ઇન્દ્રિયને સીધી કરવા માટે કંઈ થઈ શકે

28 January, 2021 08:01 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ઇન્દ્રિયને સીધી કરવા માટે કંઈ થઈ શકે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

સવાલ : મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે અને પર્સનલ લાઇફને લઈને બહુ ‌ચિંતિત છું. ખાસ તો ઑર્ગન્સની સાઇઝ અને પોઝિશનની સમસ્યા છે. મૅસ્ટરબેશન કરું છું ત્યારે ગમે છે, પણ સીમેનની કન્સિસ્ટન્સી નથી હોતી. પેનિસ થોડીક વાંકી છે અને ઉત્તેજિત થાય ત્યારે પણ બરાબર ઊંચી નથી થતી. સ્ટ્રેન્ગ્થ સારી હોય છે, પણ સીધી ન હોવાથી થોડુંક વિચિત્ર લાગે છે. ટેસ્ટિકલ્સ ઊચાંનીચાં છે. ક્યારેક ટેસ્ટિકલ્સ બહુ જ ભારે થઈ જાય છે, પણ મૅસ્ટરબેશન કર્યા પછી હળવાશ અનુભવાય છે. બીજી સમસ્યા સીમેનના સાતત્યની છે. ક્યારેક ઘટ્ટ હોય છે તો ક્યારેક પાણી જેવું પાતળું હોય છે. અમુક સમયે તો ખાસ્સુંબધું નીકળે છે તો ક્યારેક માંડ એકાદ ચમચી જેટલું. આ બધી સમસ્યાઓને કારણે હું હજી ઇન્ટિમેટ જીવનમાં ઍક્ટિવ થતાં અચકાઉં છું. ઇન્દ્રિયને સીધી કરવા માટે કંઈ થઈ શકે? મૅસ્ટરબેશન દરમ્યાન મને કોઈ પીડા નથી થતી. તો શું સમાગમ દરમ્યાન ચાલી જશે?
જવાબ : જાતીય જીવનની શરૂઆત કરતાં પહેલાં યુવક-યુવતીઓને પોતાનાં અંગો બાબતે અસમંજસ રહેતી હોય છે. તમે વર્ણવેલાં લક્ષણો કોઈ જ શારીરિક તકલીફનાં નથી લાગતાં. પેનિસ વાંકી હોવી એ સામાન્ય છે. થોડીઘણી વાંકી તો બધાની હોય છે. જો સમાગમ (યોનિપ્રવેશ) કરતી વખતે દુખાવો થાય તો જ એનો ઇલાજ કરવાની જરૂર છે, નહીં તો નહીં. પેનિસ ઉત્તેજિત થાય એ પછી કાટખૂણે જ હોય એવું ગણિત મનમાં બાંધવાની જરૂર નથી. ટેસ્ટિકલ્સ પણ એક લાઇનમાં નથી હોતાં. ક્યારેક એમાં ભારેપણું અનુભવાય અને હસ્તમૈથુન પછી હળવાશ વર્તાય એ એક સામાન્ય અવસ્થા છે.
વીર્ય પાતળું-જાડું, સફેદ કે પીળું હોવું કે પછી માત્રા વધારે-ઓછી હોવી એ ઘણાંબધાં પરિમાણો પર નિર્ભર હોય છે. તમારા ખોરાક અને તમારી ઉત્તેજનાની તીવ્રતા પર પણ એ આધાર રાખે છે. બે સ્ખલન વચ્ચે ખૂબ ઓછો સમયગાળો હોય તો પણ વીર્યની માત્રા અને ઘટ્ટતા ઘટી જાય એવું બને.
તમે જે પણ ઑબ્ઝર્વ કરેલું છે એ બધું જ નૉર્મલ છે. ઉપર જણાવેલી તમારી ત્રણ સમસ્યાને લીધે કોઈ તકલીફો સર્જાય એવી કોઈ જ શક્યતા જણાતી નથી. અંગો સ્વસ્થ છે, પૂર્વગ્રહો છોડી દેશો તો મન પણ સ્વસ્થ થઈ જશે.

dr ravi kothari sex and relationships life and style columnists