કુકિંગ માટે વજન પણ કરે અને કૅલરી પણ માપે

15 June, 2021 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેકિંગ કે સ્વીટ્સ જેવી આઇટમો બનાવતી વખતે ચોક્કસ વજન મુજબ ચીજો વાપરવાની હોય ત્યારે આ વાટકા જેવો વેઇંગ સ્કેલ કિચનમાં બહુ કામનો થઈ પડશે. એ દરેક વસ્તુનું વજન પણ માપી આપે છે અને એની કેટલી કૅલરી છે એ પણ કહી આપે છે ને વાપરવામાં છે એકદમ સરળ

પ્રતીકાત્મક તસવીર

અમુક વાનગીમાં ચોક્કસ વજન મુજબ જ ખાંડ નાખવાની હોય ને ચોક્કસ પ્રમાણ મુજબ જ લોટ લેવાનો હોય ત્યારે ટ્રેડિશનલી લોકો વાટકીઓના માપ વાપરે છે, પર એનાથી ચોકસાઈ રહેતી નથી. બેકિંગ આઇટમ બનાવવાની હોય ત્યારે બે-પાંચ ગ્રામની પણ વધઘટ સ્વાદ અને ટેક્સ્ચરમાં ફરક લાવી દે છે એટલે કુકિંગના શોખીનો માટે કિચનમાં ફૂડ સ્કેલ એ મસ્ટ હૅવ ડિવાઇસ છે. હવે તો ડિજિટલ સ્કેલ્સ આવી ગયાં છે જે પ્રિસિઝન સારું આપે છે, પણ પ્રમાણમાં હેવી અને સાફ કરવામાં અગવડભર્યા હોય છે. જોકે હવે રીમુવેબલ મેઝરિંગ કપ જે માપ પણ આપે અને વજન પણ કરે એવો ડિજિટલ બાઉલ સ્કેલ આવી ગયો છે જે મલ્ટિફંક્શનલ હોવાની સાથે પોર્ટેબલ પણ છે.

બધું જ મપાય |  લિક્વિડથી લઈને સૉલિડ બધું જ એમાં માપી શકાય છે. દૂધ, પાણી, ઑઇલ, લોટ કે કોઈ પણ રૉ મટીરિયલ અને ફ્રૂટ્સ-વેજિટેબલ સુદ્ધાંનું વજન થઈ શકે છે. સ્ટેઇનલેસ સ્ટીલનું બાઉલ છે જેમાં લિક્વિડ માપણી માટેનાં સ્કેલ્સ પણ છે અને ગ્રામમાં વજન થઈ શકે એવી વ્યવસ્થા પણ છે. સ્ટીલનો બાઉલ બહુ જ સરળતાથી ડીટૅચ કરીને પાણીથી સાફ કરી શકાય એવો છે.

કૅલરી કાઉન્ટિંગ પણ |  વજન માપવાનું કામ તમને રસોઈ બનાવવામાં મદદરૂપ થશે, જ્યારે એનું કૅલરી માપવાનું ફીચર તમને એ વાનગીમાં કેટલી કૅલરી છે એ પણ જણાવશે. મતલબ કે જમવાનું બની ગયા પછી તમારો પોર્શન હેલ્ધી છે કે નહીં એ તપાસમવા માટે પણ આ ફૂડ સ્કેલ હેલ્પ કરી શકે છે.

ખાસિયતો 

- સ્ટેઇનલેસ સ્ટીલનો સાફ કરી શકાય એવો બાઉલ.

- હાથેથી પકડીને ગમે ત્યાં લઈ જઈ શકાય એવું સિલિકોન ગ્રેડ હૅન્ડલ.

- એલસીડી સ્ક્રીન પર ડિજિટલ અને પ્રિસાઇઝ આંકડા.

- બેટરીથી ઑપરેટેડ હોવાથી કોર્ડ અને ઇલેક્ટ્રિસિટીનો પ્લગ શોધવાની માથાકૂટ નહીં.

- પાંચ કિલો સુધીની ચીજો માપી શકવાની ક્ષમતા.

કિંમતઃ ૫૦ ડૉલર એટલે કે લગભગ ૩૬૬૦ રૂપિયા

ક્યાં મળશે?: અમૅઝોન પર

columnists