિ પણ થઈ. એક ગીત એમાંનું ‘ગંગા જમના’ ફિલ્મનું શકીલ બદાયુની લિખિત ‘દો હંસોં કા જોડા બિછડ ગયો રે...’ છે. લૉકડાઉનમાં ઘણાં જોડાં બીછડ્યાં છે. એક આ પાર, બીજું પેલે પાર. ફસાયેલાં જોડાંની વ્યથા શકીલ બદાયુની રજૂ કરતાં કહે છે...
‘દો હંસોં કા જોડા બિછડ ગયો રે
ગઝબ ભયો રામા જુલમ ભયો રે!
મોરા સુખચૈન ભી જીવન ભી મોરા છીન લિયા
પાપી સંસારને સાજન ભી મોરા છીન લિયા
પિયા બિન તડપે જિયા, રતિયાં બિતાવું કૈસે
વિરહ કી અગ્નિ કો અસુવન સે બુઝાવું કૈસે
જિયા મોરા મુશ્કિલ મેં પડ ગયો રે! ગજબ ભયો...’
હવે ટ્રેન-બસ-વ્યવહાર શરૂ થયો છે. સુખદ મિલનની આશા રાખીએ.
મજરૂહ સુલતાનપુરીએ લખેલું ‘શાગિર્દ’નું એક ગીત ગાવાનું આજના સમયે લતા મંગેશકરને કહ્યું હોત તો એનાં શુ રીઍક્શન હોત એ વિચારે હોઠ મલકી ગયા.
‘દિલ-વિલ પ્યાર-વ્યાર મૈં ક્યા જાનૂં રે, જાનૂં તો જાનૂં
બસ ઇતના જાનૂં કિ તુઝે અપના જાનૂં રે.
તૂ હૈ બુરા તો હોગા પર બાતોં મેં તેરી રસ હૈ
જૈસા ભી હૈ મુઝે ક્યા, અપના લગે તો બસ હૈ...’
આટલું વાંચ્યા પછી લતાજીએ આગળ વાંચવાનું ટાળીને કાગળ ફાડી નાખ્યો હોય એવી જ હાલત કિશોરકુમારની ‘ગાઇડ’ના ગીત ‘ગાતા રહે મેરા દિલ’ના બીજા અંતરામાં થઈ હોત :
‘ઓ મેરે હમરાહી, મેરી બાહ થામે ચલના
બદલે દુનિયા સારી, તૂમ ના બદલના
પ્યાર હમે ભી શીખલા દેગા ગર્દિશ મેં સંભલના કહી...’
‘હમરાઝ’નું સાહિર લુધિયાનવીએ લખેલું ગીત સાંભળતાં હું મૂંઝાઈ ગયો. શાયરને શાબાશી આપવી કે નહીં? ચૂકાદો તમારા હાથમાં.
‘ન મૂંહ છુપાકે જિયો, ઔર ન સર ઝુકાકે જિયો...
ઘટા મેં છુપકે સિતારે ફના નહીં હોતે
અંધેરી રાત કે દિલ મેં દિયે જલા કે જિયો
ન જાને કૌન સા પલ મૌત કી અમાનત હો
હરેક પલ કી ખુશી કો ગલે લગા કે જિયો
યે ઝિંદગી કિસી મંઝિલ પે રૂક નહીં શકતી
હર ઇક મકામ સે આગે કદમ બઢા કે જિયો, ન મૂંહ...’
કેટલાંક ગીતો સાંભળીને જીવનની ફિલોસૉફી પણ યાદ આવી.
‘જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહાં...’ એક ગીત એવું જેને મેં કોરોના સંદર્ભમાં જરા પણ સરખાવ્યા વગર માણ્યું...
‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ,
કાહે બનાયે તૂને માટી કે પૂતલે, ધરતી યે પ્યારી મુખડે યે ઊજલે,
કાહે બનાયા તુને દુનિયા કા ખેલા, જિસ મેં લગાયા જવાની કા મેલા,
ગુપચુપ તમાશા દેખે, વાહ રે તેરી ખુદાઈ,
કાહે કો...’
જ્યારે દારૂની દુકાન ખૂલી અને જે ભવાડા થયા કે મને ‘મન ડોલે મેરા તન ડોલે, મેરે દિલ કા ગયા કરાર...’ પંક્તિ યાદ આવી ગઈ. સાથોસાથ -
‘દમ મારો દમ, મિટ જાયે ગમ, બોલો સુબહ-શામ હરે કૃષ્ણ હરે રામ...
દુનિયા ને હમ કો દિયા ક્યા, દુનિયા સે હમને લિયા ક્યા
હમ સબકી પરવા કરે ક્યું! સબને હમારા કિયા ક્યા?’
ઘડીભર ગંજેડીઓની દલીલ માની લેવાય એટલી સુંદર રીતે આ ગીત ગવાયું છે, સ્વરબદ્ધ થયું છે.
છેલ્લે : આ પંક્તિ ખૂબ જચી,
‘પરદેસિયોં સે ના અંખિયાં મિલાના,
પરદેસિયોં કો હૈ એક દિન જાના...’
અંતે કોરોના-ફાઇટરોને સમર્પણ કરાય એવી પંક્તિઓથી હૈયું ભરાઈ આવ્યું.
‘કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો...’ અને
‘યે દેશ હૈ વીર જવાનોં કા અલબેલોં કા
મસ્તાનોં કા
ઇસ દેશ કા યારોં ક્યા કહના, દેશ હૈ
દુનિયા કા ગહના...’
સમાપન : ગીત-સંગીતની વાત હોય કે અમારા પ્રિય મિત્ર સ્વ. લલિત વર્મા સંગીતજ્ઞ, બે શેર હંમેશાં કહેતા...
‘દાદ કી દૌલત દિજિયે, લગન આપકી લાગત
સપ્ત સુરોં સે કરતે હૈં હમ આપકા સ્વાગત!’
અને...
‘સા સે સુબહ શુરુ, ની સે નિશા ઢલે
હમારે બીચ ઇસ તરહ સુરોં કા કારોબાર ચલે.’

સમાપન
કોરોનાનું પ્રૉમિસ - ‘ચિંતા ન કરો, લઈ જાઉં છું એના કરતાં વધારે પારણાં બંધાવતો જઈશ.’

columnists Pravin Solanki