14 November, 2026 01:41 PM IST | Mumbai | Ruchita Shah
વેદાંત શાહ, સ્ટુડન્ટ, લોઅર પરેલ
આમ જોવા જાઓ તો અત્યારે આખું મુંબઈ અન્ડર-કન્સ્ટ્રક્શન છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ ખોદાયેલા છે અને ટ્રાફિક, ઍર-પૉલ્યુશન, પાણીનું પ્રદૂષણ, ગીચતા વગેરે પ્રશ્નો હતા એના કરતાં વધુ વિકટ બનતા જાય છે. આ જ બાબતોને કારણ બનાવીને થોડાક સમય પહેલાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અભિજિત ગાંગુલીએ પરિવાર સહિત મુંબઈને અલવિદા કહી દીધાની જાહેરાત કરી છે. નવ વર્ષ તે મુંબઈમાં રહ્યો અને તેને આ શહેર ગમતું પણ હતું, પરંતુ સતત નેતાઓ અને કૉન્ટ્રૅક્ટરોની કમાણી અવલંબિત હોવાથી આ શહેરમાં કન્સ્ટ્રક્શન હંમેશાં થતું જ રહેવાનું અને ગમે તેટલા પ્રોજેક્ટ પૂરા થાય તો પણ નવાં-નવાં ગતકડાં સાથે કન્સ્ટ્રક્શન અટકવાનું નામ નહીં લે એ રિયલાઇઝ થયા પછી અભિજિત ગાંગુલીના મનમાં મુંબઈ છોડવાનો વિચાર આવ્યો અને તેના ઘરે બાળકનો જન્મ થયો એ પછી તો તે પોતાના બાળકને આ પ્રકારની હાડમારીવાળું જીવન આપવાના પક્ષમાં નહોતો અને તેણે મુંબઈથી દૂર બૅન્ગલોરનો રસ્તો પકડ્યો. એક તરફ અભિજિત જેવા લોકો છે તો બીજી તરફ દુનિયાના હૅપીએસ્ટ કન્ટ્રી તરીકે જાણીતા ફિનલૅન્ડથી એક કપલ પોતાનાં સંતાનો સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયું છે. પોતાનાં બાળકોનાં ઍડ્મિશન પણ લઈ લીધાં છે અને મુંબઈમાં રહેલું વર્સટાઇલપણું અને ભારતની વિશેષતાનો અનુભવ પોતાના બાળકના બહેતર ઘડતર માટે જરૂરી છે એવું તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમે જાહેર પણ કર્યું છે. મૉરલ ઑફ ધ સ્ટોરી, આપણા મુંબઈની બાબતમાં હંમેશાં જુદા-જુદા મતો ધરાવતા લોકો અકબંધ રહ્યા છે ત્યારે ખરેખર આ શહેર આજના બાળપણ માટે કેવું છે? મુંબઈમાં ઊછરી રહેલાં બાળકો આ શહેરને કઈ રીતે જુએ છે? ક્યાં ક્યાં મુંબઈમાં ઉછેર થવો એનો કોઈ પર્યાય નથી અને ક્યાં ક્યાં મુંબઈમાં ઊછરી રહેલાં બાળકોના જીવનને બહેતર બનાવવા માટે શું-શું કરવાની જરૂર છે એ બધા જ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ...
મુંબઈની વાત અલગ
આજના મુંબઈમાં શું ખાસ છે એની ચર્ચા કરતાં પહેલાં જેમનો ઉછેર મુંબઈમાં થયો અને પછી કોઈ પણ કારણસર તેમણે આ શહેર છોડવું પડ્યું તેમની દૃષ્ટિએ આ શહેરમાં ઉછેરાવું કઈ રીતે ખાસ છે એ જાણવું જોઈએ. પહેલા ધોરણથી ટ્વેલ્થ સુધી મુંબઈમાં ઊછરેલા અને એ પછી થોડોક સમય સુરતમાં ભણ્યા પછી ગ્લોબલ બિઝનેસ મૅનેજમેન્ટમાં માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન થયેલા અને હવે કૅનેડામાં સ્થાયી રહેલા સિદ્ધાર્થ સવાણી પાસે એનો જવાબ છે. સિદ્ધાર્થ મુંબઈના પ્રેમમાં છે. એનાં કારણો જણાવતાં સિદ્ધાર્થ કહે છે, ‘આજે હું જે પણ કંઈ છું એના પર મુંબઈમાં વીતેલા મારા બાળપણનો બહુ જ મોટો પ્રભાવ છે. યસ, મારું ચાઇલ્ડહુડ જો મુંબઈના બદલે સુરતમાં વીત્યું હોત તો હું આજે જે પણ છું એ ન હોત. મુંબઈએ મને એવો કૉન્ફિડન્સ આપ્યો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં સર્વાઇવ થઈ શકું. મુંબઈનું કલ્ચર અને મુંબઈમાં મળતું એક્સપોઝર ઘડતરમાં જુદો જ રોલ અદા કરે છે. મુંબઈમાં તમે ૩૬૦ ડિગ્રી ગ્રો કરી શકતા હો છો એ એની સૌથી મોટી બ્યુટી છે. બીજું, અહીં ન્યુક્લિયર ફૅમિલી હોય એટલે તમને તમારી રીતે સ્વાવલંબી થઈને જીવવાની ટ્રેઇનિંગ આપોઆપ મળી જતી હોય છે. મુંબઈ તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે, જો તમે આ સિટી સાથે તાલથી તાલ મિલાવી શકો તો. યસ, ક્વૉલિટી ઑફ લાઇફ મુંબઈમાં નથી, પરંતુ તમારા જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં મુંબઈમાં થયેલું ઘડતર તમારા જીવનને જોવાના દૃષ્ટિકોણમાં બહુ જ મોટો બદલાવ લાવી શકે છે.’
સિદ્ધાર્થની વાત સાથે તેના ફાધર નરસીભાઈ વધુ સહમત થાય છે. તેઓ કહે છે, ‘હું ૨૪ વર્ષનો હતો ત્યારે મુંબઈ શિફ્ટ થયો હતો. એ પછી બાળકો થયાં અને શરૂઆતનાં ૨૦ વર્ષ તેમણે મુંબઈમાં વિતાવ્યાં અને પછી ધંધામાં શિફ્ટિંગ કર્યું હોવાથી મુંબઈથી સુરત શિફ્ટ થયા. પછી સંતાનોનો આગળનો અભ્યાસ સુરતમાં થયો. હું તમને મારો અનુભવ કહું છું કે સુરતમાં અમારાં બાળકો કૉલેજમાં ભણતાં ત્યારે અન્ય બાળકો અને અમારાં બાળકો વચ્ચે રીતસરનો ભેદ બધાને દેખાતો. મુંબઈમાં ઊછરેલાં અમારાં બાળકો પ્રમાણમાં સાલસ અને ઓપન માઇન્ડ ધરાવતાં હતાં. તેમને પારકી પંચાતમાં રસ નહોતો અને પોતાના નિર્ણયો લોકો શું કહેશે એ વિચાર્યા વિના લઈ શકવાની ક્ષમતા ધરાવતાં હતાં. તેઓ નાની-નાની વાતે અકળાઈ નહોતાં જતાં કે તેમને મહેનત કરવામાં જોર નહોતું પડતું, જે સુરતના મૂળ કલ્ચર કરતાં જુદું હતું. મુંબઈમાં થતો ઉછેર બાળકને એક બહેતર વ્યક્તિ બનાવવા પ્રેરે છે એમાં તો કોઈ જ બેમત નથી. વ્યક્તિને સાહસિક અને મહેનતુ બનાવી દે છે એ આ શહેરની હવાનો જ પ્રતાપ છે જાણે.’
મુંબઈમાં ઊછરવું એ માત્ર મોટું થવાની પ્રક્રિયા નથી, એક એવી લાઇફ-ટ્રેઇનિંગ છે જે બાળકોને અતિશય વ્યવહારુ, ઝડપી અને આત્મનિર્ભર બનાવી દે છે. અત્યારે પોતાનાં સંતાનોને મુંબઈમાં ઉછેરી રહેલા કેતન ગબાની પણ મુંબઈમાં બાળકોના વિકાસની તકોને લઈને ખૂબ જ આશાસ્પદ છે. ૭ વર્ષનો દીકરો અને ૧૧ વર્ષની દીકરી અત્યારે રોલ બૉલની ટ્રેઇનિંગ લે છે. મુંબઈમાં તમને દરેક નવા સ્પોર્ટ્સના ટ્રેઇનર મળી જશે એમ જણાવીને કેતનભાઈ કહે છે, ‘બાળકના ઉછેરમાં એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને ઓવરઑલ એન્વાયર્નમેન્ટ મહત્ત્વનાં છે. એ તમને મુંબઈમાં મળી જાય છે. અત્યારે મારાં સંતાનો જે સ્પોર્ટ્સ રમે છે એની પ્રૅક્ટિસ ઓપન ગ્રાઉન્ડમાં નહીં પણ એક મોટા AC હૉલમાં થાય છે, પણ જ્યારે ફાઇનલ મૅચ હોય ત્યારે પ્રૅક્ટિસ માટે ગ્રાઉન્ડ પર પણ જઈએ છીએ. એક વાર સંતાનો ભણી-ગણીને હોશિયાર થઈ જાય અને કારકિર્દી બનાવી લે પછી તેમની પાસે મુંબઈની ભાગદોડમાં કે સિમેન્ટ-કૉન્ક્રીટના આ જંગલમાં રહેવું કે નહીં એ પર્યાય તો રહેશે જ, પરંતુ ધારો કે આજની ઝડપથી ડરીને તેમના એજ્યુકેશન કે અન્ય સ્પોર્ટ્સમાં તેમને તકો ન મળી તો તેમણે ઉંમરના એક તબક્કે પહોંચીને ફરી સ્ટ્રગલ કરવી પડશે. એ રીતે મુંબઈમાં થતો બાળઉછેર તેમના હિતમાં છે.’
તકલીફો તો હોય હવે
મુંબઈની વિશેષતાઓ મુંબઈમાં ઊછરી રહેલાં બાળકો પાસેથી પણ જાણવા જેવી છે. પરેલમાં રહેતો ૧૪ વર્ષનો નાઇન્થમાં ભણતો વેદાંત શાહ મુંબઈને છોડવાનું વિચારી પણ ન શકે. ક્વૉલિટી ઑફ લાઇફ તો હોય, પણ બીજી કોઈ સુવિધા ન હોય તો એ ક્વૉલિટી ઑફ લાઇફનો શું ફાયદો એમ જણાવીને વેદાંત કહે છે, ‘યસ, મુંબઈમાં છે પૉલ્યુશન. મુંબઈમાં ક્રાઉડ પણ છે અને મુંબઈમાં ટ્રાફિક પણ છે, પરંતુ એ પછીયે હું મારી જાતને નસીબદાર માનું છું કે મારો જન્મ આ જ શહેરમાં થયો અને અત્યારે આ જ શહેરમાં હું ગ્રો પણ થઈ રહ્યો છું. એનાં ઘણાં કારણો છે; જેમ કે એજ્યુકેશન, સ્પોર્ટ્સમાં જે તકો મુંબઈમાં છે, શીખવા માટેની જે અવેલેબિલિટી મુંબઈમાં છે એ બીજે મળવી અઘરી છે. હા, એવું મને ચોક્કસ લાગે કે અત્યારે શીખવા માટે મુંબઈમાં રહેવું અને આગળ વધવું. એક વાર કરીઅર સ્ટેબલ થાય તો બહેતર ક્વૉલિટી ઑફ લાઇફ માટે બીજે શિફ્ટ થવાતું હોય તો થઈ જવું. બાકી મિની વેકેશન લેતા રહેવાનું. મારી દૃષ્ટિએ જે જગ્યાએ તમને જીવનમાં પ્રોગ્રેસ કરવાની બહુ બધી ઑપોર્ચ્યુનિટી મળતી હોય ત્યાં થોડીક ભીડ, થોડીક હવાપાણીમાં રહેલી તકલીફો કે ટ્રાફિક એ કૉલૅટરલ ડૅમેજ ગણીને એને જતાં કરી શકાય.’
કાંદિવલીમાં રહેતા રિશાન આચાર્યની દૃષ્ટિએ મુંબઈ જેવું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક બીજે ક્યાંય નથી. તમારે પૉઇન્ટ એથી પૉઇન્ટ બી જવું હોય તો મુંબઈમાં તમને ઘણા ઑપ્શન મળશે. એઇટ્થ સ્ટૅન્ડર્ડમાં ભણતો રિશાન કહે છે, ‘બસ, લોકલ ટ્રેન, મેટ્રો, મોનોરેલ જેવાં પબ્લિક ટ્રાન્સપોર્ટના એટલા બધા ઑપ્શન છે. હું બધે જ ટ્રાવેલ કરું છું. એકલો ટ્રેન, મેટ્રો અને બસમાં નિયમિત જાઉં છું અને મને મુંબઈનું આ નેટવર્ક સૌથી મોટો પ્લસ પૉઇન્ટ લાગે છે. હા, મુંબઈમાં પણ પ્રદૂષણ અને ભીડ વગેરે છે, પણ એ હજી દિલ્હી જેવી સ્થિતિમાં નથી. હજીયે આપણે ત્યાં ઘણી બેટર સિચુએશન છે. અને સિમ્પલ કહું કે ગામડામાં ધારો કે કોઈને શ્વાસની બીમારી થશે તો એની પાસે ઇલાજ નહીં હોય અથવા તો બહુ જ દૂર ઇલાજ માટે જવું પડશે, જ્યારે મુંબઈમાં પ્રૉબ્લેમ છે તો એનું સૉલ્યુશન પણ તમારી નજીક છે. વાત રહી ઝાડ પર ચડવાની, જાતે તોડીને ફળ ખાવાની તો એ બધું હું વર્ષમાં બે વાર જ્યારે જામનગર પાસે આવેલા અમારા ગામડે જાઉં ત્યારે કરી લઉં છું. એ કોઈ એવી બાબત નથી જેનાથી મારા જીવનનો પ્રોગ્રેસ અટકી ગયો હોય. અને ગાર્ડન અને ગ્રાઉન્ડ વગેરે પણ છે જ, બસ કદાચ પ્રમાણમાં ઓછાં છે, પણ ઇટ્સ ઓકે. ભલે ગ્રાઉન્ડ નથી, પણ સ્પોર્ટ્સ શીખવું હોય તો એ તમને અહીં મળી જાય છે.’
મુંબઈની લાઇફસ્ટાઇલ બાળકોની મેન્ટલ હેલ્થ માટે જોખમી : બિનલ શાહ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એક્સપર્ટ
મુંબઈનું વાતાવરણ બાળકને આગળ વધવાની અઢળક તક સાથે કેટલીક એવી બાબતો પણ આપે છે જે તેમની મેન્ટલ હેલ્થને લાંબા ગાળે જોખમમાં મૂકી શકે. અમેરિકાની યુનિવર્સિટીમાંથી બોર્ડ સર્ટિફાઇડ બિહેવિયર ઍનૅલિસ્ટમાં માસ્ટર્સ કરનારાં ચાઇલ્ડ લર્નિંગ ઍન્ડ બિહેવિયરલ મૉડિફિકેશન કન્સલ્ટન્ટ બિનલ શાહ કહે છે, ‘કૉમ્પિટિશન, કેઓસ, સ્પીડ એ મુંબઈની ઓળખ છે અને મુંબઈકરોની પણ. જે બાળપણ મુંબઈમાં વીતે એમાં પણ આ ગુણો સાહજિક રીતે જોડાયેલા હોય છે. કૉમ્પિટિશન અને સ્પીડની કેટલીક વિશેષતાઓ પણ છે; જેમ કે સ્પર્ધા તમને સતત ટકી રહેવાનું બળ આપે, નીડરતા આપે અને મહેનત કરવાની ઇચ્છાશક્તિ અને હિંમત પણ આપે. યસ, મુંબઈમાં ઊછરેલાં બાળકો જનરલી કૉન્ફિડન્ટ હોય છે, પણ સાથે અહીંની સ્પીડ અને સાથે સતત ડેવલપ થઈ રહેલી ટેક્નૉલૉજી અને ટેક્નૉલૉજીના એકધારા ઍક્સેસને કારણે મુંબઈકરોમાં ધીરજ નથી. મેં બૅન્ગલોરનાં બાળકો માટે પણ કન્સલ્ટિંગ કર્યું છે અને એના આધારે કહું છું કે મુંબઈની જેમ જ બૅન્ગલોરમાં પણ એજ્યુકેશન સારું છે. ઇનફૅક્ટ, મુંબઈ કરતાં વધુ ડેપ્થ સાથે છે. બાકી બધી જ સગવડ મુંબઈ જેવી છે, પરંતુ મેં બૅન્ગલોર અને મુંબઈનાં બાળકોની જનરલ ક્વૉલિટીનું નિરીક્ષણ કરતાં જોયું છે કે બૅન્ગલોરમાં ઊછરેલી વ્યક્તિમાં જનરલી વધુ ધીરજ છે. તેઓ કોઈ પણ કાર્ય કરતી વખતે એ પ્રોસેસને રિસ્પેક્ટ આપીને રાહ જોઈ શકે છે, જ્યારે મુંબઈની બચ્ચાપાર્ટીમાં ધીરજ નથી. તેને બધું જ તાત્કાલિક જોઈએ અને ન મળે તો તે તરત માનસિક રીતે ડિસ્ટર્બ થઈ શકે છે. પ્લસ ઘરમાં અને ઘરની બહાર સતત કૉમ્પિટિશનને કારણે અહીંનાં બાળકોમાં સુસાઇડલ ટેન્ડેન્સી, ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર, મેન્ટલ ઇન્સ્ટેબિલિટી વધુ જોઈ શકાય છે. આમાંથી બચવું હોય તો પેરન્ટ્સનો રોલ બહુ જ મહત્ત્વનો છે. જે સ્પર્ધા બહાર છે અને જે રૅટ-રેસ બહાર છે એ ઘરની અંદર ન ઘૂસી જાય અને ઘરમાં હળવાશ રહે અને જીવનની સ્લોનેસ પણ લોકોને સમજાય એ મહત્ત્વનું છે. તમને બધું જ આવડવું જરૂરી નથી. તમને બધી જ બાબતોમાં એક્સપર્ટ થવાની જરૂર નથી એ મેસેજ પેરન્ટ્સ તરફથી મુંબઈમાં ઊછરી રહેલાં બાળકોને મળતો રહેવો જોઈએ.’
આમ જોવા જાઓ તો અત્યારે આખું મુંબઈ અન્ડર-કન્સ્ટ્રક્શન છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ ખોદાયેલા છે અને ટ્રાફિક, ઍર-પૉલ્યુશન, પાણીનું પ્રદૂષણ, ગીચતા વગેરે પ્રશ્નો હતા એના કરતાં વધુ વિકટ બનતા જાય છે. આ જ બાબતોને કારણ બનાવીને થોડાક સમય પહેલાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અભિજિત ગાંગુલીએ પરિવાર સહિત મુંબઈને અલવિદા કહી દીધાની જાહેરાત કરી છે. નવ વર્ષ તે મુંબઈમાં રહ્યો અને તેને આ શહેર ગમતું પણ હતું, પરંતુ સતત નેતાઓ અને કૉન્ટ્રૅક્ટરોની કમાણી અવલંબિત હોવાથી આ શહેરમાં કન્સ્ટ્રક્શન હંમેશાં થતું જ રહેવાનું અને ગમે તેટલા પ્રોજેક્ટ પૂરા થાય તો પણ નવાં-નવાં ગતકડાં સાથે કન્સ્ટ્રક્શન અટકવાનું નામ નહીં લે એ રિયલાઇઝ થયા પછી અભિજિત ગાંગુલીના મનમાં મુંબઈ છોડવાનો વિચાર આવ્યો અને તેના ઘરે બાળકનો જન્મ થયો એ પછી તો તે પોતાના બાળકને આ પ્રકારની હાડમારીવાળું જીવન આપવાના પક્ષમાં નહોતો અને તેણે મુંબઈથી દૂર બૅન્ગલોરનો રસ્તો પકડ્યો. એક તરફ અભિજિત જેવા લોકો છે તો બીજી તરફ દુનિયાના હૅપીએસ્ટ કન્ટ્રી તરીકે જાણીતા ફિનલૅન્ડથી એક કપલ પોતાનાં સંતાનો સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયું છે. પોતાનાં બાળકોનાં ઍડ્મિશન પણ લઈ લીધાં છે અને મુંબઈમાં રહેલું વર્સટાઇલપણું અને ભારતની વિશેષતાનો અનુભવ પોતાના બાળકના બહેતર ઘડતર માટે જરૂરી છે એવું તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમે જાહેર પણ કર્યું છે. મૉરલ ઑફ ધ સ્ટોરી, આપણા મુંબઈની બાબતમાં હંમેશાં જુદા-જુદા મતો ધરાવતા લોકો અકબંધ રહ્યા છે ત્યારે ખરેખર આ શહેર આજના બાળપણ માટે કેવું છે? મુંબઈમાં ઊછરી રહેલાં બાળકો આ શહેરને કઈ રીતે જુએ છે? ક્યાં ક્યાં મુંબઈમાં ઉછેર થવો એનો કોઈ પર્યાય નથી અને ક્યાં ક્યાં મુંબઈમાં ઊછરી રહેલાં બાળકોના જીવનને બહેતર બનાવવા માટે શું-શું કરવાની જરૂર છે એ બધા જ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ...
મુંબઈની વાત અલગ
આજના મુંબઈમાં શું ખાસ છે એની ચર્ચા કરતાં પહેલાં જેમનો ઉછેર મુંબઈમાં થયો અને પછી કોઈ પણ કારણસર તેમણે આ શહેર છોડવું પડ્યું તેમની દૃષ્ટિએ આ શહેરમાં ઉછેરાવું કઈ રીતે ખાસ છે એ જાણવું જોઈએ. પહેલા ધોરણથી ટ્વેલ્થ સુધી મુંબઈમાં ઊછરેલા અને એ પછી થોડોક સમય સુરતમાં ભણ્યા પછી ગ્લોબલ બિઝનેસ મૅનેજમેન્ટમાં માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન થયેલા અને હવે કૅનેડામાં સ્થાયી રહેલા સિદ્ધાર્થ સવાણી પાસે એનો જવાબ છે. સિદ્ધાર્થ મુંબઈના પ્રેમમાં છે. એનાં કારણો જણાવતાં સિદ્ધાર્થ કહે છે, ‘આજે હું જે પણ કંઈ છું એના પર મુંબઈમાં વીતેલા મારા બાળપણનો બહુ જ મોટો પ્રભાવ છે. યસ, મારું ચાઇલ્ડહુડ જો મુંબઈના બદલે સુરતમાં વીત્યું હોત તો હું આજે જે પણ છું એ ન હોત. મુંબઈએ મને એવો કૉન્ફિડન્સ આપ્યો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં સર્વાઇવ થઈ શકું. મુંબઈનું કલ્ચર અને મુંબઈમાં મળતું એક્સપોઝર ઘડતરમાં જુદો જ રોલ અદા કરે છે. મુંબઈમાં તમે ૩૬૦ ડિગ્રી ગ્રો કરી શકતા હો છો એ એની સૌથી મોટી બ્યુટી છે. બીજું, અહીં ન્યુક્લિયર ફૅમિલી હોય એટલે તમને તમારી રીતે સ્વાવલંબી થઈને જીવવાની ટ્રેઇનિંગ આપોઆપ મળી જતી હોય છે. મુંબઈ તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે, જો તમે આ સિટી સાથે તાલથી તાલ મિલાવી શકો તો. યસ, ક્વૉલિટી ઑફ લાઇફ મુંબઈમાં નથી, પરંતુ તમારા જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં મુંબઈમાં થયેલું ઘડતર તમારા જીવનને જોવાના દૃષ્ટિકોણમાં બહુ જ મોટો બદલાવ લાવી શકે છે.’
સિદ્ધાર્થ સવાણી તેના પરિવાર સાથે
સિદ્ધાર્થની વાત સાથે તેના ફાધર નરસીભાઈ વધુ સહમત થાય છે. તેઓ કહે છે, ‘હું ૨૪ વર્ષનો હતો ત્યારે મુંબઈ શિફ્ટ થયો હતો. એ પછી બાળકો થયાં અને શરૂઆતનાં ૨૦ વર્ષ તેમણે મુંબઈમાં વિતાવ્યાં અને પછી ધંધામાં શિફ્ટિંગ કર્યું હોવાથી મુંબઈથી સુરત શિફ્ટ થયા. પછી સંતાનોનો આગળનો અભ્યાસ સુરતમાં થયો. હું તમને મારો અનુભવ કહું છું કે સુરતમાં અમારાં બાળકો કૉલેજમાં ભણતાં ત્યારે અન્ય બાળકો અને અમારાં બાળકો વચ્ચે રીતસરનો ભેદ બધાને દેખાતો. મુંબઈમાં ઊછરેલાં અમારાં બાળકો પ્રમાણમાં સાલસ અને ઓપન માઇન્ડ ધરાવતાં હતાં. તેમને પારકી પંચાતમાં રસ નહોતો અને પોતાના નિર્ણયો લોકો શું કહેશે એ વિચાર્યા વિના લઈ શકવાની ક્ષમતા ધરાવતાં હતાં. તેઓ નાની-નાની વાતે અકળાઈ નહોતાં જતાં કે તેમને મહેનત કરવામાં જોર નહોતું પડતું, જે સુરતના મૂળ કલ્ચર કરતાં જુદું હતું. મુંબઈમાં થતો ઉછેર બાળકને એક બહેતર વ્યક્તિ બનાવવા પ્રેરે છે એમાં તો કોઈ જ બેમત નથી. વ્યક્તિને સાહસિક અને મહેનતુ બનાવી દે છે એ આ શહેરની હવાનો જ પ્રતાપ છે જાણે.’
કેતન ગબાની પત્ની અને મુંબઈમાં ઊછરી રહેલાં બન્ને સંતાનો સાથે
મુંબઈમાં ઊછરવું એ માત્ર મોટું થવાની પ્રક્રિયા નથી, એક એવી લાઇફ-ટ્રેઇનિંગ છે જે બાળકોને અતિશય વ્યવહારુ, ઝડપી અને આત્મનિર્ભર બનાવી દે છે. અત્યારે પોતાનાં સંતાનોને મુંબઈમાં ઉછેરી રહેલા કેતન ગબાની પણ મુંબઈમાં બાળકોના વિકાસની તકોને લઈને ખૂબ જ આશાસ્પદ છે. ૭ વર્ષનો દીકરો અને ૧૧ વર્ષની દીકરી અત્યારે રોલ બૉલની ટ્રેઇનિંગ લે છે. મુંબઈમાં તમને દરેક નવા સ્પોર્ટ્સના ટ્રેઇનર મળી જશે એમ જણાવીને કેતનભાઈ કહે છે, ‘બાળકના ઉછેરમાં એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને ઓવરઑલ એન્વાયર્નમેન્ટ મહત્ત્વનાં છે. એ તમને મુંબઈમાં મળી જાય છે. અત્યારે મારાં સંતાનો જે સ્પોર્ટ્સ રમે છે એની પ્રૅક્ટિસ ઓપન ગ્રાઉન્ડમાં નહીં પણ એક મોટા AC હૉલમાં થાય છે, પણ જ્યારે ફાઇનલ મૅચ હોય ત્યારે પ્રૅક્ટિસ માટે ગ્રાઉન્ડ પર પણ જઈએ છીએ. એક વાર સંતાનો ભણી-ગણીને હોશિયાર થઈ જાય અને કારકિર્દી બનાવી લે પછી તેમની પાસે મુંબઈની ભાગદોડમાં કે સિમેન્ટ-કૉન્ક્રીટના આ જંગલમાં રહેવું કે નહીં એ પર્યાય તો રહેશે જ, પરંતુ ધારો કે આજની ઝડપથી ડરીને તેમના એજ્યુકેશન કે અન્ય સ્પોર્ટ્સમાં તેમને તકો ન મળી તો તેમણે ઉંમરના એક તબક્કે પહોંચીને ફરી સ્ટ્રગલ કરવી પડશે. એ રીતે મુંબઈમાં થતો બાળઉછેર તેમના હિતમાં છે.’
તકલીફો તો હોય હવે
રિશાન આચાર્ય, સ્ટુડન્ટ કાંદિવલી
મુંબઈની વિશેષતાઓ મુંબઈમાં ઊછરી રહેલાં બાળકો પાસેથી પણ જાણવા જેવી છે. પરેલમાં રહેતો ૧૪ વર્ષનો નાઇન્થમાં ભણતો વેદાંત શાહ મુંબઈને છોડવાનું વિચારી પણ ન શકે. ક્વૉલિટી ઑફ લાઇફ તો હોય, પણ બીજી કોઈ સુવિધા ન હોય તો એ ક્વૉલિટી ઑફ લાઇફનો શું ફાયદો એમ જણાવીને વેદાંત કહે છે, ‘યસ, મુંબઈમાં છે પૉલ્યુશન. મુંબઈમાં ક્રાઉડ પણ છે અને મુંબઈમાં ટ્રાફિક પણ છે, પરંતુ એ પછીયે હું મારી જાતને નસીબદાર માનું છું કે મારો જન્મ આ જ શહેરમાં થયો અને અત્યારે આ જ શહેરમાં હું ગ્રો પણ થઈ રહ્યો છું. એનાં ઘણાં કારણો છે; જેમ કે એજ્યુકેશન, સ્પોર્ટ્સમાં જે તકો મુંબઈમાં છે, શીખવા માટેની જે અવેલેબિલિટી મુંબઈમાં છે એ બીજે મળવી અઘરી છે. હા, એવું મને ચોક્કસ લાગે કે અત્યારે શીખવા માટે મુંબઈમાં રહેવું અને આગળ વધવું. એક વાર કરીઅર સ્ટેબલ થાય તો બહેતર ક્વૉલિટી ઑફ લાઇફ માટે બીજે શિફ્ટ થવાતું હોય તો થઈ જવું. બાકી મિની વેકેશન લેતા રહેવાનું. મારી દૃષ્ટિએ જે જગ્યાએ તમને જીવનમાં પ્રોગ્રેસ કરવાની બહુ બધી ઑપોર્ચ્યુનિટી મળતી હોય ત્યાં થોડીક ભીડ, થોડીક હવાપાણીમાં રહેલી તકલીફો કે ટ્રાફિક એ કૉલૅટરલ ડૅમેજ ગણીને એને જતાં કરી શકાય.’
કાંદિવલીમાં રહેતા રિશાન આચાર્યની દૃષ્ટિએ મુંબઈ જેવું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક બીજે ક્યાંય નથી. તમારે પૉઇન્ટ એથી પૉઇન્ટ બી જવું હોય તો મુંબઈમાં તમને ઘણા ઑપ્શન મળશે. એઇટ્થ સ્ટૅન્ડર્ડમાં ભણતો રિશાન કહે છે, ‘બસ, લોકલ ટ્રેન, મેટ્રો, મોનોરેલ જેવાં પબ્લિક ટ્રાન્સપોર્ટના એટલા બધા ઑપ્શન છે. હું બધે જ ટ્રાવેલ કરું છું. એકલો ટ્રેન, મેટ્રો અને બસમાં નિયમિત જાઉં છું અને મને મુંબઈનું આ નેટવર્ક સૌથી મોટો પ્લસ પૉઇન્ટ લાગે છે. હા, મુંબઈમાં પણ પ્રદૂષણ અને ભીડ વગેરે છે, પણ એ હજી દિલ્હી જેવી સ્થિતિમાં નથી. હજીયે આપણે ત્યાં ઘણી બેટર સિચુએશન છે. અને સિમ્પલ કહું કે ગામડામાં ધારો કે કોઈને શ્વાસની બીમારી થશે તો એની પાસે ઇલાજ નહીં હોય અથવા તો બહુ જ દૂર ઇલાજ માટે જવું પડશે, જ્યારે મુંબઈમાં પ્રૉબ્લેમ છે તો એનું સૉલ્યુશન પણ તમારી નજીક છે. વાત રહી ઝાડ પર ચડવાની, જાતે તોડીને ફળ ખાવાની તો એ બધું હું વર્ષમાં બે વાર જ્યારે જામનગર પાસે આવેલા અમારા ગામડે જાઉં ત્યારે કરી લઉં છું. એ કોઈ એવી બાબત નથી જેનાથી મારા જીવનનો પ્રોગ્રેસ અટકી ગયો હોય. અને ગાર્ડન અને ગ્રાઉન્ડ વગેરે પણ છે જ, બસ કદાચ પ્રમાણમાં ઓછાં છે, પણ ઇટ્સ ઓકે. ભલે ગ્રાઉન્ડ નથી, પણ સ્પોર્ટ્સ શીખવું હોય તો એ તમને અહીં મળી જાય છે.’
જે નથી મળતું મુંબઈનાં બાળકોને એ આપવાની કોશિશ થઈ રહી છે આવા જુદા-જુદા પ્રયોગોથી
ધ મડ લાઇફની ઍક્ટિવિટીની એક ઝલક
મુંબઈ સિમેન્ટ-કૉન્ક્રીટનું જંગલ છે અને પ્રકૃતિ સાથે જોડાવાની તકો નહીંવત્ છે ત્યારે મુંબઈમાં પનપી રહેલા માસૂમોને પ્રકૃતિ સાથે જોડવાની, મોબાઇલ સ્ક્રીનની બહારની દુનિયાથી રૂબરૂ કરાવવાની પ્રવૃત્તિ જુદા-જુદા સ્તરે મુંબઈની કેટલીક સંસ્થાઓ, ગ્રુપ અને કંપનીઓ કરી રહ્યાં છે; જેમ કે બે વર્ષ પહેલાં ‘ધ મડ લાઇફ’ નામનું ઇનિશ્યેટિવ શરૂ કરનારાં ધ્વનિ અને તેજસ વોરા થાણેના પોતાના ફાર્મમાં અઢી કલાકની ફાર્મ ટ્રિપ યોજે છે જેમાં બાળકને માટી પર ચલાવવાથી લઈને ચૂલા પર રોટલી બનાવીને ગાય અને બકરીને ખવડાવવાની, બીજનું રોપણ કરીને ખેતીનો અનુભવ લેવાની અને પૉટ પર પેઇન્ટિંગ કરાવીને દુનિયાની દોડધામથી બ્રેક લેવાની તક આપે છે. એવી જ રીતે નવી મુંબઈમાં ‘મિલતે હૈં યાર’ નામનું એક ગ્રુપ બનાવ્યું છે જ્યાં લોકો કારણ વગર ગૅજેટ-ફ્રી રહીને કોઈક નવી ઍક્ટિવિટી માટે ભેગા થતા હોય. સંજય ગાંધી નૅશનલ પાર્કમાં રૂટ્સ નેચર ક્લબ ચાલે છે જે બાળકો માટે ફૉરેસ્ટ ટૂર યોજે છે અને જંગલમા ઊગેલાં વિવિધ પ્લાન્ટ્સ અને જીવજંતુઓથી બાળકને પ્રત્યક્ષ કરાવે છે. એ જ રીતે અંધેરીમાં ભવન્સ નેચર ઍન્ડ ઍડ્વેન્ચર સેન્ટર, માહિમનો મહારાષ્ટ્ર નેચર પાર્ક, બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી અંતર્ગત બાળકો માટે અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે જે મુંબઈની ઊભરી રહેલી પેઢી પ્રકૃતિના સ્પર્શથી વંચિત ન રહી જાય એવા પ્રયાસો કરે છે.
- રુચિતા શાહ